ઈંદોરી મલાઈ ટોસ્ટ / Indori Malai Toast

ઈંદોરી મલાઈ ટોસ્ટ / Indori Malai Toast

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

ગુલાબજાંબુ ૫-૬

પનીર ૫૦ ગ્રામ

ક્રીમ / મલાઈ ૫૦ ગ્રામ

કન્ડેન્સ મિલ્ક ૨ ટેબલ સ્પૂન

સુકો મેવો ૨ ટેબલ સ્પૂન

(કાજુ, બદામ, અખરોટ)

એલચી પાઉડર ચપટી

ટોસ્ટ (પ્લેન હોય તો એ જ લેવા) ૪

સજાવટ માટે રોઝ સીરપ

 

રીત :

બધા ગુલાબજાંબુ એક બાઉલમાં લઈ, છુંદી નાખો.

 

પનીર ખમણી લો.

 

એક બાઉલમાં છુંદેલા ગુલાબજાંબુ લો.

 

એમા ખમણેલું પનીર, ક્રીમ, કન્ડેન્સ મિલ્ક, સુકો મેવો અને એલચી પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

આ મિશ્રણ, બધા ટોસ્ટ ઉપર બરાબર લગાવી દો અને ઓવન માટેની ડીશ ઉપર અલગ અલગ ગોઠવી દો.

 

એની ઉપર રોઝ સીરપ છાંટી સજાવો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પ્રી-હીટ કરેલા ઓવનમાં ટોસ્ટ ગોઠવેલી ડીશ મુકો અને ૧૫૦° પર ૫ મિનિટ માટે બૅક કરી લો.

 

પછી, ઓવનમાંથી બહાર કાઢીને તરત જ એક સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

તરત જ પીરસો.

 

ટોસ્ટ નો ક્રીમી ટેસ્ટ માણો, આ છે, ઈંદોરી મલાઈ ટોસ્ટ.

Preparation time 10 minutes

Cooking time 5 minutes

Servings 2

 

Ingredients:

Gulab Jamun 5-6

Cottage Cheese (Paneer) 50 g

Cream 50 g

Condensed Milk 2 tbsp

Mix Nuts 2 tbsp

Cardamom powder Pinch

Toast preferably plain 4

Rose Syrup for garnishing

 

Method:

Crush Gulab Jamun.

 

Grate Cottage Cheese.

 

Take Crused Gulab Jamun in a bowl. Add Grated Cottage Cheese. Add Cream, Condensed Milk, Mix Nuts and Cardamom Powder and mix.

 

Apply prepared mixture spreading on each Toast.

 

Garnish with sprinkle of Rose Syrup.

 

Preheat Oven.

 

Back prepared Toast for 5 minutes.

 

Serve immediately.

 

Enjoy Creamy Taste of Toast…That is Indori Malai Toast…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!