લેમન જિંજર ટી / આદુ લીંબુ ની ચા / Lemon Ginger Tea

લેમન જિંજર ટી / આદુ લીંબુ ની ચા / Lemon Ginger Tea
 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

લેમનગ્રાસ ૩ ટેબલ સ્પૂન

તુલસી ૧૦ પાન

ફૂદીનો ૨૦ પાન

અજમા ના પાન ૨

આદુ ખમણેલો ૧/૨ ટેબલ સ્પૂન

સંચળ ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

પાણી ૧ ગ્લાસ

 

રીત :

એક તપેલામાં ૧ ગ્લાસ પાણી લો અને ઉકાળવા મુકો.

 

પાણી ગરમ થાય એટલે એમાં લેમનગ્રાસ, તુલસી ના પાન, ફૂદીનો, અજમા ના પાન અને આદુ ઉમેરો. એકદમ ઉકાળો.

 

એકદમ ઉકળી જાય એટલે તાપ ધીમો કરી, સંચળ, મરી પાઉડર અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ગરણીથી ગાળી લો અને એક સર્વિંગ ગ્લાસમાં ભરી લો.

 

તુલસીના ૨-૩ પાન મુકી સજાવો.

 

તાજી અને ગરમ પીરસો.

 

શરદી ખાંસી નો આ છે.. રામબાણ ઈલાજ..

લેમન જિંજર ટી પીઓ..

શિયાળાની કડકડતી ઠંડી ભગાઓ..

 

Prep.5 min.

Cooking time 5 min.

Serving 1

Ingredients:

Lemongrass 3 tbsp

Basil Holy Leaves  (Tulshi) 10

Fresh Mint Leaves 20

Carom Leaves  (Ajmo) 2

Ginger grated ½ tbsp

Black Salt Powder 1 ts

Black Pepper Powder 1 ts

Lemon Juice 1 ts

Water 1 glass

Method:

Take 1 glass of Water in a saucepan. Put it on flame to boil. When Water becomes hot, add Lemongrass, Basil Holy Leaves, Fresh Mint Leaves, Carom Leaves and Ginger. Boil it well. When boiled, add Black Salt, Black Pepper Powder and Lemon Juice. Mix well. Filter it with a strainer.

 

Fill in a glass. Garnish with 2-3 leaves of Basil Holy.

 

Serve Fresh and Hot.

 

Chase away the chill of Winter. Also Good when suffering from Flu and Cough.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!