છુટી ખીચડી ઓસામણ સાથે / Chuti Khichdi with Osaman

છુટી ખીચડી ઓસામણ સાથે / Chuti Khichdi with Osaman

ખીચડી :

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

ઓસામણ :

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ખીચડી માટે :

ચોખા ૧/૪ કપ

તુવેરદાળ ૧/૪ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૫

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

પાણી ૧ લિટર

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મજબ

 

ઓસામણ માટે :

છાસ ૧ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૫

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

તમાલપત્ર ૧

સૂકા લાલ મરચા ૨

લીમડો ૧૦

આદુ ખમણેલો ૧ ટી સ્પૂન

લીલા મરચા જીણા સમારેલા ૧

બેસન ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ગોળ ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે સેકેલો પાપડ અને છાસ

 

રીત :

ખીચડી માટે :

ચોખા અને તુવેરદાળ બરાબર ધોઈ લો અને આશરે ૨ કલાક માટે અલગ અલગ પલાળી દો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો. એમાં તજ, લવિંગ, જીરું અને હિંગ ઉમેરો. તતડી જાય એટલે પાણી, હળદર અને મીઠું ઉમેરો. ઉંચા તાપે ઉકાળો. ઉકળવાનું શરૂ થાય એટલે પલાળેલા ચોખા અને તુવેરદાળ એ પાણી સાથે જ ઉમેરો. એ પાણીમાં જ તો ચોખા અને તુવેરદાળ ના બધા પૌષ્ટિક તત્વો છે. મધ્યમ તાપે ઉકળવા દો. ઉભરાય ના જાય એ માટે જરૂર પડે ત્યારે થોડું હલાવતા રેવું. ખીચડી પાકતા આશરે ૮ થી ૧૦ મિનિટ થશે. ઉકળતી ખીચડીમાંથી થોડી ખીચડી એક ચમચી માં લઈ ચોખાનો દાણો દબાવી બરાબર પાકી ગયો છે કે નહીં એ ચકાસો. બરાબર પાકી જાય એટલે પૅન ને તાપ પરથી હટાવી મોટી ગરણી કે ચારણીથી ગાળી પાકેલી ખીચડી અને વધારાનું પાણી અલગ કરી લો. આ પાણીનું આપણે ઓસામણ બનાવીશું.

 

ખીચડીને ગરણી કે ચારણીમાં થોડી વાર રેવા દો જેથી બધુ જ વધારાનું પાણી નીતરી જાય.

 

ઓસામણ માટે :

ખીચડીમાંથી અલગ કરેલું પાણી એક બાઉલમાં લો. એમાં છાસ ઉમેરો. પાણી અને છાસ એકસરખા પ્રમાણમાં મીક્ષ કરશો તો એકદમ સરસ સ્વાદ આવશે.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો. એમાં તજ, લવિંગ, રાય, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, તમાલપત્ર, લીમડો, ખમણેલો આદુ અને સમારેલા લીલા મરચા ઉમેરો. તતડી જાય એટલે બેસન ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો. બેસન ના ગઠાં ના રહી જાય એ ખાસ જોવું.

 

હવે, આમાં ખીચડી ના પાણી અને છાસ નું મિશ્રણ ઉમેરો. હળદર, લાલ મરચું પાઉડર, ગોળ અને મીઠું ઉમેરો. થોડી વાર ઉકાળો. બધુ બરાબર મીક્ષ થઈ જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો.

 

બરાબર ઉકળી જાય એટલે એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી મીક્ષ કરી થોડી વાર ઢાંકી રાખો.

 

પીરસવા માટે :

પ્લાસ્ટિક કે કાચ ના એક કટોરા માં ખીચડી ભરો. આખો કટોરો ભરી ચમચા થી દબાવી સમથળ કરી દો. આ કટોરા પર એક સર્વિંગ પ્લેટ ઉંધી મુકો. કટોરો અને એની પર મુકેલી પ્લેટ બંનેને એકસાથે બરાબર પકડી રાખી પ્લેટ નીચે અને કટોરો ઉપર આવી જાય એ રીતે ઉલટાવો. હળવેથી કટોરો ઉપાડી લો.

