તૈયારી માટે ૩૦ મિનિટ
બેકિંગ માટે ૩૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
પાઈનેપલ કોકોનટ ગ્રેવી માટે :
તાજુ નારીયળ સમારેલું ૧/૨ કપ
નારીયળ પાણી ૨ ટેબલ સ્પૂન
ડુંગળી સ્લાઇસ કાપેલી ૨
પાઈનેપલ જીણું સમારેલું ૧ કપ
લસણ ૫-૬ કળી
તજ નાના ટુકડા ૨
લવીંગ ૫-૬
બાદીયા ૨
મરી આખા ૫-૬
એલચો / મોટી એલચી ૧
મરચા ૧
મીઠુ સ્વાદ મુજબ
વઘાર માટે :
માખણ ૧ ટેબલ સ્પૂન
તેલ ૨ ટેબલ સ્પૂન
ક્રીમ ૩ ટેબલ સ્પૂન
ગરમ મસાલો ૧ ટી સ્પૂન
એલચી પાઉડર ચપટી
કોફતા ના પડ માટે :
બટેટા બાફેલા છુંદેલા ૧
પનીર ૫૦ ગ્રામ
મીઠુ સ્વાદ મુજબ
મરી પાઉડર ૧ ટી સ્પૂન
કોફતા ના પુરણ માટે :
તાજો નારીયળ પાઉડર ૨ ટેબલ સ્પૂન
પાઈનેપલ જીણું સમારેલું ૧ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
ગરમ મસાલો ચપટી
ખાંડ ચપટી
એલચી પાઉડર ચપટી
કાજુ ટુકડા ૧ ટેબલ સ્પૂન
કૉર્ન ફ્લૉર ૧ ટેબલ સ્પૂન
તળવા માટે તેલ
સજાવટ માટે કાજુ ટુકડા
રીત :
પાઈનેપલ કોકોનટ ગ્રેવી માટે :
ઓવન પ્રી-હીટ કરી લો.
સમારેલું તાજુ નારીયળ, ડુંગળી, પાઈનેપલ, લસણ, તજ, લવીંગ, બાદીયા, આખા મરી, એલચો અને મરચા, આ બધુ જ એક ફોઈલ પેપર ઉપર એકીસાથે લઈ લો અને પ્રી-હીટ કરેલા ઓવનમાં ૧૫૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.
પછી, બૅક કરેલી બધી સામગ્રી, મીક્ષરની જારમાં લઈ લો. એમા મીઠુ અને નારીયળ પાણી ઉમેરી, એકદમ પીસી લો.
વઘાર માટે :
એક પૅન માં માખણ અને તેલ સાથે જ ગરમ કરો.
એમા, બૅક કરીને પીસેલી સામગ્રી, કોકોનટ મીલ્ક, ક્રીમ, ગરમ મસાલો અને એલચી પાઉડર ઉમેરો.
થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહી, ૪ થી ૫ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.
પાઈનેપલ કોકોનટ ગ્રેવી તૈયાર છે.
કોફતા ના પડ માટે :
એક બાઉલમાં બાફેલા છુંદેલા બટેટા લો.
એમા પનીર, મીઠુ, મરી પાઉડર ઉમેરો અને બરાબર મીક્ષ કરો. એક બાજુ રાખી દો.
કોફતા ના પુરણ માટે :
તાજો નારીયળ પાઉડર, જીણું સમારેલું પાઈનેપલ, મીઠુ, ગરમ મસાલો, ખાંડ, એલચી પાઉડર, કાજુ ટુકડા, આ બધુ એકીસાથે, એક બાઉલમાં લો અને બરાબર મીક્ષ કરો. એક બાજુ રાખી દો.
કોફતા બનાવવા માટે :
તૈયાર કરેલા બટેટાના મિક્સચરમાંથી નાનો લુવો લો અને બોલ બનાવો. બે હથેળી વચ્ચે હળવેથી દબાવીને જાડો નાનો ગોળ આકાર આપો અને એક હથેળીની ઉપર ગોઠવો.
એની વચ્ચે ૨ થી ૩ ટી સ્પૂન જેટલુ પુરણ મુકો અને હથેળી વાળી લઈ, પુરણ રેપ કરી, બોલ બનાવી લો.
આ રીતે બધા બોલ તૈયાર કરી લો અને કૉર્ન ફ્લૉરમાં રગદોળી, કોટ કરી લો.
