ખસખસ બદામ ની ખીર / Khaskhas Badam ni Khir / Almond Kheer

ખસખસ બદામ ની ખીર / Khaskhas Badam ni Khir / Almond Kheer

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

ઘી ૧ ટી સ્પૂન

ખસખસ ૨ ટેબલ સ્પૂન

દૂધ ૧ કપ

કન્ડેન્સ મિલ્ક ૨ ટેબલ સ્પૂન

બદામની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

બદામની કતરણ ૧/૪ કપ

એલચી પાઉડર ૧/૪ ટી સ્પૂન

બદામની કતરણ અને તુલસી ના પાન સજાવટ માટે

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખસખસ ઉમેરો અને બરાબર સાંતડી લો.

 

એમાં દૂધ ઉમેરો અને થોડી થોડી વારે હલાવતા રહી બરાબર ઉકાળી લો.

 

એમાં કન્ડેન્સ મિલ્ક, બદામની પેસ્ટ, બદામની કતરણ અને એલચી પાઉડર ઉમેરો. અને ધીમા-મધ્યમ તાપે થોડી થોડી વારે હલાવતા રહી ઉકાળો. જરા ઘાટું થઈ જાય ત્યા સુધી ઉકાળો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

બદામની થોડી કતરણ ભભરાવી અને તુલસીના ૧-૨ પાન મુકી સજાવો.

 

ગરમા ગરમ અને તાજે તાજી જ પીરસો.

 

પૌષ્ટિક અને શક્તિદાયક બદામની ખીર,

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Serving 1

 

Ingredients:

Ghee 1 ts

Poppy Seeds 2 tbsp

Milk 1 cup

Condensed Milk 2 tbsp

Almond Paste 1 tbsp

Almond Chips ¼ cup

Cardamom Powder ¼ ts

Almond Chips and Holy Basil Leaves for garnishing

 

Method:

Heat Ghee in a pan on low flame.

 

Add Poppy Seeds and roast well.

 

Add Milk and boil while stirring occasionally.

 

Add Condensed Milk, Almond Paste, Almost Chips and Cardamom Powder and continue boiling on low-medium flame while stirring occasionally to prevent boil over until it becomes little thick.

 

Remove it in a serving bowl.

 

Garnish with few Almond Chips and 1 or 2 Holy Basil Leaves.

 

Serve Hot and Fresh.

 

Enjoy Healthy and Energising Almond Kheer.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!