નવરત્ન કોરમા / Navratna Korma

નવરત્ન કોરમા / Navratna Korma

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

વ્હાઇટ ગ્રેવી માટે:

ડુંગળી સમારેલી ૩

શાહજીરું ૧/૨ ટી સ્પૂન

મોટી એલચી ૧

એલચી ૨

તમાલપત્ર ૧

મરી આખા ૪

કાજુ ૧૦

આદું સમારેલો ૧ ટેબલ સ્પૂન

લસણ સમારેલું ૧/૨ ટેબલ સ્પૂન

લીલા મરચાં સમારેલા ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૧ ટેબલ સ્પૂન

દહી ૧/૨ કપ

 

શાક માટે:

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

આદું-લસણ-લીલા મરચાં સમારેલા ૧ ટેબલ સ્પૂન

મીક્ષ વેજીટેબલ ૧ બાઉલ

(ફુલકોબી, ગાજર, લીલા વટાણા, ફણસી)

મીઠું સ્વાદ મુજબ

સફેદ મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ટીન્ડ પાઇનેપલ ૨ ટેબલ સ્પૂન

 

રીત:

વ્હાઇટ ગ્રેવી માટે:

એક પૅનમાં ૧/૨ કપ જેટલું પાણી ગરમ કરો.

 

પાણી ગરમ થઈ જાય એટલે એમાં, તેલ અને દહી સીવાયની, વ્હાઇટ ગ્રેવી માટેની બધી જ સામગ્રી ઉમેરો. બરાબર મીક્ષ કરો અને પૅનને ઢાંકી, મધ્યમ તાપે થોડી વાર માટે પકાવો.

 

બધુ બરાબર પાકી જાય એટલે, પૅનને તાપ પરથી હટાવી, ઠંડુ થવા માટે થોડી વાર માટે રાખી મુકો.

 

ઠંડુ થઈ જાય એટલે ગરણી વડે ગાળીને બધા જ ખડા મસાલા (આખા મસાલા) કાઢી લઈ, મીક્ષરની એક જારમાં લઈ લો. થોડું દહી ઉમેરી, એકદમ જીણું પીસી લો.

 

હવે જરૂર જણાય તો તૈયાર થયેલું મીશ્રણ ગરણી વડે ગાળી લો. કોઈ પણ મસાલા કરકરા ના રહી જવા જોઈએ.

 

હવે, એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, તૈયાર કરેલું મીશ્રણ ઉમેરી, બરાબર સાંતડી લો.

 

વ્હાઇટ ગ્રેવી તૈયાર છે. એને એક બાજુ રાખી દો. પછીથી ઉપયોગમાં લઈશું.

 

શાક માટે:

એક પૅનમાં ઘી અને તેલ એકીસાથે ગરમ કરો.

 

એમાં, જીરું, સમારેલા આદું-લસણ-લીલા મરચાં ઉમેરો અને સાંતડી લો.

 

પછી એમાં, મીક્ષ વેજીટેબલ અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરો. ખ્યાલ રાખો કે વ્હાઇટ ગ્રેવી કે જે પછીથી ઉમેરીશું, એમાં પણ મીઠું છે.

 

હવે એમાં થોડું પાણી ઉમેરો અને મધ્યમ તાપે પકાવો.

 

મીક્ષ વેજીટેબલ બરાબર પાકી જાય એટલે તૈયાર કરેલી વ્હાઇટ ગ્રેવી અને સફેદ મરી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરો. વેજીટેબલ છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

પછી એમાં, ટીન્ડ પાઇનેપલ ઉમેરી, બરાબર મીક્ષ કરો.

 

નવરત્ન કોરમા તૈયાર છે. એને એક બાઉલમાં લઈ લો.

 

ટીન્ડ પાઇનેપલ ના ૧ કે ૨ નાના ટુકડા મુકી સજાવો.

 

પસંદ મુજબ રોટી, નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.

 

રેસ્ટોરન્ટ ના મેનુમાંથી આપણે સૌને એકાદ ફેવરીટ શાક હોય જ છે. નવરત્ન કોરમા પણ આપણામાંથી ઘણાંનું ફેવરીટ હશે જ. તો એ સૌ માટે આ રહ્યું.. નવરત્ન કોરમા.. વ્હાઇટ ગ્રેવી સાથે.. તો ચાલો રસોડામાં અને બનાવીએ ફેવરીટ શાક..

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 2 Persons

 

Ingredients:

For White Gravy:

Onion chopped 3

Black Cumin Seeds (shah jeeru) ½ ts

Big Cardamom 1

Cardamom 2

Cinnamon Leaf 1

Black Pepper whole 4

Cashew Nuts 10

Ginger chopped 1 tbsp

Garlic chopped ½ tbsp.

Green Chilli chopped 1 tbsp

Salt to taste

Oil 1 tbsp

Curd ½ cup

 

For Sabji:

Ghee 1 tbsp

Oil 1 tbsp

Cumin Seeds ½ ts

Ginger-Garlic-Green Chilli chopped 1 tbsp

Mix Vegetables 1 bowl

(Cauliflower, Carrot, Green Peas, French Beans)

Salt to taste

White Pepper Powder ½ ts

Tinned Pineapple 2 tbsp

 

Method:

For White Gravy:

Heat ½ cup of water in a pan.

 

When water is hot, add all listed ingredients for White Gravy except Oil and Curd. Mix well and cover pan with a lid and cook on medium flame.

 

When cooked well, leave it a side for few minutes to cool off.

 

When cooled off, using strainer, remove all whole spices from it and take all whole spices in a jar of mixer. Add Curd and crush very well to fine texture.

 

Strain prepared mixture only if it is required. Make sure not to leave coarse spices in the mixture.

 

Now, heat oil in a pan.

 

Add prepared mixture and sauté very well.

 

White gravy is ready. Keep a side to use later.

 

For Sabji:

Heat Ghee and Oil together in a pan.

 

Add Cumin Seeds, chopped Ginger-Garlic-Green Chilli and sauté.

 

Add Mix Vegetable and Salt and mix well. Be remembered that Salt is there in White Gravy also, which we shall add later.

 

Add little water and cook on medium flame.

 

When Mix Vegetable is cooked well, add prepared White Gravy and White Pepper and mix very well taking care of not crushing Vegetable.

 

Add Tinned Pineapple and mix well.

 

Navratna Korma is ready. Remove it in a serving bowl.

 

Garnish with 1 or 2 small pieces of Tinned Pineapple.

 

Serve Fresh and Hot with Roti, Naan or Paratha of choice.

 

All of us have a favourite Sabji from a restaurant menu. Navratna Korma must be a favourite one of many and here it is for them.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!