ઓટ્સ & વૉલનટ ચીક્કી / ઓટ્સ અને અખરોટ ની ચીક્કી / Oats & Walnut Chikki / Oats ane Akhrot ni Chikki

ઓટ્સ & વૉલનટ ચીક્કી / ઓટ્સ અને અખરોટ ની ચીક્કી / Oats & Walnut Chikki / Oats ane Akhrot ni Chikki

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૫ નંગ અંદાજીત

 

સામગ્રી :

ઓટ્સ ૧ કપ

અખરોટ ૧/૨ કપ

ગોળ ૧/૨ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

સજાવવા માટે ચોકલેટ

 

રીત :

ધીમા તાપે એક નોન-સ્ટીક પૅન પ્રી-હીટ કરો.

 

પ્રી-હીટ કરેલા પૅન માં ઓટ્સ સેકી લો. બળી ના જાય એ ખાસ કાળજી રાખો. ઓટ્સની ફક્ત ભીનાશ જ ઉડાળવાની છે. સેકાય જાય એટલે પૅનમાંથી કાઢી, એક બાજુ રાખી દો.

 

ધીમા તાપે એક નોન-સ્ટીક પૅન પ્રી-હીટ કરો.

 

પ્રી-હીટ કરેલા પૅન માં અખરોટ સેકી લો. બળી ના જાય એ ખાસ કાળજી રાખો. અખરોટની ફક્ત ભીનાશ જ ઉડાળવાની છે. સેકાય જાય એટલે પૅનમાંથી કાઢી, એક બાજુ રાખી દો.

 

મોલ્ડ પ્લેટ પર ઘી લગાવી, ગ્રીસ કરી લો.

 

એક પૅન માં ગોળ અને ઘી લો અને ધીમા તાપે પૅન મુકો.

 

ગોળ ઓગળી જાય ત્યા સુધી ધીમા તાપે ધીરે ધીરે સતત હલાવતા રહો.

 

ગોળ ઓગળી જાય એટલે તરત જ એમા સેકેલા ઓટ્સ અને અખરોટ ઉમેરો. ધીમા તાપે બરાબર મીક્ષ કરો. પછી તાપ પરથી પૅન હટાવી લો.

 

તૈયાર કરેલું મિશ્રણ, ગ્રીસ કરેલી મોલ્ડ પ્લેટ પર સમથળ પાથરી દો.

 

એની ઉપર ચોકલેટ ની કતરણ છાંટી, સજાવો. ઠંડુ થવા થોડી વાર માટે રાખી મુકો.

 

પછી, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.

 

છત ઉપર પતંગ ઉડાળતા રહો, જમવા માટે પણ છત પરથી નીચે ઉતરવાની જરૂર નથી. ઓટ્સ અને અખરોટ ની ચીક્કી, પેટ ભરીને ખાઓ.

Preparation time 0 minutes

Cooking time 15 minutes

Yield 15 pcs approx.

 

Ingredients:

Oats 1 cup

Walnut ½ cup

Jaggeri ½ cup

Ghee 1 tbsp

Chocolate to garnish

 

Method:

Pre-heat a non-stick pan on low flame. Roast Oats in pre-heated pan. Take care of not burning. Roast just to burn the moisture in it. Keep a side.

 

Pre-heat a non-stick pan on low flame. Roast Walnuts in pre-heated pan. Take care of not burning. Roast just to burn the moisture in it. Keep a side.

 

Grease with Ghee a mould plate.

 

Take Jaggery and Ghee in a pan. Put it on low flame. Stir slowly and continuously while on flame until Jaggery is melted completely. Then, add roasted Oats and Walnuts. Mix well while on low flame and remove the pan from the flame.

 

Set prepared mixture in a greased mould plate.

 

Garnish with Chocolate and leave it to cool down.

 

Cut in pieces of size and shape of choice.

 

No Need to Leave the Terrace to Go for Lunch…

Continue with Kites…

Feed up with Oats and Walnut Chikki…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!