તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
બૅકીંગ માટે ૧૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી :
બટેટા ૪
મીઠુ સ્વાદ મુજબ
માખણ ૫૦ ગ્રામ
ક્રીમ ૩ ટેબલ સ્પૂન
ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન
મરી પાઉડર ૧/૮ ટી સ્પૂન
લસણ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન
સજાવટ માટે ચીલી ફલૅક્સ
રીત :
બટેટાની છાલ કાઢી નાખો અને એની ઉપર મીઠુ છાંટી દો.
એક પ્રેશર કૂકરમાં બટેટા બાફી લો.
બાફેલા બટેટા હજી થોડા ગરમ હોય ત્યારે જ છુંદી નાખો. સરળતા માટે ખમણી અથવા સ્કવીઝર નો ઉપયોગ કરો. કોઈ ટુકડા ના રહી જાય એ ખાસ જોવું.
હવે, છુંદેલા બટેટા એક પૅન માં લો. એમા આશરે ૩૦ ગ્રામ જેટલુ માખણ અને ક્રીમ ઉમેરો અને ધીમા તાપે પૅન મુકો.
એમા, ચીલી ફલૅક્સ, મરી પાઉડર અને લસણ ની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો અને ધીમા તાપે થોડી વાર માટે પકાવો.
જરા ઠંડુ થવા થોડી વાર માટે રાખી મુકો.
પછી, સ્ટાર નોઝલ સાથેની પાઈપીંગ બેગ માં ભરી લો.
બેકિંગ ડીશ પર, પાઈપીંગ બેગ વડે પસંદ મુજબ ની ડીઝાઇન કરી લો.
બાકી રહેલું માખણ ઓગાળી, બેકિંગ ડીશ પર પાડેલી ડીઝાઇન ઉપર ફેલાવીને રેડી દો.
એની ઉપર ચીલી ફલૅક્સ છાંટી દો.
ઓવન પ્રી-હીટ કરી લો.
પ્રી-હીટ કરેલા ઓવનમાં, તૈયાર કરેલી બેકિંગ ડીશ મુકો.
૨૦૦° પર ૧૦ મિનિટ માટે બૅક કરી લો.
બૅક થઈ જાય એટલે ઓવનમાંથી બહાર કાઢી લઈ, તરત જ પીરસો.
રજાના દિવસોમાં ઘરે આરામ કરતાં કરતાં કઈક અલગ જ નાસ્તાની મજા લો.
Preparation time 5 minutes
Cooking time 20 minutes
Baking time 10 minutes
For 4 Persons
Ingredients:
Potatoes 4
Salt to taste
Butter 50g
Cream 3 tbsp
Chilli Flakes ½ ts
Black Paper Powder 1/8 ts
Garlic Paste ½ ts
Chilli Flakes for garnishing
Method:
Peel all Potaotes. Sprinkle Salt over Potatoes.
Boil Potatoes in a pressure cooker.
Mash boiled Potatoes when they are still hot after boiling. Use grater or squeezer to mash. Make sure not to leave any lump.
Take mashed Potatoes in a pan. Add approx. 30g of Butter and Cream. Put it on low flame to cook.
Add Chilli Flakes, Black Pepper Powder and Garlic Paste. Mix well and continue cooking for a while.
Leave it to cool off a bit.
Fill it in a piping bag with star nozzle.
Fill in a baking dish with piping bag making a design of your choice.
Melt remaining Butter and spread over the stuff on a baking dish.
Sprinkle Chilli Flakes.
Preheat oven.
Bake it for 10 minutes at 200ﹾ.
Serve immediately after removing from oven.
Have something different snack while relaxing at home on holidays.
No Comments