અજમા ના પાન ના રોટલા / Ajma na Paan na Rotla / Carom Leaves Rotla

અજમા ના પાન ના રોટલા / Ajma na Paan na Rotla / Carom Leaves Rotla

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ રોટલા

 

સામગ્રી :

બાજરી નો લોટ ૧ કપ

જુવાર નો લોટ ૧ કપ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

અજમા ના પાન જીણા સમારેલા ૧/૨ કપ

ધાણાભાજી જીણી સમારેલી ૨ ટેબલ સ્પૂન

સેકવા માટે ઘી

 

રીત :

એક કથરોટમાં બાજરી નો લોટ અને જુવાર નો લોટ લો.

 

એમાં હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એમાં આદુ-મરચાં ની પેસ્ટ, જીણા સમારેલા અજમા ના પાન અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ જરા કઠણ લોટ બાંધી લો. એકદમ મસળી લો.

 

બાંધેલા લોટ ના એકસરખા ૪ ભાગ કરી લો.

 

વણવાના પાટલા ઉપર થોડો બાજરી નો લોટ છાંટી દો.

 

બાંધેલા લોટ નો ૧ ભાગ લો અને એનો બોલ બનાવી લો.

 

આ બોલને બાજરીનો લોટ છાંટેલા વણવાના પાટલા પર મુકો અને આ બોલ ઉપર થોડો બાજરી નો લોટ છાંટો.

 

તમારી હથેળી અને આંગળા ઉપર બાજરી નો થોડો લોટ લગાવો.

 

પાટલા પર બોલને તમારી હથેળી અને આંગળા વડે થપથપાવી ગોળ આકાર આપો. કમ સે કમ તમારી હથેળી જેટલી સાઇઝ નો રોટલો બનાવો. એ જરા જાડો હોવો જોઈએ.

 

આ રીતે રોટલો બનાવવા માટે થપથપાવવા દરમ્યાન થોડી થોડી વારે રોટલા ઉપર અને તમારી હથેળી અને આંગળા ઉપર થોડો થોડો બાજરી નો લોટ લગાવતા રહો જેથી રોટલો બનાવવો સરળ રહેશે અને ચોંટશે પણ નહીં.

 

મધ્યમ તાપે તવો ગરમ કરો.

 

ગરમ થયેલા તવા ઉપર ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી રેડો અને તવા પર ફેલાવી દો અને એના ઉપર બનાવેલો રોટલો મુકો. રોટલાને બન્ને બાજુ બરાબર સેકી લો. બળી ના જાય એ ખાસ ખ્યાલ રાખો.

 

પસંદ ના શાક સાથે પીરસો. લીલી ડુંગળી ના શાક સાથે બહુ સ્વાદિષ્ટ લાગશે.

 

પરંપરાગત કાઠીયાવાડી રોટલા, અજમા ના પાન ઉમેરીને થોડા ફેરફાર સાથે.

 

ભારતના શીયાળાની ઠંડીમાં તંદુરસ્તી માટે ખુબ ખુબ પૌષ્ટિક અને શક્તિદાયક.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Yield 4 Rotla

 

Ingredients:

Millet Flour 1 cup

Sorghum Flour 1 cup

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Salt to taste

Ginger-Chilli Paste 1 ts

Carom Leaves chopped ½ cup

Fresh Coriander Leaves chopped 2 tbsp

 

Ghee to fry

 

Method:

Take Millet Flour and Sorghum Flour in a bowl. Add Turmeric Powder, Red Chilli Powder and Salt. Mix well. Add Ginger-Chilli Paste, chopped Carom Leaves and Fresh Coriander Leaves. Mix well. Adding water slowly as needed, knead somehow stiff dough. Knead it much repeatedly.

 

Divide prepared dough in 4 portions of almost same size.

 

Sprinkle little Millet Flour on a rolling board. Take 1 portion of dough and give it a ball shape. Put this dough ball on the rolling board with Millet Flour. Sprinkle little Millet Flour on the dough ball. Apply little Millet Flour on your palm and fingers. Pat dough ball on a rolling board with your palm and fingers to expand and shape it a small round shape. Expand it at least to your palm size. It should be little thick. Sprinkle and apply little Millet Flour on expanding dough ball on a rolling board and also on your palm and finger occasionally as it will make it easier to expand the dough ball as well prevent sticking dough on a rolling board and on your palm.

 

Preheat a roasting pan on medium flame. Pour and spread 1 tbsp of Ghee on preheated pan. Put prepared Rotlo on it and roast it well both sides.

 

Serve Hot with Spring Onion Curry.

 

Traditional Gujarati – Kathiyawadi Rotla with Twisted Taste of Carom Leaves…

 

Sooo Goood for Health during Indian Winter…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!