અમૃત પાક / Amrut Pak

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૦ ટુકડા

સામગ્રી:

ઘી ૧/૨ કપ

રવો / સુજી ૧/૨ કપ

ચણા નો લોટ ૧/૪ કપ

સુકુ ટોપરું ખમણેલું ૧/૨ કપ

મીલ્ક પાઉડર ૧/૪ કપ

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

ખાંડ ૧/૨ કપ

સજાવટ માટે સુકો મેવો, ખસ ખસ અને ચારોલી

 

રીત:

એક પૅન માં ઘી ગરમ કરો.

 

એમાં, રવો અને ચણા નો લોટ ઉમેરી, મધ્યમ તાપે સેકી લો. સેકાઈ જાય એટલે થોડું ઠંડુ થવા એને થોડી વાર એક બાજુ રાખી દો.

 

એ દરમ્યાન, બીજા એક પૅનમાં ખાંડ અને ખાંડ ડુબે એટલુ પાણી ઉમેરી, મધ્યમ તાપે, જરૂર જણાય ત્યારે હલાવતા રહી, ૧ તાર ની ચાસણી તૈયાર કરી લો.

 

હવે, તૈયાર કરેલી ચાસણી, સેકેલા રવા અને ચણા ના લોટ માં બરાબર મીક્ષ કરી દો.

 

એમાં, ખમણેલું સુકુ ટોપરું, મીલ્ક પાઉડર અને એલચી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

આ તૈયાર કરેલા મિશ્રણને એક થાળીમાં પાથરી દો.

 

એની ઉપર, સુકો મેવો, ખસ ખસ અને ચારોલી છાંટી દો.

 

પછી એને ૩ થી ૪ કલાક માટે રાખી મુકો.

 

ત્યાર બાદ, પસંદ મુજબ સાઇઝ અને આકાર ના ટુકડા કાપી લો.

 

અન્નકૂટ મહોત્સવ માં અન્ય સામગ્રીઓ સાથે પ્રસાદ ધરાવો.

Preparation time 2 minutes

Cooking time 20 minutes

Yield 10 pcs

 

Ingredients:

Ghee ½ cup

Semolina (Suji / Ravo) ½ cup

Gram Flour ¼ cup

Dry Coconut grated ½ cup

Milk Powder ¼ cup

Cardamom Powder 1 ts

Sugar ½ cup

Dry Fruits, Poppy Seeds, Chironji for garnishing

 

Method:

Heat Ghee in a pan.

 

Add Semolina and Gram Flour in heated Ghee and roast on medium flame. When Roasted, leave it aside to cool off somehow.

 

Meanwhile, in another pan on medium flame, take Sugar. Add water enough to cover sugar in pan. Stir occasionally as needed and prepared 1 string syrup.

 

Now, add prepared Sugar syrup in roasted Semolina and Gram Flour. Mix well.

 

Add grated Dry Coconut, Milk Powder and Cardamom Powder. Mix well.

 

Spread prepared mixture on a flat surfaced plate.

 

Sprinkle Dry Fruits, Poppy Seeds and Chironi on it.

 

Leave it for 3 to 4 hours.

 

Then, cut in shape and size of choice.

 

Offer to the God along with other offerings during Annakut Mahotsav.

સ્ટફ્ડ મઠડી રોલ (પ્રસાદ) / Stuffed Muthadi Roll (God’s Offering)

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧ કપ

તલ ૧ ટી સ્પૂન

ઘી ૨ ટેબલ સ્પૂન

 

પુરણ માટે :

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

કાજુ પાઉડર ૧/૪ કપ

પિસ્તા ટુકડા ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

કેસર ૫-૬ તાર

તળવા માટે ઘી

કોટિંગ માટે દળેલી ખાંડ  

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો લો.

 

એમાં તલ અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા નરમ લોટ બાંધી લો. થોડી વાર રાખી મુકો.

 

પુરણ માટે :

એક પૅન માં ખાંડ લો. એમાં થોડું પાણી ઉમેરો. હલાવીને ખાંડ ઓગાળો.

 

એમાં ગુલકંદ, કાજુ પાઉડર અને પિસ્તા ના ટુકડા મિક્સ કરો.

 

હવે એને ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

એમાં કેસર મિક્સ કરો અને ઠંડુ થવા થોડી વાર રાખી મુકો.

 

ઠંડુ થઈ જાય એટલે થોડું પુરણ લઈ, એક મુઠ્ઠીમાં દબાવી, બન્ને હથેળી વચ્ચે ફેરવી, નાનો રોલ જેવો આકાર આપો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો. એક બાજુ રાખી દો.

 

મઠડી બનાવવા માટે :

બાંધેલા લોટમાંથી જરા જાડી રોટલીઓ વણી લો.

 

બધી રોટલીઓમાંથી લાંબી પટ્ટીઓ કાપી લો.

 

એક પટ્ટી પર થોડું ઘી લગાવો અને સુગર પાઉડર છાંટો.

 

હવે, આ પટ્ટી પર એક રોલ મૂકી, પટ્ટી વાળી લઈ, એમાં રોલ વીંટાળી લો. પટ્ટી ની બન્ને બાજુના છેડા હાથેથી દબાવી બંધ કરી લો.

 

આ રીતે બધા સ્ટફ્ડ રોલ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે ધીમા તાપે ઘી ગરમ કરો.

 

બધા સ્ટફ્ડ રોલ આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે ઘી માં બધા રોલ ફેરવવા.

 

રોલ તળાય જાય એટલે ઘી માં થી કાઢી લઈ, તરત જ દળેલી ખાંડ માં રગદોળી, કોટ કરી લો.

 

ઠંડા થવા માટે ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મુકો.

 

ભગવાન ને ધરાવો અને પ્રસાદ આરોગો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 10 pcs.

Ingredients:
For dough :
Refined White Wheat Flour (Maida) 1 cup
Sesame Seeds 1 tsContinue Reading

error: Content is protected !!