કાશ્મીરી રોટી / Kashmiri Roti

કાશ્મીરી રોટી / Kashmiri Roti

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

ખમીર માટે :

ખાટી છાસ ૧/૪ કપ

મેંદો ૧/૪ કપ

 

રોટી માટે :

મેંદો ૧ કપ

દૂધ ૧/૨ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

કેસર વારુ મીઠું પાણી

વરીયાળી, મરી પાઉડર અને ખસખસ ટોપીંગ માટે

 

તાવડી, રોટી સેકવા માટે

 

રીત :

ખમીર માટે :

એક બાઉલમાં ખાટી છાસ અને મેંદો લો. બરાબર મીક્ષ કરો અને કોઈ ગઠાં ના રેવા દો.

 

ખમીર તૈયાર થવા માટે ૬ થી ૭ કલાક રાખી મુકો.

 

રોટી માટે :

તૈયાર થયેલું ખમીર એક બાઉલમાં લો.

 

એમાં મેંદો, દૂધ, ખાંડ અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ઢીલો લોટ બાંધી લો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું.

 

ઘી ઉમેરો અને ૫ થી ૭ મિનિટ માટે એકદમ મસળો.

 

આશરે ૨ કલાક માટે રાખી મુકો.

 

ફરી, ૧ થી ૨ મિનિટ માટે એકદમ મસળો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લો. બંને હથેળી વચ્ચે થેપી લંબગોળ આકાર આપો.

 

રોટી પર કેસર વારુ મીઠું પાણી લગાવી દો.

 

હવે, રોટી પર વરીયાળી, મરી પાઉડર અને ખસખસ છાંટી દો.

 

આ રીતે બધી રોટી તૈયાર કરો.

 

મધ્યમ તાપે તાવડી ગરમ કરી લો.

 

તૈયાર કરેલી રોટીના નીચેના ભાગે થોડું પાણી લગાવી ભીની કરો અને ગરમ થયેલી તાવડી પર મુકો.

 

હળવે હળવે રોટી દબાવી, તાવડી પર ચોંટાડી દો.

 

તાવડી ઉથલાવી એના પરની રોટી તાપ બાજુ રાખો.

 

રોટી સેકાય જાય એટલે તાવડી સુલટાવી, તાવડી પરથી રોટી લઈ લો અને સર્વિંગ પ્લેટ પર મુકો.

 

રોટીની બીજી બાજુ સેકવાની જરૂર જ નથી. બીજી બાજુ પણ સેકાય જ ગઈ હશે.

 

રોટીને કોલ ઓવન, ઇલેક્ટ્રિક ઓવન કે તંદૂરમાં પણ સેકી શકાય. એ પ્રમાણે સ્વાદમાં ફરક લાગશે.

 

આ રીતે બધી રોટી સેકી લો.

 

કાશ્મીરી એપલ કરી સાથે ગરમા ગરમ પીરસો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Servings 6

Ingredients:

For Khameer:

Buttermilk sour taste ¼ cup

Refined White Wheat Flour (maida) ¼ cup

For Roti:

Refined White Wheat Flour (maida) 1 cup

Milk ½ cup

Ghee 1 tbsp

Sugar 1 ts

Salt to taste

Sugar Water with Saffron for garnishing

Fennel Seeds, Black Pepper Powder and Poppy Seeds for toppings

 

Clay Pan for roasting.

 

Method:

For Khameer:

Take Buttermilk and Refined White Wheat Flour in a bowl. Mix well and make sure for no lumps. Leave it for 6-7 hours to prepare Khameer.

 

For Roti:

Take prepared Khameer in a bowl. Add Refined White Wheat Flour, Milk, Sugar and Salt. Mix well and knead soft dough. Add little water only if needed. Add Ghee and knead it repeatedly for 5-7 minutes.

 

Leave to rest for approx 2 hours.

 

Knead it again for 1-2 minutes. Take small lump of prepared dough and pet it between palms and shape it like oval. Make number of oval shape Roti.

 

Brush Sugar Water with Saffron on each Roti.

 

Sprinkle Fennel Seeds, Black Pepper Powder and Poppy Seeds for Topping on each Roti.

 

Preheat Clay Pan on medium flame.

 

Apply water on the bottom side of prepared Roti and put it on preheated Clay Pan. Press it with palm to stick it on the pan. Flip the pan to face the Roti on it to the flame. When it is roasted, flip the pan and remove the Roti on a serving plate. No need to worry to roast another side as you will find it already roasted.

 

Alternatively, Roti can be roasted in Coal Oven, Electric Oven or Tandoor. The taste will vary.

 

Repeat to roast all Roti.

 

Serve Hot with Kashmiri Apple Curry.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!