તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
બાજરો ૧/૪ કપ
ઘી ૧ ટેબલ સ્પૂન
દુધ ૧ કપ
ગોળ ૧ ટેબલ સ્પૂન
સુકુ નારિયળ ખમણ ૨ ટેબલ સ્પૂન
સુકી ખારેક ના ટુકડા ૧ ટેબલ સ્પૂન
કિસમિસ ૧/૨ ટેબલ સ્પૂન
એલચી પાઉડર ૧/૨ ટેબલ સ્પૂન
સુંઠ પાઉડર ૨ ટી સ્પૂન
રીત :
એક નોન-સ્ટીક પૅન પર બાજરો લઈ, કોરો જ સેકી લો.
સેકાય જાય એટલે પૅન પરથી એક પ્લેટ પર ફેલાવી દો અને ઠંડો થવા થોડી વાર માટે રાખી મુકો.
પછી, મીક્ષરની જારમાં લઈ, કરકરો પીસી લો.
એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.
એમા કરકરો પીસેલો બાજરો ઉમેરો અને ધીમા તાપે સેકી લો.
બાજરો સેકાઈને સુગંધ આવવા લાગે એટલે એમા દુધ ઉમેરો અને ધીરે ધીરે સતત હલાવતા રહી ધીમા તાપે પકાવો.
બાજરો બરાબર પાકી જાય એટલે ગોળ, સુકુ નારિયળ ખમણ, સુકી ખારેક ના ટુકડા, કિસમિસ, એલચી પાઉડર, સુંઠ પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરો.
પછી, તાપ પરથી પૅન હટાવી લો અને તૈયાર થયેલું મીઠું ભૈડકું એક સર્વિંગ પ્લેટ પર લઈ, આખી પ્લેટ પર પાથરી દો.
એની ઉપર ફેલાવીને ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી રેડી દો.
ગરમા ગરમ અને તાજે તાજુ જ પીરસો.
મીઠું ભૈડકું ખાઓ, શિયાળાની ઠંડીમાં ગરમ રહો.
Preparation time 10 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
Millet ¼ cup
Ghee 1 tbsp
Milk 1 cup
Jaggery 1 tbsp
Dry Coconut grated 2 tbsp
Dry Date Fruit pieces 1 tbsp
Raisin ½ tbsp.
Cardamom Powder ½ tbsp.
Dry Ginger Powder 2 ts
Method:
In a non-stick pan, dry roast Millet. When roasted, leave it to cool off.
Crush to coarse powder.
Heat Ghee in a pan. Add crushed Millet and roast on low flame.
When it starts to smell, add Milk and continue cooking on low flame while stirring continuously.
When it is cooked, add Jaggery, grated Dry Coconut, Dry Date Fruit pieces, Raisin, Cardamom Powder and Dry Ginger Powder and mix well.
Take it on a serving plate.
Pour 1 tbsp of Ghee over it.
Serve hot and fresh.
Eat up Bajra Pak / Mithu Bhaidku / Sweet Broken Millet…Heat up You’re your Blood in Chilling Winter…
No Comments