તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
કારેલા ૫-૬
પુરણ માટે :
આદુ નાનો ટુકડો ૧
મરચા ૧
ખસખસ ૨ ટેબલ સ્પૂન
દાડમ ના સુકા દાણા ૨ ટેબલ સ્પૂન
બાદીયા ૧
આમચુર ૨ ટેબલ સ્પૂન
વરીયાળી ૧ ટેબલ સ્પૂન
જીરું ૧ ટી સ્પૂન
હળદર ૧ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન
ધાણાજીરું ૨ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
તેલ ૧ ટેબલ સ્પૂન
વઘાર માટે :
તેલ ૩ ટેબલ સ્પૂન
રાય ૧ ટી સ્પૂન
જીરું ૧ ટી સ્પૂન
વરીયાળી ૧ ટી સ્પૂન
રીત :
કારેલાની છાલ કાઢી લો અને છાલને એક બાઉલમાં લઈ લો. એની ઉપર થોડું મીઠુ છાંટી દો અને બરાબર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.
છાલ કાઢેલા દરેક કારેલા ઉપર એક લાંબો કાપો પાડી, અંદરથી બધા બી કાઢી નાખો અને દરેક કારેલાની અંદરની અને બહારની બાજુ થોડું મીઠુ છાંટી દો. એક બાજુ રાખી દો.
તેલ સીવાય, પુરણની બીજી બધી જ સામગ્રી, એકીસાથે, મીક્ષરની જારમાં લઈ, એકદમ જીણી પીસી લઈ, પેસ્ટ બનાવી લો અને એક બાઉલમાં લઈ લો. પછી એમા, મીઠુ છાંટેલી કારેલાની છાલ ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો.
એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ગરમ કરો અને તરત જ, આ ગરમ તેલ, તૈયાર કરેલા પુરણ માં ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. પુરણ તૈયાર છે.
દરેક કારેલમાં પાડેલા કાપામાં, તૈયાર કરેલું પુરણ, બરાબર પાથરીને ભરી દો.
હવે, આ બધા ભરેલા કારેલા સ્ટીમ કરી લો.
પછી, સ્ટીમ કરેલા બધા કારેલા, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
એક પૅન માં તેલ ગરમ કરો.
એમા રાય, જીરું અને વરીયાળી ઉમેરો.
તતડે એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તરત જ આ વઘાર, સર્વિંગ બાઉલમાં કારેલા ઉપર બરાબર ફેલાવીને રેડી દો.
પીરસવા વખતે, હળવે હળવે ઉપર-નીચે ફેરવી, બરાબર મીક્ષ કરવું.
રોટલી સાથે ગરમા ગરમ પીરસો.
ભરવા કારેલાનો અસલી રાજસ્થાની સ્વાદ માણો.
Preparation time 10 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
Bitter Gourds 5-6
For Stuffing:
Ginger 1 small piece
Green Chilli 1
Poppy Seeds 2 tbsp
Pomegranate Granules dried 2 tbsp
Star Anise 1
Mango Powder 2 tbsp
Fennel Seeds 1 tbsp
Cumin Seeds 1 ts
Turmeric Powder 1 ts
Red Chilli Powder 1 tbsp
Coriander-Cumin Powder 2 tbsp
Salt to taste
Oil 1 tbsp
For Tempering:
Oil 3 tbsp
Mustard Seeds 1 ts
Cumin Seeds 1 ts
Fennel Seeds 1 ts
Method:
Peel Bitter Gourds.
Take removed skin of Bitter Gourd in a bowl. Sprinkle little Salt. Mix well. Keep a side.
Make a slit on each peeled Bitter Gourd. Remove all the seeds from inner side. Sprinkle little Salt on inner side and also outer side of all Bitter Gourds. Keep a side.
In a wet grinding jar of mixer, except Oil, take all listed ingredients for Stuffing and crush it to paste. Remove it in a bowl. Add salted Bitter Gourd Skin and mix very well.
Heat 1 tbsp of Oil and mix this heated Oil with prepared Stuffing.
Fill prepared Stuffing in the slit of each Bitter Gourd spreading inside the slit very well to spice up the whole Bitter Gourd well.
Steam all these Stuffed Bitter Gourd.
Arrange all steamed Bitter Gourds in a serving bowl.
Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds and Fennel Seeds. When Spluttered, remove the pan from the flame and pour this tempering spreading over the Bitter Gourds in the serving bowl.
Mix well turning over the stuff in the serving bowl when serving.
Serve Hot with Roti.
Enjoy Authentic Rajashthani Taste of Stuffed Bitter Gourd.
No Comments