 

જી હા.. આમ જ.. સ્વાદિષ્ટ ખીચડી સુંદર રીતે કટોરા ના આકાર માં ગોઠવાઈ ગઈ ને..!!!

 

એ જ પ્લેટ પર એક બાજુ પર તૈયાર કરેલું ઓસામણ ભરેલો એક કટોરો મુકી દો.

 

સેકેલા પાપડ અને ઠંડી ઠંડી મસાલેદાર છાસ સાથે ગરમા ગરમ ખીચડી અને ઓસામણ પીરસો.

 

અરે.. એ તો એક સાવ ખોટી માન્યતા છે કે ગુજરાતી ખોરાક ચરબીયુક્ત જ હોય..

 

આરોગો આ સંપૂર્ણપણે પૌષ્ટિક ગુજરાતી ખીચડી..

 

બધા જ અકબંધ પૌષ્ટિક તત્વો વાળા ઓસામણ સાથે..

For Kichdi:

Preparation time: 5 minutes

Cooking time: 20 minutes

For 2 persons

For Osaman:

Preparation time: 5 minutes

Cooking time: 10 minutes

For 2 persons

Ingredients:

For Khichdi:

Rice ¼ cup

Skinned and Split Pigeon Peas ¼ cup

Ghee 1 tbsp

Cinnamon 1 small piece

Clove buds 5

Cumin Seeds 1 ts

Asafoetida Powder Pinch

Water 1 ltr.

Turmeric Powder ½ ts

Salt to taste

For Osaman:

Buttermilk 1 cup

Ghee 1 tbsp

Cinnamon 1 small piece

Clove buds 5

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

Cinnamon Leaf 1

Dry Red Chilli 2

Curry Leaves 10

Ginger grated 1 ts

Green Chilli chopped 1

Gram Flour 1 tbsp

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Salt to taste

Jaggery 1 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

 

Roasted Papadam and Fresh Buttermilk for serving

 

Method:

For Khichdi:

Wash Rice and Skinned and Split Pigeon Peas very well and soak separately for at approx 2 hours.

 

Heat Ghee in a pan. Add Cinnamon, Clove Buds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add Water, Turmeric Powder and Salt. Increase the flame to high. When it starts to boil, add Soaked Rice and Skinned and Split Pigeon Peas including their soaking water to have all their nutrients in Khichdi. Continue boiling on medium flame. Stir slightly occasionally only if needed to prevent boil over. It might take 8-10 minutes to get Khichdi cooked. Check Rice granules whether cooked taking little in a spoon from boiling Khichdi. When it is cooked, remove the pan from the flame and strain and collect strained water in a sauce pan or bowl to use further for Osaman.

 

Leave Khichdi in strainer for few more minutes to let excess water strained.

 

For Osaman:

Take the bowl of strained water of Khichdi. Add Buttermilk. For best taste, keep volume of strained water and buttermilk equivalent.

 

Heat Ghee in a pan. Add Cinnamon, Clove buds, Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder, Dry Red Chilli, Cinnamon Leaf, Curry Leaves, grated Ginger and chopped Green Chilli. When crackled, add Gram Flour and mix very well. Please don’t leave any lump of Gram Flour.

 

Add prepared mixture of strained water of Khichdi and Buttermilk. Add Turmeric Powder, Red Chilli Powder, Jaggery and Salt. Boil it well while stirring occasionally to mix everything very well.

 

Remove it in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

For Serving:

Fill prepared Khichdi in a small plastic or glass bowl to full. Press lightly with a spoon to level the top surface. Cover this bowl with a serving plate facing down on the bowl. Turn it over carefully holding the plate and bowl tightly together. Pick the bowl slowly.

 

Yes, that’s it. Nicely shaped Khichdi heap is served beautifully on the plate. Keep a bowlful of prepared Osaman a side of the plate.

 

Serve Hot with Roasted Papadam and a Glass of Fridge Cold Buttermilk.

 

It’s Just a Myth…that…Gujarati Food is Fatty…

 

                                    Enjoy This Very Nutritious Gujarati Khichdi…

 

                                                            With All Intact Nutrients in Osaman….

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!