તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
કોબી ખમણેલી ૨ કપ
તેલ ૩ ટેબલ સ્પૂન
રાય ૧ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
અડદ દાળ ૧ ટી સ્પૂન
ચણા દાળ પલાળેલી ૧ ટી સ્પૂન
કાજુ ૨ ટેબલ સ્પૂન
હિંગ ચપટી
લીમડો ૧૦ પાન
મરચા સમારેલા ૩
ડુંગળી સ્લાઇસ ૧ ડુંગળી ની
મીઠુ સ્વાદ મુજબ
નારિયળ નું તાજુ ખમણ ૧ ટેબલ સ્પૂન
રીત :
એક પૅન માં તેલ ગરમ કરો.
એમા રાય, જીરું, હિંગ, લીમડો, સમારેલા મરચા ઉમેરો.
તતડે એટલે અડદ દાળ, પલાળેલી ચણા દાળ ઉમેરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે ડુંગળી ની સ્લાઇસ ઉમેરો અને સાંતડો.
ડુંગળી નરમ થઇ જાય એટલે ખમણેલી કોબી અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.
ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.
એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
નારિયળ નું તાજુ ખમણ અને કાજુ છાંટી સજાવટ કરો.
સાંભાર રાઇસ કે રસમ રાઇસ ની સાથે સાઇડ ડીશ તરીકે પીરસો.
આ સાદી સરળ સાઉથ ઈન્ડિયન વાનગી સાથે ભોજન ના સ્વાદમાં વધારો કરો.
Preparation time 5 minutes
Cooking time 5 minutes
For 2 Persons
Ingredients:
Cabbage shredded 2 cup
Oil 3 tbsp
Mustard Seeds 1 ts
Cumin Seeds ½ ts
Skinned and Split Black Gram 1 ts
Skinned and Split Gram soaked 1 ts
Cashew Nuts 2 tbsp
Asafoetida Powder Pinch
Curry Leaves 10
Green Chilli chopped 3
Onion Slices of 1 onion
Salt to taste
Fresh Coconut grated 1 tbsp
Method:
Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder, Curry Leaves, chopped Green Chilli. When spluttered, add Skinned and Split Black Gram, soaked Skinned and Split Gram, when sautéed, add Onion Slices. When Onion Slices softens, add shredded Cabbage and Salt. Mix well. Continue cooking on low flame for 3-4 minutes. Remove the pan from the flame.
Remove the prepared stuff in a serving bowl.
Garnish with sprinkle of Cashew Nuts and grated Fresh Coconut.
Serve Hot as a side dish with Sambhar-Rice or Rasam-Rice.
Add the Flavour to your Meal with South Indian Delicacy…
No Comments