ચીઝી બટેટા બાઈટ / Cheesy Bateta Bite / Cheesy Potato Sticks

ચીઝી બટેટા બાઈટ / Cheesy Bateta Bite / Cheesy Potato Sticks

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૭-૮ બાઈટ / સ્ટીક

 

સામગ્રી :

બાફેલા છુંદેલા બટેટા ૧ કપ

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ચીઝ ખમણેલું ૨ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીઝ પાઉડર ૨ ટેબલ સ્પૂન

કૉર્ન ફ્લૉર ૨ ટેબલ સ્પૂન

બ્રેડ નો ભુકો ૧/૪ કપ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે કેચપ અને મેયોનેઝ

 

રીત :

એક બાઉલમાં બાફેલા અને છુંદેલા બટેટા લો.

 

એમા લસણ ની પેસ્ટ, ખમણેલું ચીઝ, ચીલી ફલૅક્સ, ઓરેગાનો, ચીઝ પાઉડર, કૉર્ન ફ્લૉર, બ્રેડ નો ભુકો ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આ મિક્સચર જરા કઠણ હોવું જોઈએ. કઠણ બનાવવા માટે જરૂર લાગે તો થોડો વધારે કૉર્ન ફ્લૉર ઉમેરવો.

 

વણવાના પાટલા ઉપર અથવા સાફ અને સમથળ જગ્યા ઉપર થોડું તેલ લગાવી દો. એની ઉપર તૈયાર કરેલું બધુ જ મિક્સચર મુકી, જરા જાડુ થર, ચોરસ આકારમાં પાથરી દો. પછી, વેલણ વડે વણી, ફેલાવી, મોટુ ચોરસ બનાવી લો.

 

હવે, ચપ્પુ વડે લાંબી પટ્ટીઓ કાપી લો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

વારાફરતી, બધી પટ્ટીઓ તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં ઉલટાવો. આછી ગુલાબી તળી લો.

 

કેચપ અને મેયોનેઝ સાથે ગરમ ગરમ પીરસો.

 

કશુંક યમ્મી ખાવાનું મન થાય છે..!!?? ચીઝી બટેટા બાઈટ મમળાવો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Yield 7-8 Bites / Sticks

 

Ingredients:

Boiled and Mashed Potato 1 cup

Garlic Paste 1 ts

Cheese grated 2 tbsp

Chilli Flakes 1 ts

Oregano 1 ts

Cheese Powder 2 tbsp

Corn Flour 2 tbsp

Fresh Bread Crumbs ¼ cup

Oil to fry

Ketchup and Mayonnaise for serving

 

Method:

Take Boiled and Mashed Potato in a bowl.

 

Add Garlic Paste, grated Cheese, Chilli Flakes, Oregano, Cheese Powder, Corn Flour, Fresh Bread Crumbs.

 

Mix very well.

 

Mixture should be thick enough. If needed, add little more Corn Flour to thicken it.

 

Apply little Oil on a rolling board or on clean surface. Put all prepared mixture on it and arrange it in a little thick square shape. Use rolling stick to expand it in a big and thick square shape.

 

Cut prepared thick square in number of long stick shape.

 

Heat Oil on medium flame to fry.

 

Deep fry all sticks. Flip occasionally to fry all around. Fry to light brownish.

 

Serve hot with Ketchup and Mayonnaise.

 

Craving for something yummyyyyy…!!!??

 

Have a Bite of Cheesy Potato Sticks…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!