ઝટપટ બ્રાઉની / Jat Pat Brownie

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

સર્વિંગ ૧

 

સામગ્રી:

કોફી ૧ ટેબલ સ્પૂન

ચોકલેટ બિસ્કીટ ૧૨

ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ ૩ ટેબલ સ્પૂન

અખરોટ નો કરકરો ભુકો ૧ ટેબલ સ્પૂન

 

ચોકલેટ સૉસ માટે:

ડાર્ક ચોકલેટ ૧૦૦ ગ્રામ

માખણ ૧ ટેબલ સ્પૂન

 

વેનીલા આઇસક્રીમ

અખરોટ ના ટુકડા

 

રીત:

સૌપ્રથમ, સીઝલર પ્લેટ ગરમ કરવા મુકી દો.

 

એ દરમ્યાન, ચોકલેટ સૉસ તૈયાર કરી લો.

 

એક પૅનમાં માખણ લો. એમાં ૩ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી, ગરમ કરી લો.

 

પછી એમાં ડાર્ક ચોકલેટ ઉમેરી, ધીમા તાપે ગરમ કરી, ઓગાળી લો. ચોકલેટ સૉસ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

હવે, એક બાઉલમાં કોફી લઈ, એમાં ૨ ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી ઉમેરી, એક બાજુ રાખી દો.

 

એલ્યુમિનિયમ ફોઈલનો એક ચોરસ ટુકડો લઈ, એક પ્લેટ પર ગોઠવી દો.

 

એક પછી એક, ૪ ચોકલેટ બિસ્કીટ લઈ, કોફી ના પાણીમાં ઝબોળી, પ્લેટ પરના એલ્યુમિનિયમ ફોઈલ પર ચોરસ આકારમાં ગોઠવી દો.

 

એના પર, ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ લગાવી, અખરોટ નો ભુકો છાંટી દો.

 

હવે એના પર, એક પછી એક, ૪ બિસ્કીટ લઈ, કોફી ના પાણીમાં ઝબોળી, ગોઠવી દો.

 

એના પર, ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ લગાવી દો.

 

હવે ફરી એના પર, એક પછી એક, ૪ ચોકલેટ બિસ્કીટ લઈ, કોફી ના પાણીમાં ઝબોળી, ગોઠવી દો.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરી, તૈયાર કરેલી બિસ્કીટ ની પ્લેટ, ગરમ થયેલા સ્ટીમરમાં મુકી, ફક્ત ૩ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

પછી, સ્ટીમરમાંથી બહાર કાઢી લઈ તરત જ, ગરમ થયેલી સીઝલર પ્લેટ પર મુકી, એના પર એક સ્કૂપ જેટલો વેનીલા આઇસક્રીમ મુકી, અખરોટના થોડા ટુકડા મુકી, તૈયાર કરેલો ચોકલેટ સૉસ રેડી, તરત જ, ઝટપટ, સીઝલ થતું જ પીરસી દો.

Preparation time 10 minutes

Cooking time 5 minutes

Serving 1

 

Ingredients:

Coffee 1 tbsp

Chocolate Biscuits 12

Chocolate Hazelnut Spread 3 tbsp

Walnut crushed 1 tbsp

 

For Chocolate Sauce:

Dark Chocolate 100g

Butter 1 tbsp

 

Vanilla Ice Cream for serving

Walnut pieces for garnishing

 

Method:

First of all, put sizzler plate to get heated.

 

Meanwhile, prepare Chocolate Sauce.

 

Take Butter in a pan.

 

Add 3 tbsp of water and heat it up.

 

Then, add Dark Chocolate and heat it up on low flame to melt it. Chocolate Sauce is ready. Keep it a side.

 

Now, take Coffee in a bowl. Add 2 tbsp of hot water and keep it a side.

 

Take a square pieces of aluminium foil and arrange it on a plate.

 

One by one, take 4 Chocolate Biscuits, dip in Coffee water and arrange on aluminium foil on a plate making a square of 4 biscuits.

