તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૫-૭ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
તેલ ૧ ટેબલ સ્પૂન
હિંગ ચપટી
રાય ૧/૨ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
કેપ્સિકમ મોટા ટુકડા ૧
લીલી ડુંગળી સમારેલી ૧/૨ કપ
ટમેટા મોટા ટુકડા ૧
હળદર ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
ધાણાજીરું ૨ ટી સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
સેવ ૧/૨ કપ
સ્મોક માટે :
કોલસા, સુકી ડુંગળી ના ફોતરા, ઘી
રીત :
એક પૅન માં તેલ ગરમ કરો.
એમા હિંગ, રાય, જીરું ઉમેરો.
તતડે એટલે કેપ્સિકમ અને લીલી ડુંગળી ઉમેરો. બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.
પછી ટમેટા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપે હજી ૩ થી ૪ મિનિટ માટે પકાવો. પછી તાપ પરથી પૅન હટાવી લો.
સ્મોક માટે :
એક મધ્યમ સાઇઝના કોલસાને ૮ થી ૧૦ મિનિટ માટે ગેસ પર ગરમ કરો.
સુકી ડુંગળીનું એક મોટુ ફોતરું, પૅન માં તૈયાર કરેલા શાક ઉપર મુકો.
એ ફોતરા ઉપર ગરમ થયેલો કોલસો મુકો. એ ગરમ કોલસા ઉપર એક ચમચી જેટલુ ઘી મુકો.
પછી તરત જ પૅન ઢાંકી દો. ૪ થી ૫ મિનિટ માટે ઢાંકેલું રાખો.
પછી, કોલસો બહાર કાઢી લો.
ચમચાથી ધીરે ધીરે શાક ઉપર-નીચે ફેરવી. સ્મોક ની સોડમ શાકમાં બરાબર મિક્સ કરી દો.
હવે સેવ ઉમેરો અને મિક્સ કરી દો.
અજમા ના પાન ના રોટલા સાથે ગરમા ગરમ પીરસો.
શિયાળાની ઠંડીમાં શરીર ગરમાવો, લીલી ડુંગળી નું ધમાકેદાર શાક ખાઓ.
Preparation time 5 minutes
Cooking time 5-7 minutes
For 2 Persons
Ingredients:
Oil 1 tbsp
Asafoetida Powder Pinch
Mustard Seeds ½ ts
Cumin Seeds ½ ts
Capsicum diced 1
Spring Onion chopped ½ cup
Tomato diced 1
Turmeric Powder ½ ts
Red Chilli Powder 1 ts
Corinader-Cumin Powder 2 ts
Garam Masala ½ ts
Salt to taste
Gram Flour Vermicelli (Sev) ½ cup
For Smoke:
Char Coal, Dry Onion Skin, Ghee
Method:
Heat Oil in a pan. Add Asafoetida Powder, Mustard Seeds and Cumin Seeds. When spluttered, add diced Capsicum and chopped Spring Onion. Mix well and cook for 2-3 minutes on medium flame. Add diced Tomato and mix well. Add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Power, Garam Masala and Salt. Mix well and continue cooking on medium flame for 3-4 minutes. Remove the pan from the flame.
For Smoke:
Heat one medium size of Char Coal on gas flame for 8-10 minutes. Put one Dry Onion Skin on the surface of Curry in the pan. Put heated Char Coal on it and a spoonful of Ghee on that Char Coal. Cover the pan with a lid. Leave it for 4-5 minutes. Remove the Char Coal out. Stir prepared Curry with a spoon to mix the aroma of Smoke throughout.
Add Sev and mix well.
Serve Hot with Carom Leaves Rotla…
Heat Up Your Cold Body in Indian Winter…with Spring Onion Curry…
No Comments