વેજીટેબલ કોલ્હાપુરી (સબ્જી) / Vegetable Kolhapuri (Sabji)

વેજીટેબલ કોલ્હાપુરી (સબ્જી) / Vegetable Kolhapuri (Sabji)

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

કોલ્હાપુરી મસાલા માટે:

કાશ્મીરી સુકા લાલ મરચા ૪

ખસખસ ૧ ટેબલ સ્પૂન

ધાણા આખા ૧ ટેબલ સ્પૂન

સુકુ નારીયળ ખમણ ૨ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

તજ નાનો ટુકડો ૧

લવીંગ ૫

મરી આખા ૪

મોટી એલચી ૧

 

વેજીટેબલ મિક્સચર માટે:

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

બટેટા ૧

ફુલકોબી ૧૦૦ ગ્રામ

ફણસી ૧૦૦ ગ્રામ

કેપ્સિકમ ૧૦૦ ગ્રામ

ગાજર ૧૦૦ ગ્રામ

તાજા લીલા વટાણા ૫૦ ગ્રામ

મીઠું સ્વાદ મુજબ

 

ગ્રેવી માટે:

તેલ ૨ ટેબલ સૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૨

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ટમેટાં ૩

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

કિચનકીંગ મસાલા ૧ ટી સ્પૂન

 

સજાવટ માટે ધાણાભાજી

 

રીત:

કોલ્હાપુરી મસાલા માટે:

એક નોન-સ્ટિક પૅન ગરમ કરો.

 

કોલ્હાપુરી મસાલા માટેની બધી જ સામગ્રી એકીસાથે ગરમ કરેલા પૅનમાં લો અને સુકી જ સેકી લો.

 

કોઈ પણ સામગ્રી બળી ના જાય એ ખાસ કાળજી રાખો.

 

બરાબર સેકાય જાય એટલે એક સાફ અને સુકા કપડાં ઉપર અથવા મોટી પ્લેટ ઉપર ફેલાવીને ઠંડી થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, મીક્ષરની ગ્રાઈન્ડિંગ જારમાં લઈ, એકદમ જીણું પીસી લઈ, પાઉડર તૈયાર કરી લો અને એક બાજુ રાખી દો.

 

વેજીટેબલ મિક્સચર માટે:

બધા જ શાકને લાંબી પટ્ટીના આકારમાં કાપી લો અને દરેકને અલગ અલગ રાખી દો.

 

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

ગરમ તેલમાં જીરું ઉમેરો.

 

તતડે એટલે એમાં એક પછી એક એમ, સમારેલા બધા જ શાક અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરો.

 

પૅન ઢાંકી દો અને બધા શાક નરમ થઈ જાય ત્યાં સુધી પકાવો. જરૂર જણાય તો જ એકદમ થોડું પાણી ઉમેરવું.

 

બધા જ શાક નરમ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને એક બાજુ રાખી દો.

 

ગ્રેવી માટે:

એક મીક્ષર જારમાં ટમેટાં પીસી લો અને એક બાજુ રાખી દો.

 

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

ગરમ તેલમાં જીરું, આદું-લસણ ની પેસ્ટ, જીણી સમારેલી ડુંગળી અને મીઠું ઉમેરો.

 

ડુંગળી નરમ થઈ જાય એટલે પીસેલા ટમેટાં ઉમેરી, મધ્યમ તાપે ૧ થી ૨ મિનિટ પકાવો.

 

પછી એમાં, લાલ મરચાં પાઉડર, ધાણાજીરું, હળદર, કિચન કીંગ મસાલા અને તૈયાર કરેલ કોલ્હાપુરી મસાલા ઉમેરી, તેલ છુટુ પડવા લાગે ત્યાં સુધી મધ્યમ તાપે સાંતડો.

 

હવે એમાં, તૈયાર કરેલ વેજીટેબલ મિક્સચર અને જરૂર મુજબ પાણી (અંદાજે ૧/૨ કપ) ઊમરો અને શાક છૂંદાય ના જાય એ કાળજી રાખી, ધીરે ધીરે મીક્ષ કરતા કરતા મધ્યમ તાપે પકાવો.

 

બધુ જ બરાબર મીક્ષ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

તૈયાર થયેલું શાક, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર ધાણાભાજી છાંટી, સજાવો.

 

પસંદ મુજબ રોટી, નાન અથવા પરાઠા સાથે તાજું અને ગરમા ગરમ પીરસો.

 

નાના-મોટા ગામ-શહેરોમાં આવેલા નાના-મોટા રેસ્ટોરન્ટ ના મેનુ માં વેજીટેબલ કોલ્હાપુરી અચુક હોય જ.

 

તો આ લો હવે એ અહી જ.. આપના પોતાના જ રસોડામાં..

Preparation time 20 minutes

Cooking time 30 minutes

For 4 Persons

 

Ingredients:

For Kolhapuri Spicing:

Kashmiri Dry Red Chilli 4

Poppy Seeds 1 tbsp

Coriander Granules whole 1 tbsp

Dry Coconut grated 2 tbsp

Sesame Seeds 1 tbsp

Cinnamon 1 small pc

Clove 5 buds

Black Pepper Granules 4

Big Cardamom 1

 

For Vegetable Mixture:

Oil 2 tbsp

Cumin Seeds ½ ts

Potato 1

Cauliflower 100 g

Green Beans / French Beans 100 g

Capsicum 100 g

Carrot 100 g

Green Peas 50 g

Salt to taste

 

For Gravy:

Oil 2 tbsp

Cumin Seeds ½ ts

Onion finely chopped 2

Garlic-Ginger Paste 1 tbsp

Tomato 3

Salt to taste

Red Chilli Powder 1 ts

Coriander Cumin Powder 1 ts

Turmeric Powder ½ ts

Kitchen King Masala 1 ts

 

Fresh Coriander Leaves for garnishing

 

Method:

For Kolhapuri Spicing:

Preheat a non-stick pan.

 

Take all listed ingredients for Spicing in a pre-heated non-stick pan and dry roast very well.

 

Take care of not burning any ingredients.

 

When roasted, spread them on a dry cloth or a big plate and leave for few minutes to cool off.

 

Then, take in a dry grinding jar of mixer and crush to fine powder. Keep it a side.

 

For Vegetabel Mixture:

Chop all listed vegetables in long shape like strips and keep each vegetable separately.

 

Heat Oil in a pan.

 

Add Cumin Seeds.

 

When crackled, add all chopped vegetables one by one and add Salt. Mix well.

 

Cover the pan with a lid and cook until all vegetable soften. Add very little water only if required.

 

When all vegetable soften, remove pan from flame and keep it a side.

 

For Gravy:

Crush Tomato in mixer and keep it a side.

 

Heat Oil in a pan.

 

Add Cumin Seeds, Garlic-Ginger Paste, finely chopped Onion and Salt.

 

When Onion softens, add crushed Tomato and cook for 1 to 2 minutes on medium flame.

 

Then, add Red Chilli Powder, Coriander Cumin Powder, Turmeric Powder, Kitchen King Masala and prepared Kolhapuri Spicing and sauté very well on medium flame until Oil starts to get separated around the stuff in pan.

 

Now, add prepared Vegetable Mixture and water as required (approx. ½ cup). Continue cooking on medium flame while mixing slowly taking care of not crushing vegetable.

 

When mixed very well, remove pan from flame.

 

Take in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves to garnish.

 

Serve Fresh and Hot with Roti, Naan or Paratha of choice.

 

Vegetable Kolhapuri is a must Sabji on Menu of Indian Restaurants around in towns.

 

Here it is in your own kitchen.

 

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!