બેબી કોર્ન પોટેટો ચીઝ રેપ્સ / Baby Corn Potato Cheese Wraps

બેબી કોર્ન પોટેટો ચીઝ રેપ્સ / Baby Corn Potato Cheese Wraps
 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

વેજ મિક્સચર માટે :

માખણ ૧ ટેબલ સ્પૂન

પોટેટો વેજીસ ૨ કપ

(બટેટાના જાડા લાંબા ટુકડા)

(અધકચરા બાફેલા)

કેપ્સિકમ ૧/૨ કપ

(લાંબી પટ્ટી જેવા સમારેલા)

બેબી કોર્ન સ્ટ્રીપ્સ ૧/૨ કપ

(બ્લાન્ચ કરેલી)

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

ક્રીમ ચીઝ સૉસ માટે :

પનીર ખમણેલું ૧/૨ કપ

તાજી મલાઈ ૧ ટેબલ સ્પૂન

ચીઝ સ્પ્રેડ ૨ ટેબલ સ્પૂન

બ્લેક ઓલિવ ૬-૭

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

મેયોનેઝ સૉસ માટે :

મેયોનેઝ ૧/૨ કપ

ટોમેટો કેચપ ૨ ટેબલ સ્પૂન

ડુંગળી સ્લાઇસ ૧ ડુંગળીની

લીલા મરચા સમારેલા ૨ ટેબલ સ્પૂન

રાય નો પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

અન્ય :

ગાજર ખમણેલું ૧ કપ

પાલક રોટી ૪

કોબી ના પત્તા ૪

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

વેજ મિક્સચર માટે :

એક પૅન માં માખણ ગરમ કરો. અધકચરા બાફેલા બટેટા ના ટુકડા ઉમેરો. સાંતડાઈ જાય એટલે કેપ્સિકમ, બેબી કોર્ન સ્ટ્રીપ્સ, ચીલી ફલૅક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરો. ધીમા તાપે ૩-૪ મિનિટ સુધી સાંતડો. એક બાજુ રાખી દો.

 

ક્રીમ ચીઝ સૉસ માટે :

ખમણેલું પનીર એક વાટકીમાં લો. તાજી મલાઈ, ચીઝ સ્પ્રેડ, બ્લેક ઓલિવ, ધાણાભાજી, મીઠું ઉમેરો. એકદમ હલાવીને બરાબર મીક્ષ કરી લો. એક બાજુ રાખી દો.

 

મેયોનેઝ સૉસ માટે :

એક વાટકીમાં મેયોનેઝ લો. એમાં ટોમેટો કેચપ, સમારેલા લીલા મરચા, રાય નો પાઉડર, મીઠું મીક્ષ કરો. ડુંગળીની સ્લાઇસ ઉમેરી દો. એક બાજુ રાખી દો.

 

બનાવવા માટે :

એક પાલક રોટી પ્લેટ પર મૂકો. એના ઉપર કોબીનું ૧ પાન મૂકો. એના ઉપર બનાવેલો ક્રીમ ચીઝ સૉસ લગાવો. એના ઉપર બનાવેલું વેજ મિક્સચર લગાવો. એના ઉપર ખમણેલું ગાજર ભભરાવો. એના ઉપર બનાવેલો મેયોનેઝ સૉસ લગાવો.

 

રોટીને બધી બાજુથી વાળીને પડીકું વાળી લો.

 

તાજે તાજું જ પીરસો.

 

જીભને રોટી રેપ્સ ના અનોખા સ્વાદ નો અનોખો અનુભવ આપો.

 

Prep.20 min.

Cooking time 20 min.

Servings 4

Ingredients:

For Veg. Mixture:

Butter                                                  1 tbsp

Potato Wedges parboiled                    2 cup

Capsicum strips                                  ½ cup

Baby Corn strips blanched                 ½ cup

Chilli Flakes                                         1 ts

Oregano                                              ½ ts

Salt to taste

For Cream Cheese Sauce:

Cottage Cheese grated                       ½ cup

Fresh Cream                                       1 tbsp

Cheese Spread                                   2 tbsp

Black Olive                                         6-7

Fresh Coriander Leaves                     1 tbsp

Salt to taste

For Mayonnaise Sauce:

Mayonnaise                                        ½ cup

Tomato Ketchup                                 2 tbsp

Onion slices                                        of 1 onion

Green Chilli chopped                          2 tbsp

Mustard Powder                                 ½ ts

Salt to taste

Other Ingredients:

Carrot grated                                       1 cup

Spinach Roti                                       4

Cabbage Leaves                                 4

Salt to taste

Method:

For Veg. Mixture:

Heat Butter in a pan on low flame. Add parboiled Potato Wedges. When sautéed to light brownish, add Capsicum strips, blanched Baby Corn strips, Chilli Flakes, Oregano and Salt. Sauté for 3-4 minute on low flame. Keep a side.

For Cream Cheese Sauce:

Take grated Cottage Cheese in a bowl. Add Fresh Cream, Cheese Spread, Black Olive, Fresh Coriander Leaves and Salt. Whisk well. Keep a side.

For Mayonnaise Sauce:

Take Mayonnaise in a bowl. Add Tomato Ketchup, chopped Green Chilli, Mustard Powder and Salt. Mix well. Add Onion slices. Keep a side.

For Assembling:

Put 1 Spinach Roti on a plate. Put 1 Cabbage Leaf on the Roti. Spread Cream Cheese Sauce on it. Spread prepared Veg. Mixture on it. Sprinkle grated Carrot over it. Spread Mayonnaise Sauce on it.

Fold the Roti from all sides to wrap the stuff.

Serve Fresh.

Enjoy Multi Stuffed Roti Wrap…

1 Comment

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!