કાશ્મીરી એપલ કરી / સેબ કી સબ્જી / કાશ્મીરી બેંગન / સફરજન નું શાક / Kashmiri Apple Curry / Seb ki Sabji / Kashmiri Bengan

કાશ્મીરી એપલ કરી / સેબ કી સબ્જી / કાશ્મીરી બેંગન / સફરજન નું શાક / Kashmiri Apple Curry / Seb ki Sabji / Kashmiri Bengan

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૨ ટેબલ સ્પૂન

રીંગણા ૩

લીલા સફરજન ૨

લવિંગ ૩

એલચી ૨

તજ નાનો ટુકડો ૧

હિંગ ચપટી

લાલ મરચું પાઉડર કાશ્મીરી ૧ ટી સ્પૂન

વરિયાળી પાઉડર ૧ ટી સ્પૂન

સૂંઠ પાઉડર ૧/૨ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

દાડમ ના દાણા નો પાઉડર ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી

 

રીત :

રીંગણા અને લીલા સરફજન સમારી લાંબા અને મોટા ટુકડા કરો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રીંગણાના ટુકડા સાંતડી લો. બરાબર સાંતડાઇ જાય એટલે તેલમાંથી કાઢી, એક બાજુ રાખી દો.

 

હવે, એ જ તેલ, એક પૅન માં ધીમા તાપે ગરમ કરો. એમાં લવિંગ, એલચી અને તજ ઉમેરો.

 

એ દરમ્યાન, એક વાટકીમાં હિંગ, લાલ મરચું પાઉડર કાશ્મીરી, વરીયાળી પાઉડર, સૂંઠ પાઉડર, હળદર, દાડમ ના દાણા નો પાઉડર, ખાંડ અને મીઠું બરાબર મીક્ષ કરી લો.

 

આ મિશ્રણ ધીમા તાપે રહેલા પૅન માં ઉમેરો.

 

થોડું પાણી ઉમેરો અને થોડી થોડી વારે હલાવતા રહી ધીમા તાપે પકાવો.

 

પાણી બળી જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે લીલા સફરજનના ટુકડા ઉમેરો અને સાંતડી લો.

 

સાંતડેલા રીંગણા અને થોડું પાણી ઉમેરો. થોડી થોડી વારે હલાવો. પાણી બળી જાય ત્યા સુધી ધીમા તાપે પકાવો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી ભભરાવો.

 

કાશ્મીરી રોટી અથવા ભાત સાથે ગરમ ગરમ પીરસો.

 

આ શાક કાશ્મીરમાં ખાસ કોઈ ઉજવણીના પ્રંસગ પર બનાવવામાં આવે છે.

 

કાશ્મીરની આ એક પરંપરાગત વાનગી છે અને શ્રાદ્ધ (પિતૃ પક્ષ) ના દિવસો દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 Persons

Ingredients:

Oil 2 tbsp

Egg Plants (Bengan) 3

Green Apples 2

Clove Buds 3

Cardamom 2

Cinnamon 1 small piece

Asafoetida Pinch

Red Chilli Powder Kashmiri 1 ts

Fennel Seeds Powder 1 ts

Dry Ginger Powder ½ ts

Turmeric Powder ½ ts

Pomegranate Granules Powder ½ ts

Sugar ½ ts

Salt to taste

Fresh Coriander Leaves for garnishing

 

Method:

Cut Egg Plants and Green Apples wedges. Keep a side.

 

Heat Oil in a pan. Pan fry Egg Plant wedges in heated Oil. When pan fried, remove and keep a side.

 

Put the same heated Oil pan on low flame. Add Clove Buds, Cardamom and Cinnamon. Meanwhile, in a small bowl, take Asafoetida Powder, Kashmiri Red Chilli Powder, Fennel Seeds Powder, Dry Ginger Powder, Turmeric Powder, Pomegranate Granules Powder, Sugar and Salt and mix well. Add this mixture in the Oil and other spices in the pan on low flame. Add little water and continue cooking on low flame while stirring occasionally. When water evaporates and Oil starts to separate, add Green Apple wedges and sauté. Add pan fried Egg Plants wedges and little water. Stir occasionally. Cook until excess water evaporates.

 

Remove it in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve Hot with Kashmiri Roti or Steamed or Boiled Rice.

 

Mostly, It is cooked as in feast.

 

It is one of the most traditional recipes in Kashmir as it is prepared specially on Shraddh (Pitru Paksh / Days when Hindus pay homage to ancestors).

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!