જીંજરા નું શાક / Green Chickpeas Curry

જીંજરા નું શાક / Green Chickpeas Curry

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૨ ટેબલ સ્પૂન

લવિંગ ૫

જીરું ૧ ટી સ્પૂન

લીલી ડુંગળી સમારેલી ૧/૨ કપ

સુકી ડુંગળી સમારેલી ૧/૨ કપ

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ટમેટા ખમણેલા ૩

જીંજરા ૧ કપ

(મીઠુ નાખીને બાફેલા અને છુંદેલા)

દહી ૧/૨ કપ

બાદીયા પાઉડર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

 

સાથે પીરસવા માટે બાજરી ના રોટલા અને સલાડ

 

રીત :

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમા લવિંગ અને જીરું ઉમેરો.

 

તતડે એટલે સમારેલી સુકી ડુંગળી, લીલી ડુંગળી, મીઠુ અને આદુ-લસણ-મરચા ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે બાફેલા છુંદેલા જીંજરા અને દહી ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો. મધ્યમ તાપે ઉકાળતા જ બરાબર મિક્સ કરો.

 

પછી, બાદીયા પાઉડર અને ગરમ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો અને વધુ ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

બાજરી ના રોટલા સાથે ગરમા ગરમ પીરસો. સાથે થોડું સલાડ મુકો.

 

શિયાળાની ઠંડીમાં, પ્રોટીનથી ભરપુર જીંજરા નું શાક અને પરંપરાગત કાઠીયાવાડી રોટલા ખાઓ, શિયાળાની ઠંડીમાં સ્ફુર્તી અનુભવો.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Oil 2 tbsp

Clove buds 5

Cumin Seeds 1 ts

Spring Onion chopped ½ cup

Onion chopped ½ cup

Ginger-Garlic-Chilli paste 1 tbsp

Salt to taste

Tomato grated 3

Green Chickpeas 1 cup

(boiled with salt and crushed)

Curd ½ cup

Star Anise powder ½ ts

Garam Masala ½ ts

 

Rotla and Salad for serving.

 

Method:

Heat Oil in a pan on medium flame.

 

Add Clove buds and Cumin Seeds. When spluttered, add chopped Onion, Spring Onion Salt and Ginger-Garlic-Chilli paste and sauté.

 

When sautéed, add boiled and crushed Green Chickpeas and Curd. Add little water as needed, mix it well while boiling on medium flame.

 

Add Star Anise powder and Garam Masala. Mix well and continue cooking for 3-4 minutes.

 

Serve Hot with Rotla and Salad.

 

Energize in Indian Winter with Protein full Green Chickpeas with Traditional Kathiyawadi Rotla.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!