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.
તૈયાર કરેલા બધા બોલ જરા આકરા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં ફેરવો.
કોફતા તૈયાર છે.
કરી બનાવવા માટે :
એક પૅન માં ૨ ટેબલ સ્પૂન જેટલુ તેલ ગરમ કરો.
એમા ૧ ૧/૨ કપ જેટલી પાઈનેપલ કોકોનટ ગ્રેવી ઉમેરો.
ગ્રેવી ગરમ થઈ જાય એટલે એમા કોફતા ઉમેરો અને મીક્ષ કરતાં કરતાં ૩ થી ૪ મિનિટ માટે પકાવો. કોફતા તુટી કે છુંદાય ના જાય એ કાળજી રાખો.
પૅન ના તળીયે. ગ્રેવી ચોંટી કે બળી ના જાય એ માટે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું. અંતે પાણી બિલકુલ રહેવું ના જોઈએ.
પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
એની ઉપર કાજુ ટુકડા છાંટી, સજાવો.
રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ પીરસો.
મલાઈ જેવા મુલાયમ કોફતા મમળાવો, પાઈનેપલના ઝાયકા સાથે.
Preparation time 30 minutes
Baking time 30 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
For Pineapple Coconut Gravy:
Fresh Coconut chopped ½ cup
Coconut Water 2 tbsp
Onion Slices of 2 onion
Pineapple chopped small pieces 1 cup
Garlic buds 5-6
Cinnamon 2 pcs
Clove Buds 5-6
Star Anise 2
Black Pepper granules 5-6
Big Cardamom 1
Green Chilli 1
Salt to taste
For Tempering:
Butter 1 tbsp
Oil 2 tbsp
Cream 3 tbsp
Garam Masala 1 ts
Cardamom Powder Pinch
For Outer Layer of Kofta:
Potato boiled and mashed 1
Cottage Cheese (Paneer) 50 gm
Salt to taste
Black Pepper Powder 1 ts
For Kofta Stuffing:
Fresh Coconut Powder 2 tbsp
Pineapple chopped small pieces 1 tbsp
Salt to taste
Garam Masala Pinch
Sugar Pinch
Cardamom Powder Pinch
Cashew Nuts broken pieces 1 tbsp
Corn Flour 1 tbsp
Oil to deep fry
Cashew Nuts broken pieces for garnishing.
Method:
For Pineapple Coconut Gravy:
On a foil paper, take Fresh Coconut, Onion, Pineapple, Garlic, Cinnamon, Clove Buds, Star Anise, Black Pepper granules, Big Cardamom and Green Chilli. Bake for 30 minutes at 150° in pre-heated oven.
Remove baked ingredients in a wet grinding jar of your mixer. Add Salt and Coconut Water. Grind well.
For Tempering:
Heat Butter and Oil in a pan. Add ground mixture, Coconut Milk, Cream, Garam Masala and Cardamom Powder. Cook on medium flame for 4-5 minutes while stirring slowly and occasionally.
Pineapple Coconut Gravy is ready.
For Outer Layer of Kofta:
Take boiled and mashed Potato in a bowl. Add Cottage Cheese, Salt and Black Pepper Powder. Mix well and keep a side to use later.
For Kofta Stuffing:
Take in a bowl, Fresh Coconut Powder, chopped Pineapple, Salt, Garam Masala, Sugar, Cardamom Powder and broken pieces of Cashew Nuts. Mix well. Keep a side to use later.
For Kofta:
Take small lump of prepared Potato mixture. Make a ball of it. Then, expand it to small round thick shape pressing it lightly. Put a 2-3 ts of prepared stuffing in the middle of it and wrap the stuffing. Give a ball shape. Repeat to prepare number of balls.
Coat all prepared balls with Corn Flour.
Heat Oil to deep fry.
Deep fry all prepared balls. Kofta ready.
Heat 2 tbsp of Oil in a pan. Add 1 ½ cup of prepared Gravy. When Gravy is hot, add prepared Kofta and cook for 3-4 minutes while mixing well taking care of not damaging Kofta in Gravy. Add very little water only if needed to avoid burning of Gravy at the bottom of the pan.
Remove in a serving bowl.
Garnish with sprinkle of broken pieces of Cashew Nuts.
Serve Hot with Roti or Naan.
Enjoy Yummy Kofta with Touch of Pineapple Flavour…
No Comments