થેચવાની / Thechwani

થેચવાની / Thechwani

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટમેટાં સમારેલા ૧

બટેટા છાલ કાઢી સમારેલા ૧

મુલી / મુળો સમારેલો ૧

સફેદ ચોળી પલાળેલી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સાથે પીરસવા માટે ભાત

 

રીત :

સમારેલા બટેટા અને મુલી એક ખાંડણીમાં લો અને બરાબર ખાંડી લો. એક બાજુ રાખી દો.

 

એક પ્રેશર કૂકરમાં ઊંચા તાપે તેલ ગરમ કરો.

 

એમાં જીરું અને રાય ઉમેરો.

 

તતડે એટલે આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે સમારેલા ટમેટાં ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે ખાંડેલા બટેટા અને મુલી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, પલાળેલી સફેદ ચોળી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

૨ સીટી જેટલું પ્રેશર કૂક કરો.

 

પછી, પ્રેશર કૂકર ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, પ્રેશર કૂકર ખોલી, છુંદાય ના જાય એ કાળજી રાખી, બધુ બરાબર મિક્સ કરી લો અને એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી છાંટી દો.

 

ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

મુલી એ માત્ર કાચા સલાડ માટે જ નથી, પકાવો અને મુલી નો સાવ જુદો જ સ્વાદ માણો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 4 persons

 

Ingredients:

Oil 1 tbsp

Cumin Seeds 1 ts

Mustard Seeds ½ ts

Ginger-Garlic-Chilli Paste ½ ts

Onion chopped 1

Tomato chopped 1

Potato peeled and chopped 1

Daikon (Mooli) chopped 1

Black Eyed Beans soaked 1 cup

Salt to taste

Red Chilli Powder 1 ts

Turmeric Powder ½ ts

Corinader-Cumin Powder 1 ts

Garam Masala 1 ts

Fresh Coriander Leaves 1 tbsp

Steamed or Boiled Rice for serving

 

Method:

Take chopped Potato and Daikon in a beating bowl and beat well. Keep a side.

 

Heat Oil in a pressure cooker on high flame. Add Cumin Seeds and Mustard Seeds. When spluttered, add Ginger-Garlic-Chilli Paste and chopped Onion. When sautéed, add chopped Tomato. When sautéed, add beaten Potato and Daikon. Milx well. Add soaked Black Eyed Beans. Mix well.

 

Add Salt, Red Chilli Powder, Turmeric Powder, Coriander-Cumin Powder and Garam Masala. Mix well.

 

Cover the lid of pressure cooker. Pressure cool to 2 whistle.

 

Leave pressure cooker to cool down.

 

Open pressure cooker, Mix well slowly taking care of not mashing the stuff. Remove from pressure cooker in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve with Steamed or Boiled Rice.

 

Daikon is not just for Salad…Cook and Enjoy the Flavour…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!