જુવાર નો કણીયારો / Juvar no Kaniyaro

જુવાર નો કણીયારો / Juvar no Kaniyaro

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

જુવાર ૨૫૦ ગ્રામ

દહી ૧ ટેબલ સ્પૂન

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ગ્રીસીંગ માટે તેલ

સજાવટ માટે તેલ અને મેથીયો મસાલો

 

રીત :

જુવાર ને બરાબર ધોઈ લો.

 

પછી, એક કપડા પર મુકી કોરી કરી લો.

 

એક કોરા કપડા પર તડકામાં મુકી, એકદમ સુકી થવા દો.

 

એકદમ સુકાય જાય એટલે એક નોન-સ્ટીક પૅન માં ૨ થી ૩ મિનિટ માટે કોરી જ સેકી લો.

 

થોડી વાર રાખી મુકો.

 

જરા ઠંડી થાય એટલે મીક્ષરની જારમાં લઈ, કરકરી પીસી લો.

 

ચારણી વડે ચાળીને કરકરો પાઉડર અને જીણો પાઉડર અલગ કરી લો. આપણે ફક્ત કરકરો પાઉડર જ ઉપયોગમાં લઈશું.

 

અલગ કરેલો કરકરો પાઉડર, એક બાઉલમાં લઈ લો.

 

એમા દહી અને ૧ કપ જેટલુ ગરમ પાણી ઉમેરો. આશરે ૫ કલાક માટે રાખી મુકો.

 

૫ કલાક પછી, જુવાર નો કરકરો પાઉડર, બરાબર પલળી ગયો હોય પછી, એમા, આદુ-મરચા ની પેસ્ટ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરી દો.

 

સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી દો.

 

એની ઉપર, તૈયાર કરેલું, જુવાર નું મિશ્રણ રેડી દો અને બરાબર ફેલાવીને પાથરી દો.

 

સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે જુવાર નું મિશ્રણ ભરેલી સ્ટીમરની પ્લેટ, સ્ટીમરમાં ગોઠવી દો.

 

બરાબર પાકી જાય ત્યા સુધી સ્ટીમ કરી લો. આશરે ૧૦ થી ૧૫ મિનિટ લાગશે.

 

પછી, સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢી લઈ, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો અને એક સર્વિંગ પ્લેટ ગોઠવી દો.

 

એની ઉપર થોડું તેલ છાંટી દો અને થોડો મેથીયો મસાલો છાંટી દો.

 

તાજે તાજુ જ પીરસો.

 

ગુજરાતી ઢોકળા નું સુપર હેલ્થી સ્વરૂપ, જુવાર નો કણીયારો.

Preparation time 15 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

Sorghum 250g

Curd 1 tbsp

Ginger-Chilli Paste 1 tbsp

Salt to taste

Oil for greasing

Oil and Fenugreek Pickle Masala (Methiyo Masala) for garnishing

 

Method:

Wash Sorghum very well.

 

Dry with a cloth.

 

Put under sunshine to dry.

 

When dried well, dry roast for 2-3 minutes.

 

When cooled off somehow, crush in dry grinding jar to coarse powder.

 

Sieve to separate fine powder and coarse powder. We shall use only coarse powder.

 

Take separated coarse powder in a bowl.

 

Add Curd and 1 cup of hot water. Leave it to rest for approx. 5 hours.

 

After 5 hours, when Sorghum powder is soaked very well, add Ginger-Chilli Paste and Salt. Mix well.

 

Grease a plate with Oil.

 

Pour prepared Sorghum mixture in greased Plate.

 

Steam until it is cooked well.

 

Cut in small pieces of shape of your choice and arrange pieces on a serving plate.

 

Pour little Oil over and sprinkle Methiyo Masala

 

Serve Fresh.

 

Super Healthy Version of Gujarati Dhokla…

 

Juvar no Kaniyaro…

1 Comment

  • રશ્મિ

    January 6, 2022 at 1:48 AM Reply

    અતિ સુંદર! રેસિપી મોકલવા આભાર!!

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!