ઘઉ ઓટ્સ બિસ્કીટ / Ghav Oats Biscuits / Biscuits of Whole Wheat Flour and Oats

ઘઉ ઓટ્સ બિસ્કીટ / Ghav Oats Biscuits / Biscuits of Whole Wheat Flour and Oats

તૈયારી માટે ૧૦ મિનિટ

બેકિંગ માટે ૩૦ મિનિટ

૧૨ બિસ્કીટ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧/૨ કપ

ઓટ્સ પાઉડર ૧/૪ કપ

ફ્રોઝન બટર ૧/૪ કપ

મીઠુ સ્વાદ મુજબ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મરચા સમારેલા ૧

લીમડો જીણો સમારેલો ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

દુધ જરૂર મુજબ

 

રીત :

ફ્રોઝન બટર ખમણી લો અથવા એક બાઉલમાં ભાંગી નાખો.

 

એમા દુધ સીવાય બીજી બધી જ સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

 

પછી, જરૂર મુજબ દુધ ઉમેરી કઠણ લોટ બાંધી લો.

 

સમથળ જગ્યા પર પ્લાસ્ટીક પાથરી દો.

 

બાંધેલા લોટનો એક મોટો બોલ બનાવી લો અને પ્લાસ્ટીક પર મુકી જરા જાડો વણી લો.

 

એમાંથી, કૂકી કટર વડે પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.

 

એક બેકિંગ ટ્રે ઉપર આ બધા ટુકડા, એકબીજાથી અલગ અલગ ગોઠવી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પ્રી-હીટ કરેલા ઓવનમાં ૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

બૅક થઈ ગયા પછી ઓવનમાંથી બહાર કાઢી લઈ ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.

 

માઇલ્ડ કોફી અથવા પ્લેન મિલ્ક સાથે એકદમ સરસ લાગશે.

 

પૌષ્ટિક બિસ્કીટ તાજા જ ખાઓ અથવા મન થાય ત્યારે મમળાવવા માટે એર ટાઇટ બરણીમાં ભરી લો.

Preparation time 10 minutes

Baking time 30 minutes

Yield 12 Biscuits

 

Ingredients:

Whole Wheat Flour ½ cup

Oats Powder ¼ cup

Butter frozen ¼ cup

Salt to taste

Sugar Powder 2 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

Green Chilli chopped 1

Curry Leaves fine chopped 1 ts

Black Pepper Powder ½ ts

Milk as needed

 

Plastic sheet to roll on it

 

Method:

Grate or beat frozen Butter in a mixing bowl.

 

Add all other listed ingredients except Milk and mix well.

 

Knead stiff dough adding Milk as needed.

 

Spread a plastic sheet.

 

Make a ball of prepared dough and put it on plastic sheet. Roll it well to little thick.

 

Cut it with a cookie cutter in pieces of size and shape of your choice.

 

Arrange pieces on a baking tray.

 

Pre-heat oven.

 

Bake for 30 minutes at 180° in pre-heated oven.

 

After baking, leave them to cool off to room temperature.

 

Taste at its best with mild Coffee or plain Milk.

 

Have Crunchy Bites of Fresh Healthy Biscuits or Store to Munch Later Anytime…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!