હરીયાલી પોહા / હરીયાલી પૌવા / Hariyali Poha / Greenery Flattened Rice

હરીયાલી પોહા / હરીયાલી પૌવા / Hariyali Poha / Greenery Flattened Rice
 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પેસ્ટ માટે :

નારિયળ ખમણેલું ૧/૪ કપ

લીલા મરચાં ૨

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુનો રસ ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૧ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

અડદ દાળ ૧ ટી સ્પૂન

સૂકા લાલ મરચાં ૨

લીમડો ૮-૧૦

હિંગ ચપટી

 

પોહા / પૌવા ૧ કપ

 

દાડમ ના દાણા સજાવવા માટે

 

રીત :

એકદમ થોડું પાણી છાંટી પૌવા ભીના કરી લો. ફક્ત ભીના જ કરવા, પલાળવા નહી.

 

પેસ્ટ માટેની બધી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લઈ, એકદમ પીસી, જીણી પેસ્ટ બનાવી લો.

 

ભીના કરેલા પૌવા અને બનાવેલી પેસ્ટ બરાબર મીક્ષ કરી લો. પૌવા છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, અડદ દાળ, સૂકા લાલ મરચાં, લીમડો અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે એમાં પેસ્ટ સાથે મીક્ષ કરેલા પૌવા ઉમેરો.

 

ધીમા તાપે પકાવતા હળવે હળવે બરાબર મીક્ષ કરી લો. પૌવા છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

સર્વિંગ પ્લેટમાં લો.

 

દાડમ ના દાણા છાંટી સુશોભિત કરો.

 

તાજા અને ગરમ પીરસો.

 

હળવું અને સંતોષકારક ભોજન.. હરીયાલી પોહા..

 

Prep.10 min.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

For Paste:

Fresh Coconut grated ¼ cup

Green Chilli 2

Fresh Coriander Leaves ½ cup

Lemon Juice 2 tbsp

Sugar 1 ts

Salt to taste

For Tempering:

Oil 1 ts

Mustard Seeds ½ ts

Skinned-Split Black Gram 1 ts

Dry Red Chilli 2

Curry Leaves 8-10

Asafoetida Powder Pinch

 

Poha (Flattened Rice) 1 cup

 

Pomegranate Granules for garnishing

 

Method:

Dampen Flattened Rice with little water.

 

Take all listed ingredients for Paste in a wet grinding jar of your mixer. Crush to fine paste.

 

Mix well dampened Flattened Rice and prepared Paste.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Skinned-Split Black Gram, Dry Red Chilli, Curry Leaves and Asafoetida Powder. When crackled, add Flattened Rice mixed with Paste. Mix well slowly while cooking on low flame. Take care of not mashing Flattened Rice.

 

Take it on a serving plate.

 

Sprinkle Pomegranate Granules to garnish.

 

Serve Fresh and Hot.

 

Make Your Meal Cool…with Hariyali Poha…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!