ચણા ના લોટ નો મેસુબ / Chana na Lot no Mesub / Gram Flour Mesub

ચણા ના લોટ નો મેસુબ / Chana na Lot no Mesub / Gram Flour Mesub

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૨૫ મિનિટ

૧૫-૨૦ નંગ

 

 

સામગ્રી :

ચણા નો લોટ ૧ કપ

ઘી ૩ કપ

ખાંડ ૧ ૧/૪ કપ

ગ્રીસીંગ માટે ઘી

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ઓગળી લો. એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં ૨ ટેબલ સ્પૂન જેટલુ ઓગાળેલું ઘી લો અને ધીમા તાપે મુકો.

 

એમા થોડો થોડો ચણા નો લોટ ઉમેરતા ઉમેરતા રહો, ધીરે ધીરે હલાવતા રહી સોનેરી થઈ જાય ત્યા સુધી સેકી લો. ગઠાં ના રહી જાય એ ખાસ જોવું. સેકાય જાય એટલે એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ખાંડ લો. પૅનમાં ખાંડ ઢંકાઈ જાય એટલું પાણી ઉમેરો અને મધ્યમ તાપે મુકો.

 

થોડી થોડી વારે હલાવતા રહી, ૨ તાર નો ચાસણી તૈયાર કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

પછી, તરત જ, ચાસણી માં સેકેલો લોટ ઉમેરો. થોડી થોડી વારે ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલુ ઘી ઉમેરતા રહો અને સતત, ધીરે ધીરે એક જ દિશામાં હલાવતા રહો. આ રીતે બધુ ઘી ઉમેરી દો.

 

સમથળ તળીયાવાળી પ્લેટ પર ઘી લગાવી દો.

 

એની ઉપર તૈયાર કરેલું મિશ્રણ પાથરી દો અને તવીથા વડે સમથળ ગોઠવી દો.

 

ઠંડુ થવા માટે  થોડી વાર રાખી મુકો.

 

જરા ઠંડુ પડે એટલે પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો. ઠંડુ થવા રાખી મુકો.

 

ચણા ના લોટ નો મેસુબ તૈયાર છે.

 

ગુજરાત ની એક પરંપરાગત મીઠાઇ સાથે તહેવાર અને પ્રસંગોની ઉજવણી કરો.

Preparation time 2 minutes

Cooking time 25 minutes

Yield 15-20 small pcs

 

Ingredients:

Gram Flour 1 cup

Ghee 3 cup

Sugar 1 ¼ cup

Ghee for greasing

 

Method:

Melt Ghee in a pan on low flame. Keep it a side.

 

Take 2 tbsp of Ghee in another pan. Add Gram Flour slowly while stirring to avoid lumps and roast to golden colour. Keep it a side.

 

Take Sugar in a pan. Add Water enough to cover the Sugar in the pan. Put the pan on medium flame. Stir occasionally. Prepare Sugar Syrup of 2 string. Remove the pan from the flame.

 

Add roasted Gram Flour in prepared Sugar Syrup. Stir it slowly and continuously in one direction while adding 2-3 tbsp of melted Ghee frequently. Continue until all Ghee is added.

 

Grease a flat bottom plate. Spread the prepared mixture on the greased plate. Leave it to cool down.

 

When it is cooled down partially, cut in the size and shape of choice and leave to cool down.

 

Gram Flour Mesub is ready.

 

Celebrate with One the Best Traditional Sweet…Mesub…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!