અકકરા અડીસીલ / અકકરાવડીસલ / ચોખા અને મગ ની દાળ ની ખીર Akkara Adisil / Akkaravadisal

અકકરા અડીસીલ / અકકરાવડીસલ / ચોખા અને મગ ની દાળ ની ખીર Akkara Adisil / Akkaravadisal

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

ચોખા ૧/૪ કપ

મગ ની છડી દાળ ૨ ટેબલ સ્પૂન

દુધ ૧ લિટર

કેસર ૪-૫ તાર

ગોળ ૧/૪ કપ

ખાંડ ૧/૪ કપ

ઘી ૩ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧/૪ ટી સ્પૂન

કાજુ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક બાઉલમાં ૧/૨ લિટર દુધ લો. એમાં કેસર ઉમેરો અને એક બાજુ રાખી દો.

 

ધીમા તાપે એક નોન-સ્ટીક પૅન ગરમ કરો.

 

એની ઉપર ચોખા અને મગ ની છડી દાળ એકીસાથે જ કોરા સેકી લો. આછા ગુલાબી થઈ જાય એવા સેકી લો.

 

સેકેલા ચોખા અને મગ ની છડી દાળ એક પ્રેશર કૂકર માં લો. એમાં ૧/૨ લિટર પાણી દુધ ઉમેરો અને ૨ સીટી જેટલુ પ્રેશર કૂક કરો. ઠંડુ થવા માટે પ્રેશર કૂકર થોડી વાર રાખી મુકો.

 

પછી, એને પ્રેશર કૂકર ની અંદર જ છુંદી લો અને એમાં ગોળ અને ખાંડ ઉમેરો. બરાબર મિક્સ કરી લો અને પ્રેશર કૂકર બંધ કર્યા વગર જ ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો. થોડી થોડી વારે હલાવતા રહો.

 

પછી, એમાં કેસરવાળું દુધ, એલચી પાઉડર અને ઘી ઉમેરો અને થોડી થોડી વારે હલાવતા રહી, ઘાટુ થઈ જાય ત્યા સુધી ધીમા તાપે પકાવો.

 

પછી, તાપ પરથી પ્રેશર કૂકર હટાવી લો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર કાજુ ભભરાવી સજાવો.

 

નહીં નહીં, પીરસવાનું નથી. પ્રસાદ ધરાવવાનો છે. ભગવાન શ્રી વિષ્ણુ ને આ મુલાયમ, મીઠો પ્રસાદ ધરાવો.

 

તમિલ લોકો આ પ્રસાદમ, નિવેદ્યમ, ભગવાન શ્રી વિષ્ણુ ને ધરાવે છે.

Preparation time 2 minutes

Cooking time 20 minutes

Serving 1

 

Ingredients:

Rice ¼ cup

Skinned and Split Green Gram 2 tbsp

Milk 1 ltr.

Saffron threads 4-5

Jaggery ¼ cup

Sugar ¼ cup

Ghee 3 tbsp

Cardamom Powder ¼ ts

Cashew Nuts for garnishing

 

Method:

Take ½ ltr. of milk in a bowl. Add Saffron and keep it a side.

 

Pre-heat a non-stick pan on low flame. Roast Rice and Skinned and Split Green Gram together to light brownish on low flame.

 

Take Roasted Rice and Skinned and Split Green Gram in a pressure cooker. Add ½ ltr. of milk. Pressure cook up to 2 whistles. Leave pressure cooker to cool down.

 

Mash the pressure cooked stuff just inside the pressure cooker. Then add Jaggery and Sugar. Mix well and cook on low flame for 3-4 minutes. Cook keeping the stuff in pressure cooker but don’t close it with lid. Stir it occasionally.

 

Add Milk with Saffron, Cardamom Powder and Ghee. Continue cooking on low flame while stirring occasionally until it thickens. Then remove the pressure cooker from the flame.

 

Remove prepared stuff in a serving bowl.

 

Garnish with Cashew Nuts.

 

Yo Yo Yummy…Surely Sweety…Purely Holy…

 

Hello…Don’t Serve…Offer…to the Lord Vishnu…

 

One of the Best Offering / Prasadam / Nivedhyam to the Lord Vishnu…by Tamilians…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!