ટેન્ડર કોકોનટ લાડુ / Tender Coconut Laddu

ટેન્ડર કોકોનટ લાડુ / Tender Coconut Laddu

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૫ લાડુ

 

સામગ્રી :

ક્રીમ / મલાઈ ૧/૪ કપ

ખાંડ ૧/૪ કપ

ટેન્ડર કોકોનટ ૧/૨ કપ

કોકોનટ મિલ્ક પાઉડર ૧ કપ

સજાવટ માટે કલર સુગર

પીરસવા માટે પેપર કેક કપ

 

રીત :

એક પૅન માં ક્રીમ અને ખાંડ લો અને ધીમા તાપે મુકો. થોડી થોડી વારે હલાવો.

 

ઘાટુ થઈ જાય એટલે ટેન્ડર કોકોનટ ઉમેરો અને થોડી થોડી વારે હલાવતા રહી, ધીમા તાપે ૫ થી ૭ મિનિટ માટે પકાવો.

 

પછી, કોકોનટ મિલ્ક પાઉડર ઉમેરો અને ધીરે ધીરે હલાવતા રહી ધીમા તાપે પકાવો.

 

ઘાટુ થઈ જાય એટલે આ મિશ્રણ એક બાઉલમાં લઈ લો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

લાડુ બનાવી શકાય એવું મીશ્રણ ના બન્યું હોય તો થોડો કોકોનટ મિલ્ક પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

તૈયાર કરેલ મિશ્રણમાંથી થોડું થોડું લઈ, બોલ બનાવી, પસંદ મુજબ સાઇઝ ના લાડુ બનાવી લો.

 

દરેક લાડુને કલર સુગર વડે કોટ કરી લો.

 

દરેક લાડુને અલગ અલગ પેપર કેક કપ માં ગોઠવી દો.

 

અસલી સ્વાદ માટે તાજા જ આરોગો. ફ્રીજમાં ઠંડા પણ કરી શકાય.

 

એકદમ કુણા, નરમ, રસીલા, સીધા જ ગળા નીચે ઉતરી જાય એવા, ટેન્ડર કોકોનટ લાડુ.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Servings 5 Laddu

 

Ingredients:

Cream ¼ cup

Sugar ¼ cup

Tender Coconut ½ cup

Coconut Milk Powder 1 cup

Colour Sugar for garnishing

Paper cake cups for serving

 

Method:

Take Cream and Sugar in a pan and put it on low flame. Stir occasionally. When it thickens, add Tender Coconut and continue cooking on low flame for 5-7 minutes while stirring occasionally. Add Coconut Milk Powder and continue cooking on low flame while stirring. When it thickens, remove the mixture in a bowl. Leave it to cool down.

 

If it is not thick enough to be looking lumpy to shape Laddu, add little more Coconut Milk Powder and mix well.

 

Make number of Laddu (balls) of prepared mixture.

 

Coat each Laddu with Colour Sugar.

 

Put each Laddu separately in Paper cake cup.

 

Serve Fresh for better taste. Can serve refrigerated too.

 

Too Tender…Too Creamy…Too Juicy…Just to Swallow…  Tender Coconut Laddu…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!