 

Apply Chocolate Hazelnut Spread on them and sprinkle crushed Walnut.

 

Now on this, one by one, take 4 Chocolate Biscuits, dip in Coffee water and arrange.

 

Apply Chocolate Hazelnut Spread on them.

 

Now again on this, one by one, take 4 Chocolate Biscuits, dip in Coffee water and arrange.

 

Heat water in a steamer. Put prepared Biscuits plate in heated steamer and steam for only 3 minutes.

 

Then, immediately after removing from steamer, shift it on a heated sizzler plate, put a scoop of Vanilla Ice Cream on it, put few pieces of Walnut, pour spreading prepared Chocolate Sauce, serve immediately while it is sizzling.

વ્હાઇટ ચોકલેટ બ્રાઉની / White Chocolate Brownie

તૈયારી માટે ૧૦ મિનિટ

બેકિંગ માટે ૨૫ મિનિટ

સર્વિંગ ૬

 

સામગ્રી:

દુધ ૧/૨ કપ

માખણ ૫૦ ગ્રામ

વ્હાઇટ ચોકલેટ ૧૦૦ ગ્રામ

ખાંડ ૧/૪ કપ

મેંદો ૧ કપ

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

લેમન ઝેસ્ટ

મીક્ષ ફ્રૂટ જામ

 

મોલ્ડ તૈયાર કરવા માટે માખણ અને મેંદો

 

રીત:

દુધ ને હુંફાળું ગરમ કરી, એમાં, માખણ, વ્હાઇટ ચોકલેટ અને ખાંડ ઉમેરી, ઓગળી જાય ત્યાં સુધી બરાબર મીક્ષ કરો.

 

પછી એમાં, મેંદો અને બેકિંગ પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

લીંબુ નો રસ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

લેમન ઝેસ્ટ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. ખીરું તૈયાર છે.

 

હવે, મીક્ષ ફ્રૂટ જામમાં થોડું પાણી ઉમેરી, હુંફાળું ગરમ કરી લો.

 

બ્રાઉની માટેના મોલ્ડને માખણ વડે ગ્રીસ કરી, એના પર મેંદો છાંટી દો.

 

પછી એ મોલ્ડમાં, તૈયાર કરેલું ખીરું ભરી દો.

 

એના ઉપર, હુંફાળું ગરમ કરેલો મીક્ષ ફ્રૂટ જામ રેડી, મનપસંદ ડિઝાઇન કરી લો.

 

ઓવન ને પ્રીહીટ કરી લો.

 

પ્રીહીટ કરેલ ઓવનમાં, તૈયાર કરેલું મોલ્ડ મુકી દો.

 

૧૮૦° પર ૨૫ મિનિટ માટે બૅક કરી લો.

 

શ્રેષ્ઠ સ્વાદ માણવા માટે તાજી જ બ્રાઉની પીરસો.

Preparation time 10 minutes

Baking time 25 minutes

Servings 6

 

Ingredients:

Milk ½ cup

Butter 50g

White Chocolate 100g

Sugar ¼ cup

Refined White Wheat Flour (Maida) 1 cup

Baking Powder 1 ts

Lemon Juice 1 ts

Lemon Zest

Mix Fruit Jam

 

Butter and Refined White Wheat Flour to prepare mould

 

Method:

Lukewarm Milk and add Butter, White Chocolate and Sugar. Mix very well until White Chocolate and Sugar get melted.

 

Then, add Refined White Wheat Flour and Baking Powder. Mix well.

 

Add Lemon Juice and mix well.

 

Add Lemon Zest and mix well. Batter is ready now.

 

Now, add little water in Mix Fruit Jam and lukewarm it.

 

Grease mould for brownie and then dust it with Refined White Wheat Flour.

 

Fill in greased and dusted mould with prepared batter.

 

Make design of your choice pouring lukewarm Mix Fruit Jam on it.

 

Preheat oven.

 

Put prepared mould in preheated oven.

 

Bake it for 25 minutes at 180°.

 

Serve Fresh for its best taste.

error: Content is protected !!