મગ ના વડા / Mag na Vada

મગ ના વડા / Mag na Vada

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

મગ પલાડેલા ૧/૨ કપ

ડુંગળી બારીક સમારેલી ૧

આદું-મરચાંની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી બારીક સમારેલી ૨ ટેબલ સ્પૂન

ચણા નો લોટ ૧ ટેબલ સ્પૂન

મકાઈનાં પૌવાનો પાઉડર ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે ચટણી

 

રીત:

મીક્ષરની જારમાં પલાડેલા મગ લઈ, કરકરા પીસી લઈ, એક બાઉલમાં લઈ લો.

એમાં, બારીક સમારેલી ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ, બારીક સમારેલી ધાણાભાજી, ચણા નો લોટ, મકાઈનાં પૌવાનો પાઉડર અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. પાણી ઉમેરવાની જરૂર નહી પડે. કઠણ મિશ્રણ તૈયાર થશે.

 

હવે, આ મિશ્રણમાંથી નાની નાની ટિક્કી બનાવી લો.

 

પછી, તળવા માટે તેલ ગરમ કરો.

 

ગરમ થયેલા તેલમાં, બધી ટિક્કી તળી લો. બંને બાજુ બરાબર તળવા માટે બધા વડાને તેલમાં ઉલટાવવા. જો નરમ વડા બનાવવા હોય તો આછા ગુલાબી થાય ત્યાં સુધી તળો અને જો કરકરા બનાવવા હોય તો જરા આકરા તળો.

 

ચટણી સાથે તાજા અને ગરમા ગરમ પીરસો.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

For 2 persons

 

Ingredients:

Green Gram soaked ½ cup

Onion finely chopped 1

Ginger-Chilli Paste 1 tbsp

Fresh Coriander Leaves finely chopped 2 tbsp

Gram Flour 1 tbsp

Corn Flakes Powder 2 tbsp

Salt to taste

Oil to deep fry

Chutney for serving

 

Method:

Take soaked Green Gram in a jar of mixer. Crush coarse and take it in a bowl.

 

Add finely chopped Onion, Gigner-Chilli Paste, finely chopped Fresh Coriander Leaves, Gram Flour, Corn Flakes Powder and Salt. Mix very well. No need to add water at all. It will become stiff mixture.

 

Prepare number of Tikki (small round thick shape) from prepared mixture.

 

Heat Oil to deep fry.

 

Deep fry all prepared Tikki in heated Oil. Flip to fry both sides well. Fry to light brownish if you prefer soft or fry dark brownish if you prefer crunchy.

 

Serve fresh and hot with Chutney.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!