મુલી સાલસા / Mooli Salsa / Daikon Salsa

મુલી સાલસા /  Mooli Salsa / Daikon Salsa

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટી સ્પૂન

લસણ ૫-૬ કળી

મરચાં સમારેલા ૧-૨

ડુંગળી સમારેલી ૧

મુલી / મુળા જીણા સમારેલા ૧

કેપ્સિકમ સમારેલા ૧

ટમેટાં જીણા સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧/૨ કપ

ટોમેટો કેચપ ૨ ટેબલ સ્પૂન

વિનેગર ૧ ટી સ્પૂન

તબાસ્કો સૉસ ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

 

નાચોસ ચીપ્સ, સાથે પીરસવા માટે

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં લસણ, મરચાં, ડુંગળી, મુલી અને કેપ્સિકમ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઇ જાય એટલે એમાં ટમેટાં અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. પૅન ઢાંકી દો.

 

ધીમા તાપે ૭ થી ૮ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા રાખી દો.

 

પછી, પકાવેલી સામગ્રીને ચોપરના બાઉલમાં લઈ લો અને અધકચરું ચોંપ કરી લો.

 

એમાં ધાણાભાજી, ટોમેટો કેચપ, વિનેગર, તબાસ્કો સૉસ, ઓરેગાનો અને ચીલી ફલૅક્સ ઉમેરો.

 

હવે, બરાબર ચોંપ કરી લો. સાલસા તૈયાર છે.

 

નાચોસ ચીપ્સ ઉપર આ સાલસા નું ટોપીંગ કરો. વધારે સ્વાદિષ્ટ લાગશે.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 2 persons

 

Ingredients:

Oil 1 ts

Garlic Buds 5-6

Green Chilli chopped 1-2

Onion chopped 1

Daikon (Mooli) chopped small 1

Capsicum chopped 1

Tomato finely chopped 2

Salt to taste

Fresh Coriander Leaves ½ cup

Tomato Ketchup 2 tbsp

Vinegar 1 ts

Tabasco Sauce ½ ts

Oregano 1 ts

Chilli Flakes 1 ts

 

Nachos for serving

 

Method:

Heat Oil in a pan. add Garlic Buds, chopped Green Chilli, Onion, Daikon and Capsicum. When sautéed, add chopped Tomato and Salt. Mix well. Cover the pan with a lid. Cook on low flame for 7-8 minutes. Remove the pan from flame and leave it to cool down.

 

Then, take cooked stuff in a bowl of chopper. Chop partially.

 

Add Fresh Coriander Leaves, Tomato Ketchup, Vinegar, Tabasco Sauce, Oregano and Chilli Flakes. Chop again well.

 

Top Nachos with this Salsa for better taste.

 

Sparkle the Taste of Nachos with Daikon Salsa…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!