પોટેટો ઑ ગ્રેતીં / બટેટા ની બેક્ડ ડીશ / Potatoes au Gratin / Bateta ni Baked Dish

પોટેટો ઑ ગ્રેતીં / બટેટા ની બેક્ડ ડીશ / Potatoes au Gratin / Bateta ni Baked Dish

તૈયારી માટે ૧૦ મિનિટ

બૅકિંગ માટે ૩૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

બટેટા ૩

ડુંગળી ૧

માખણ ૩ ટેબલ સ્પૂન

લસણ ની પેસ્ટ ૨ ટી સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

મેંદો ૧ ટેબલ સ્પૂન

દુધ ૧ કપ

પ્રોસેસ્ડ ચીઝ ૩૦ ગ્રામ

ચેડાર ચીઝ ૩૦ ગ્રામ

 

સજાવટ માટે તુલસી ના પાન

 

રીત:

બટેટા અને ડુંગળી ની સ્લાઇસ કાપી લો.

 

પછી, બધી સ્લાઇસ ને એક બેકિંગ ડીશ પર ગોઠવી દો.

 

એક નાના બાઉલમાં થોડું માખણ લો.

 

એમાં, લસણ ની પેસ્ટ, મરી પાઉડર અને મીઠું ઉમેરો.

 

પછી, એને ઓગાળી લો અને બેકિંગ ડીશ પર ગોઠવેલી બધી સ્લાઇસ પર લગાવી દો.

 

હવે, બેકિંગ ડીશ ને એલ્યુમીનીયમ ફોઈલ વડે ઢાંકી દો અને પ્રીહીટ કરેલા ઓવેનમાં 200ﹾ પર ૫ મિનિટ માટે બૅક કરી લો.

 

એ દરમ્યાન, વ્હાઇટ સૉસ તૈયાર કરી લો.

 

એક પૅનમાં બાકીનું માખણ ગરમ કરો.

 

એમાં, મેંદો ઉમેરી, સાંતડી લો.

 

સાંતડાય જાય એટલે એમાં, દુધ ઉમેરી, થોડી વાર પકાવો. પૅન ના તળીયે ચોંટી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહેવું.

 

પછી એમાં, બંને ચીઝ અડધા અડધા ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. પછી, તરત જ એ મીશ્રણને, બેકિંગ ડીશ પરની બૅક કરેલી સ્લાઇસ પર બરાબર લગાવી દો.

 

ફરી, બેકિંગ ડીશ ને એલ્યુમીનીયમ ફોઈલ વડે ઢાંકી દો અને પ્રીહીટ કરેલા ઓવેનમાં 200ﹾ પર ૨૦ મિનિટ માટે બૅક કરી લો.

 

પછી એની ઉપર, બાકી રહેલા બંને ચીઝ ખમણીને ભભરાવી દો.

 

હવે ફરી, ચીઝ ઓગળી જાય ફક્ત એટલું જ બૅક કરી લો.

 

પછી, એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

તુલસી ના પાન વડે સજાવી દો.

 

તાજે તાજી જ પીરસો.

Preparation time 10 minutes

Baking time 30 minutes

For 2 Persons

 

Ingredients:

Potato 3

Onion 1

Butter 3 tbsp

Garlic Paste 2 ts

Black Pepper Powder 1 ts

Salt to taste

Refined White Wheat Flour (Maida) 1 tbsp

Milk 1 cup

Processed Cheese 30g

Cheddar Cheese 30g

 

Fresh Basil Leaves for garnishing

 

Method:

Cut slices of Potatoes and Onion.

 

Then, arrange all slices on baking dish.

 

Take little Butter in a small bowl.

 

Add Garlic Paste, Black Pepper Powder and salt.

 

Then, melt it and apply on all slices on baking dish.

 

Now, cover prepared baking dish with alluminium foil and back for 5 minutes at 200ﹾ in preheated oven.

 

Meanwhile, prepare white sauce.

 

Heat remaining Butter in a pan.

 

Add Refined White Wheat Flour and sauté.

 

When sautéed, add Milk and cook while stirring occasionally to prevent sticking at the bottom of the pan.

 

Then, add half of Processed Cheese and half of Cheddar Cheese and mix well. Then, immediately apply prepared mixture on baked slices on baking dish.

 

Again, cover the baking dish with alluminium foil and back for 20 minutes at 200ﹾ in preheated oven.

 

Then, grate remaining both Cheese and sprinkle on it.

 

Now, bake it only to melt sprinkled Cheese.

 

Then, take it on a serving plate.

 

Garnish with Fresh Basil Leaves.

 

Serve fresh.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!