તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૫ મિનિટ
૨ સર્વિંગ
સામગ્રી :
ભેળ માટે :
લીલી ચટણી ૨ ટેબલ સ્પૂન
લસણ ની ચટણી ૧ ટેબલ સ્પૂન
આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન
ડુંગળી સમારેલી ૧
કાચી કેરી સમારેલી ૧ ટેબલ સ્પૂન
ચણા પલાળીને બાફેલા ૧/૪ કપ
બટેટા બાફેલા સમારેલા ૧/૨ કપ
ચવાણું ૧/૨ કપ
મમરા ૧/૨ કપ
સીંગદાણા તળેલા ૧ ટેબલ સ્પૂન
સેન્ડવિચ માટે :
બ્રેડ સ્લાઇસ ૪
માખણ ૨ ટેબલ સ્પૂન
લીલી ચટણી ૧ ટી સ્પૂન
લસણ ની ચટણી ૧ ટી સ્પૂન
સર્વિંગ માટે :
ચા અથવા કોફી અથવા જ્યુસ
રીત :
ભેળ માટેની બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લો.
બ્રેડ ની એક સ્લાઇસ લો. એની ઉપર, માખણ, લીલી ચટણી અને લસણ ની ચટણી લગાવી દો.
એની ઉપર, તૈયાર કરેલા ભેળના મીશ્રણનું પાતળું થર પાથરી દો.
એની ઉપર બ્રેડ ની બીજી એક સ્લાઇસ મુકી દો.
આ રીતે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લો.
આછી ગુલાબી થઈ જાય એવી ગ્રીલ કરી લો અથવા ટોસ્ટ કરી લો.
ગરમા ગરમ ચા કે કોફી અથવા ઠંડા જ્યુસ સાથે તરત જ પીરસો.
ગમે ત્યારે ભુખ લાગે, તો, સેન્ડવિચ સરપ્રાઈઝ ના સરપ્રાઇઝિંગ સ્વાદથી ખુદ ને સરપ્રાઈઝ કરો.
Preparation time 15 minutes
Cooking time 5 minutes
For 2 servings
Ingredients:
For Bhel:
Green Chutney 2 tbsp
Garlic Chutney 1 tbsp
Tamarind Chutney 2 tbsp
Onion chopped 1
Raw Mango chopped 1 tbsp
Chickpeas soaked and boiled ¼ cup
Potato boiled and chopped ½ cup
Chawanu (Indian salty snack) ½ cup
Puffed Rice (Mamara) ½ cup
Fried Peanuts 1 tbsp
For Sandwich:
Bread slices 4
Butter 2 tbsp
Green Chutney 1 ts
Garlic Chutney 1 ts
For Serving:
Tea or Coffee or a Glass of Juice of fruit of your choice
Method:
Take in a mixing bowl, all listed ingredients for Bhel.
Take a slice of Bread. Apply Butter, Green Chutney and Red Chutney.
Make a thin layer of prepared Bhel mixture.
Cover it with a slice of Bread.
Prepare another sandwich using remaining 2 slices of Bread.
Grill them or toast them to brownish.
Serve with Hot Tea or Coffee or a Glass of Juice of fruit of your choice.
Feel Hungry Anytime…Surprise Yourself with Sandwich Every Time…
No Comments