તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૮-૧૦ નંગ
સામગ્રી :
ઘઉ નો લોટ ૧ કપ
ઘી ૨ ટેબલ સ્પૂન
તલ ૧ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
મરી પાઉડર ૧/૪ ટી સ્પૂન
ગોળ ૨ ટેબલ સ્પૂન
તળવા માટે તેલ
રીત :
એક બાઉલમાં ગોળ લો. થોડું પાણી ઉમેરો અને ગોળ ઓગાળી લો. એક બાજુ રાખી દો.
બીજા એક બાઉલમાં ઘઉ નો લોટ લો.
એમા ઘી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
એમા તલ, જીરું, મરી પાઉડર ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
જરૂર મુજબ થોડું થોડું ગોળ નું પાણી ઉમેરતા જઇ, કઠણ લોટ બાંધી લો.
બાંધેલા લોટમાંથી જાડી અને મોટી પુરીઓ વણી લો. એના પર ફોર્ક વડે થોડા કાણા પાડી લો. બધી પુરીઓ એકબીજાથી અલગ અલગ રાખો.
પછી, બધી પુરીઓ, સાફ અને સુકા કપડા વડે ઢાંકી દો. એને સુકી થવા માટે ૭ થી ૮ કલાક માટે રાખી મુકો.
એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.
વારાફરતી, બધી પુરીઓ આછી ગુલાબી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે પુરીને તેલમાં ઉલટાવો.
તાજી અને ગરમ ગરમ પીરસો.
રાતડા એ એક ભુલાય ગયેલી પરંપરાગત વાનગી છે. લગ્ન પ્રસંગે સંગીત (સાંજી) ના પ્રસંગે લગ્નગીતો ગાતા ગાતા સ્ત્રીઓ આ વાનગી, રાતડા, બનાવતી.
લગ્ન પછી પરત જતી જાનને નાસ્તા તરીકે પણ આ વાનગી, રાતડા, આપવામાં આવતી.
હમેશા મીઠા વાળી કે મસાલા વાળી પુરી જ ખાઓ છો ને..!! આ છે, જરા હટકે સ્વાદ ની પુરી.. રાતડા.. ફરી ફરી ખાવાનું મન થશે.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
Yield 8-10 pcs
Ingredients:
Whole Wheat Flour 1 cup
Ghee 2 tbsp
Sesame Seeds 1 ts
Cumin Seeds ½ ts
Black Pepper Powder ¼ ts
Jaggery 2 tbsp
Oil to deep fry
Method:
Melt Jaggery in little water. Keep a side.
Take Whole Wheat Flour in a bowl.
Add Ghee and mix well.
Add Sesame Seeds, Cumin Seeds, Black Pepper Powder and mix well.
Knead stiff dough adding prepared Jaggery water gradually as needed.
Using prepared dough, roll number of big thick round shape (puri). Prick each of them with fork.
Cover them with a dry and clean cloth. Leave it to dry for approx 7-8 hours.
Heat Oil to deep fry on medium flame.
Deep fry them to light brownish both sides.
Serve Fresh and Hot.
RATDA is one of some lost traditional recipes. Ladies used to prepare while singing ceremonial songs on SANGEET ceremony prior to wedding ceremony.
Also, RATDA used to be given as a snack to returning procession after wedding.
You always eat salted or spiced Puri. Here is twisted taste of Puri…RATDA…
You will want to taste it again and again…
No Comments