તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
ઘી ૧ ટી સ્પૂન
ઘઉ બાફેલા ૧/૪ કપ
બાજરી બાફેલી ૧/૪ કપ
જુવાર બાફેલી ૧/૪ કપ
મકાઇ ના દાણા બાફેલા ૧/૪ કપ
કેસર ૪-૫ તાર
મકાઇ બાફેલી છુંદેલી ૨ ટેબલ સ્પૂન
(કોર્ન પેસ્ટ)
દુધ ૫૦૦ મિલી
ખાંડ ૫ ટેબલ સ્પૂન
એલચી પાઉડર ચપટી
રીત :
એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.
એમા, બાફેલા ઘઉ, બાજરી, જુવાર અને મકાઇ ના દાણા ઉમેરો અને બરાબર સાંતડી લો.
પછી, કેસર અને બાફેલી છુંદેલી મકાઇ (કોર્ન પેસ્ટ) ઉમેરો અને સાંતડવાનું ચાલુ રાખો.
દુધ અને ખાંડ ઉમેરો. થોડી થોડી વારે હલાવતા રહી, ૮ થી ૧૦ મિનિટ માટે ધીમા-મધ્યમ તાપે ઉકાળો.
એલચી પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરો.
ગરમા ગરમ અને તાજી જ પીરસો.
ખીર તો ઘણી અલગ અલગ પ્રકારની ચાખી હશે, આ છે એક અદભુત ખીર, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ, ચાર ધાન ની ખીર.
Preparation time 15 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
Ghee 1 ts
Whole Wheat boiled ¼ cup
Whole Millet boiled ¼ cup
Whole Sorghum boiled ¼ cup
Maze Granules boiled ¼ cup
Saffron 4-5 threads
Corn boiled and crushed 2 tbsp
Milk 500 ml
Sugar 5 tbsp
Cardamom Powder Pinch
Method:
Heat Ghee in a pan on low flame.
Add boiled Whole Wheat, Whole Millet, Whole Sorghum and Maze Granules and sauté well.
Add Saffron and boiled and crushed Corn (Corn Paste) and continue sautéing.
Add Milk and Sugar and boil it on low-medium flame while stirring occasionally for 8-10 minutes.
Add Cardamom Powder. Mix well.
Serve Hot and Fresh.
You must have enjoyed various types of Kheer…
Here is A Wonderful Kheer…
KHEER OF 4 CEREALS…
Healthy, Heavy and Mouth Watering…