જારા ના ગાંઠીયા / જારા ના તીખા ગાંઠીયા / તીખા ગાંઠીયા / Jara na Gathiya / Jara na Tikha Gathiya / Tikha Gathiya

જારા ના ગાંઠીયા / જારા ના તીખા ગાંઠીયા / તીખા ગાંઠીયા / Jara na Gathiya / Jara na Tikha Gathiya / Tikha Gathiya

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

પાણી ૧/૪ કપ

મીઠું સ્વાદ મુજબ અથવા સંચળ પાઉડર ૧/૨ ટી સ્પૂન

હીંગ ૧/૪ ટી સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

ચણા નો લોટ / બેસન ૧ કપ

 

તળવા માટે તેલ

 

રીત:

એક કથરોટ માં ૧/૪ કપ જેટલું પાણી લો.

 

એમાં, મીઠું અથવા સંચળ પાઉડર, હીંગ, ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ અને લાલ મરચું પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

હવે એમાં, થોડો થોડો ચણા નો લોટ ઉમેરતા જઇ, બરાબર મીક્ષ કરતાં જાવ. બહુ કઠણ પણ નહી અને બહુ નરમ પણ નહી એવો લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.

 

એક જારા પર થોડું તેલ લગાવી દો.

 

હવે, એક કડાઈમાં તળવા માટે ઊંચા તાપે  તેલ ગરમ કરો.

 

તેલ ગરમ થઈ જાય એટલે, કડાઈ ઉપર જારો ગોઠવી દો અથવા એક હાથે વડે પકડી રાખો.

 

બાંધેલા લોટમાંથી થોડો લોટ જારા પર મુકી, એક મોટા ચમચા વડે અથવા હથેળી વડે દબાવીને ઘસો, જેથી, જારા ના કાણાઓમાંથી લોટ પસાર થઇ, ગરમ તેલમાં પડશે.

 

પછી, જારા પરથી ચોંટી ગયેલો લોટ કાઢી લઈ, જારો એક બાજુ રાખી દો.

 

બીજા એક જારા વડે, ગરમ તેલમાં પડેલા ગાંઠીયા ને ફેરવો, જેથી, ગાંઠીયા બધી બાજુ બરાબર તળાય જાય.

 

ગાંઠીયા બરાબર કરકરા તળાય જાય એટલે ગરમ તેલમાંથી કાઢી લઈ, કીચન ટીસ્યુ પર રાખી દો.

 

ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, તાજા પીરસો અથવા એક એરટાઇટ બરણીમાં ભરી દો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 2 Persons

 

Ingredients:

Water ¼ cup

Salt to taste or Black Salt Powder ½  ts

Asafoetida Powder ¼ ts

Oil 1 tbsp

Red Chilli Powder 1 tbsp

Gram Flour / Besan 1 cup

 

Oil for deep frying

 

Method:

 

Take ¼ cup water in a kneading bowl.

 

Add Salt or Black Salt Powder, Asafoetida, 1 tbsp of Oil and Red Chilli Powder. Mix well.

 

Now, add Gram Flour gradually while mixing well. Prepare dough not very stiff, not very soft as well. Keep it a side.

 

Apply little Oil on a slotted spoon.

 

 

Now, heat Oil on high flame for deep frying.

 

 

When Oil is heated, arrange or hold a slotted spoon over heated Oil.

 

Take a fistful of prepared dough on slotted spoon.

 

Now, using a big spoon or your palm, press dough sliding on slotted spoon. Dough will pass through slots of spoon and fall in heating Oil.

 

Then, remove dough stuck on slotted spoon and keep a side.

 

Using another slotted spoon, flip Gathiya in heating Oil to fry well all aroung.

 

When fried well to crispy, remove from heating Oil and keep on a kitchen tissue.

 

Leave for few minutes to cool off.

 

Then, serve fresh or store in an airtight container.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!