તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી:
ચાસણી માટે:
ખાંડ ૧ કપ
બીટરૂટ જ્યુસ ૧/૪ કપ
ગુલાબજળ ૧ ટી સ્પૂન
એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન
જલેબી માટે:
મેદો ૧ કપ
ફ્રુટ સોલ્ટ ૫ ગ્રામ (ઇનો ૧ સચેટ)
ઘી ૧ ટેબલ સ્પૂન
બીટરૂટ જ્યુસ ૨ ટેબલ સ્પૂન
તળવા માટે ઘી
રીત:
ચાસણી માટે:
ચાસણી માટેની બધી જ સામગ્રી એકીસાથે એક પૅનમાં લો.
એમાં ૧/૨ કપ જેટલું પાણી ઉમેરી, તાપ પર મુકો.
પૅનમાં તળીયે ચોંટી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો.
થોડી ચીકાશ વાળી ચાસણી તૈયાર થઈ જાય એટલે તાપ પરથી હટાવી લો.
ચાસણી તૈયાર છે. એક બાજુ રાખી દો.
જલેબી માટે:
મેંદો, ઘી અને ફ્રુટ સોલ્ટ, બધુ એકીસાથે એક બાઉલમાં લઈ, બરાબર મીક્ષ કરી દો.
એમાં બીટરૂટ જ્યુસ ઉમેરી, થોડું ઘટ્ટ ખીરું બનાવવા માટે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી, ખીરું તૈયાર કરી લો.
હવે, તૈયાર કરેલું ખીરું, એક પાઈપીંગ બેગમાં ભરી, પાઈપીંગ બેગને છેડેથી થોડી કાપી નાખો.
તળવા માટે ધીમા તાપે ઘી ગરમ કરો.
ખીરું ભરેલી પાઈપીંગ બેગ વડે, ગરમ ઘી માં જલેબી આકારમાં ખીરું પાડો. આ રીતે પૅનમાં સમાય એટલી જલેબી પાડી લો.
બધી જલેબીને થોડી કરકરી થઈ જાય એટલી તળી લો.
બધી જલેબી બરાબર તળાય જાય એટલે, જારા વડે બધી જલેબી ઘી માંથી બહાર કાઢી લઈ, વધારાનું ઘી નીતારી લઈ, સીધી જ ગરમ ચાસણીમાં ૨ મિનિટ માટે ઝબોડી રાખો પછી, ચાસણીમાંથી બહાર કાઢી લો.
અસલી સ્વાદ ની મોજ માટે તાજે તાજી અને ગરમા ગરમ જલેબી, ફાફડા સાથે પીરસો.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
For 4 Persons
Ingredients:
For Sugar Syrup:
Sugar 1 cup
Beetroot Juice ¼ cup
Rose Water 1 ts
Cardamom Powder ½ ts
For Jalebi:
Refined White Wheat Flour (Maida) 1 cup
Fruit Salt 5g (Eno 1 sachet)
Ghee 1 tbsp
Beetroor Juice 2 tbsp
Ghee to deep fry
Method:
For Sugar Syrup:
Take all listed ingredients for Sugar Syrup in a pan.
Add ½ cup water and put pan on flame.
Stir occasionally to prevent sticking at bottom of pan.
When the content become sticky, remove pan from flame.
Sugar Syrup is ready. Keep it a side.
For Jalebi:
Take Refined White Wheat Flour, Ghee and Fruit Salt all together in a bowl and mix very well.
Add Beetroot Juice. Add water gradually as needed to prepare little thick Batter.
Fill prepared Batter in a piping bag and cut little a tip of piping bag.
Heat Ghee to deep fry on low flame.
Using filled piping bag, pour Batter in heated Ghee giving Jalebi shape. Repeat to put number of Jalebi in Ghee.
Deep fry to crispy.
When deep fried well, remove Jalebi from Ghee using slotted spoon, straining excess Ghee and dip them direct in hot Sugar Syrup. Keep them dipped for approx. 2 minutes. Then, remove from Sugar Syrup.
Serve Fresh and Hot Jalebi to taste at its best with Fafda.
No Comments