તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી :
બટેટી બાફેલી ૫
ગાજર મોટા ટુકડા સમારેલા ૧
ફણસી સમારેલી ૧/૨ કપ
ફુલકોબી મોટા ટુકડા સમારેલી ૧ કપ
કેપ્સિકમ મોટા ટુકડા સમારેલા ૧
લીલી ડુંગળી સમારેલી ૫
ટમેટા મોટા ટુકડા સમારેલા ૨
કોકોનટ ઓઇલ ૪ ટેબલ સ્પૂન
જીરું ૧ ટી સ્પૂન
તાજુ નારિયળ ખમણ ૪ ટેબલ સ્પૂન
સીંગદાણા પાઉડર ૪-૫ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
પેસ્ટ માટે :
લીલું લસણ સમારેલું ૫ ટેબલ સ્પૂન
મરચા ૩-૪
આદુ નાનો ટુકડો ૧
લીલી હળદર નાનો ટુકડો ૧
મીઠુ સ્વાદ મુજબ
રીત :
પેસ્ટ માટે :
પેસ્ટ માટેની બધી જ સામગ્રી એકીસાથે મીક્ષરની જારમાં લો અને એકદમ જીણું પીસી લઈ, પેસ્ટ તૈયાર કરી લો. એક બાજુ રાખી દો. પાણી બિલકુલ ઉમેરવું નહી.
એક પૅન માં ધીમા તાપે કોકોનટ ઓઇલ ગરમ કરો.
એમા જીરું ઉમેરો. તતડે એટલે ગાજર ઉમેરો.
ગાજર નરમ થઈ જાય એટલે ફણસી, ફુલકોબી, કેપ્સિકમ, લીલી ડુંગળી અને ટમેટા ઉમેરો. થોડી થોડી વારે હલાવતા રહી, મધ્યમ તાપે ૪ થી ૫ મિનિટ માટે પકાવો.
પછી, બાફેલી બટેટી, મીઠુ અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. બટેટી છુંદાય ના જાય એ કાળજી રાખી, ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરો. મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.
પછી, તાજુ નારિયળ ખમણ અને સીંગદાણા પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો. બટેટી છુંદાય ના જાય એ કાળજી રાખો. હજી ૩ થી ૪ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.
પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
સજાવવા માટે તાજુ નારિયળ ખમણ છાંટો.
રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ પીરસો.
નારિયળ ની તાજગીભરી સોડમ સાથે મિક્સ વેજીસ નો મસ્ત સ્વાદ માણો.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
For 4 Persons
Ingredients:
Baby Potato boiled 5
Carrot chopped big pieces 1
French Beans chopped ½ cup
Coli Flower chopped big pieces 1 cup
Capsicum chopped big pieces 1
Spring Onion chopped 5
Tomato chopped big pieces 2
Coconut Oil 4 tbsp
Cumin Seeds 1 ts
Fresh Coconut grated 4 tbsp
Peanuts Powder 4-5 tbsp
Salt to taste
For Paste:
Spring Garlic chopped 5 tbsp
Green Chilli 3-4
Ginger 1 small piece
Fresh Turmeric 1 small piece
Salt to taste
Method:
Take chopped Spring Garlic, Green Chilli, Ginger, Fresh Turmeric and Salt in a wet grinding jar of mixer. Grind to prepare paste. No need of water.
Heat Coconut Oil in a pan. Add Cumin Seeds. When spluttered, add chopped big pieces of Carrot. When softens, add chopped French Beans, Coli Flower, Capsicum, Spring Onion and Tomato. Cook for 4-5 minutes on medium flame while stirring occasionally. Add boiled Baby Potato, Salt and prepared Paste. Turn over the stuff while on the medium flame taking care of not crushing Baby Potato. Cook for 3-4 minutes on medium flame. Add grated Fresh Coconut and Peanuts Powder. Mix well again taking care of not crushing Baby Potato. Cook for another 3-4 minutes.
Remove the cooked stuff in a serving bowl.
Sprinkle Fresh Coconut Powder to garnish.
Serve Hot with Roti or Naan.
Enjoy Refreshing Aroma of Coconut with Various Veges…
No Comments