સ્વીટ ઉત્તપમ પ્લૅટર / Sweet Uttapam Platter

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

સામગ્રી :

ખીરા માટે :

ચોખા ૩ કપ

અડદ દાળ ૧ કપ

દહી ૪ કપ

મીઠું સ્વાદ મુજબ

સોડા-બાય-કાર્બ ચપટી

ઉત્તપમ માટે :

માખણ ઓગાળેલું ૧/૨ કપ

અલગ અલગ ટૉપિન્ગ માટે :

૧. ચોકો બનાના :

ચોકલેટ સૉસ (તૈયાર મળે છે) ૧ ટેબલ સ્પૂન

પાકા કેળા ની કાપેલી સ્લાઇસ ૧ કેળા ની

૨. હેઝલનટ-પીનટ :

હેઝલનટ સૉસ (તૈયાર મળે છે) ૧ ટેબલ સ્પૂન

સેકેલા સીંગદાણા ૧ ટેબલ સ્પૂન

૩. સુકો મેવો :

સુકી ખારેક જીણી સમારેલી ૧

અંજીર જીણા સમારેલા ૧

અખરોટ નાના ટુકડા ૧

ચોકલેટ ખમણેલી ૧ ટેબલ સ્પૂન

૪ જામ :

મિક્સ ફ્રૂટ જામ (તૈયાર મળે છે) ૧ ટેબલ સ્પૂન

બદામ ની કતરણ ૪-૫ બદામ ની

રીત :

ખીરા માટે :

ચોખા અને અડદ દાળ આશરે ૭ કલાક માટે અલગ અલગ પાણીમાં પલાળો. પછી ગરણીથી પાણી કાઢી નાખો.

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલા ચોખા લો. એમાં ૩ કપ દહી ઉમેરો. કરકરું પીસી લો. એક મોટા વાટકામાં લઈ લો.

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલી અડદ દાળ લો. એમાં ૧ કપ દહી ઉમેરો. કરકરી પીસી લો. પીસેલા ચોખા સાથે મીક્ષ કરી દો.

આથા માટે ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.

પછી એમાં મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

ખીરું તૈયાર છે. એક બાજુ રાખી દો.

ઉત્તપમ માટે :

૧. ચોકો બનાના :

મધ્યમ તાપે જાડો સપાટ તવો ગરમ કરો. નોન-સ્ટિક તવા પર ઉત્તપમ બનાવવા સરળ પડશે.

તવા ઉપર તૈયાર કરેલું ખીરું ૧ ટેબલ સ્પૂન જેટલું રેડો. તવેથા થી તવા પર ખીરાને ઝડપથી જાડા ગોળ આકારમાં ફેલાવી દો.

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે ઉત્તપમની કિનારી ફરતે અને ઉત્તપમની ઉપર ૧/૨ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું માખણ રેડો.

એની ઉપર ચોકલેટ સૉસ લગાવી દો અને સરસ દેખાય એ રીતે પાકા કેળાની સ્લાઇસ ગોઠવી દો.

પછી, ૨ થી ૩ મિનિટ માટે પકાવો. ઉથલાવવાની જરૂર નથી. એક જ બાજુ પકાવવાનું છે.

તવા પરથી લઈ લો અને સર્વિંગ પ્લેટ પર મુકો.

૨. હેઝલનટ-પીનટ :

મધ્યમ તાપે જાડો સપાટ તવો ગરમ કરો. નોન-સ્ટિક તવા પર ઉત્તપમ બનાવવા સરળ પડશે.

તવા ઉપર તૈયાર કરેલું ખીરું ૧ ટેબલ સ્પૂન જેટલું રેડો. તવેથા થી તવા પર ખીરાને ઝડપથી જાડા ગોળ આકારમાં ફેલાવી દો.

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે ઉત્તપમની કિનારી ફરતે અને ઉત્તપમની ઉપર ૧/૨ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું માખણ રેડો.

એની ઉપર હેઝલનટ સૉસ લગાવી દો અને સેકેલા સીંગદાણા છાંટી દો.

પછી, ૨ થી ૩ મિનિટ માટે પકાવો. ઉથલાવવાની જરૂર નથી. એક જ બાજુ પકાવવાનું છે.

તવા પરથી લઈ લો અને સર્વિંગ પ્લેટ પર ચોકો બનાના ઉત્તપમ સાથે મુકો.

૩. સુકો મેવો :

મધ્યમ તાપે જાડો સપાટ તવો ગરમ કરો. નોન-સ્ટિક તવા પર ઉત્તપમ બનાવવા સરળ પડશે.

તવા ઉપર તૈયાર કરેલું ખીરું ૧ ટેબલ સ્પૂન જેટલું રેડો. તવેથા થી તવા પર ખીરાને ઝડપથી જાડા ગોળ આકારમાં ફેલાવી દો.

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે ઉત્તપમની કિનારી ફરતે અને ઉત્તપમની ઉપર ૧/૨ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું માખણ રેડો.

એની ઉપર જીણી સમારેલી સુકી ખારેક, જીણા સમારેલા અંજીર, અખરોટ ના નાના ટુકડા અને ખમણેલી ચોકલેટ છાંટી દો.

પછી, ૨ થી ૩ મિનિટ માટે પકાવો. ઉથલાવવાની જરૂર નથી. એક જ બાજુ પકાવવાનું છે.

તવા પરથી લઈ લો અને સર્વિંગ પ્લેટ પર ચોકો બનાના અને હેઝલનટ-પીનટ ઉત્તપમ સાથે મુકો.

૪ જામ :

મધ્યમ તાપે જાડો સપાટ તવો ગરમ કરો. નોન-સ્ટિક તવા પર ઉત્તપમ બનાવવા સરળ પડશે.

તવા ઉપર તૈયાર કરેલું ખીરું ૧ ટેબલ સ્પૂન જેટલું રેડો. તવેથા થી તવા પર ખીરાને ઝડપથી જાડા ગોળ આકારમાં ફેલાવી દો.

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે ઉત્તપમની કિનારી ફરતે અને ઉત્તપમની ઉપર ૧/૨ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું માખણ રેડો.

એની ઉપર મિક્સ ફ્રૂટ જામ લગાવી દો અને બદામ ની કતરણ છાંટી દો.

પછી, ૨ થી ૩ મિનિટ માટે પકાવો. ઉથલાવવાની જરૂર નથી. એક જ બાજુ પકાવવાનું છે.

તવા પરથી લઈ લો અને સર્વિંગ પ્લેટ પર બીજા ઉત્તપમ સાથે મુકો.

ઉત્તપમ પ્લૅટર તૈયાર છે.

સાઉથ ઈન્ડિયા ની સોડમભરી, મીઠાશભરી વાનગી, સ્વીટ ઉત્તપમ પ્લૅટર.  

Prep.15 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

For Batter:

Rice 3 cup

Skinned and Split black  Gram 1 cup

Curd 1 cupContinue Reading

error: Content is protected !!