તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૩૦ મિનિટ
૬ નંગ
સામગ્રી :
લોટ માટે :
ઘઉ નો લોટ ૧ કપ
તેલ ૨ ટેબલ સ્પૂન
પુરણ માટે :
તુવેરદાળ બાફેલી ૧ કપ
ઘી ૨ ટેબલ સ્પૂન
ખાંડ ૧/૨ કપ
એલચી પાઉડર ચપટી
ઘી, સાંતડવા માટે
કોકોનટ ક્રીમ માટે :
ક્રીમ / મલાઈ ૧/૪ કપ
કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ
દૂધ ૧/૪ કપ
કોકોનટ મિલ્ક પાઉડર ૩ ટેબલ સ્પૂન
સૂકો મેવો મિક્સ ૧ ટેબલ સ્પૂન
સજાવટ માટે :
સૂકો મેવો
ચાંદીનો વરખ
રીત :
કોકોનટ ક્રીમ માટે :
એક બાઉલમાં દૂધ અને કોકોનટ મિલ્ક પાઉડર મિક્સ કરો.
એમાં ક્રીમ, કન્ડેન્સ મિલ્ક અને સૂકો મેવો મિક્સ કરો.
હવે, ધીમા-મધ્યમ તાપે હલાવતા રહી થોડી વાર માટે ઉકાળો.
ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા થોડી વાર રાખી મુકો.
પુરણ માટે :
એક પૅનમાં સાંતળવા માટે ઘી ગરમ કરો.
એમાં બાફેલી તુવેરદાળ ઉમેરી, સાંતળી લો.
પછી એમાં ખાંડ ઉમેરી, બરાબર મીક્ષ કરી, સાંતળવાનું ચાલુ રાખો.
પુરણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં એલચી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.
પુરણ પોડી બનાવવા માટે :
એક કથરોટમાં ઘઉ નો લોટ લો.
એમાં તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા નરમ લોટ બાંધી લો.
લોટમાંથી લુવો લઈ મધ્યમ સાઇઝ નો બોલ બનાવો. એમાંથી જાડી અને નાની રોટલી વણી લો.
એની વચ્ચે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો. રોટલીના છેડા વાળી લઈ પુરણ રેપ કરી દો અને ફરી વણી લો. પુરણ બહાર ના નીકળી જાય એ કાળજી રાખવી. રોટલી વણતી વખતે જરૂર લાગે ત્યારે કોરા લોટ નો ઉપયોગ કરવો જેથી વણવામાં સરળ રહેશે અને ચોંટશે નહી.
આ રીતે બધી પુરણ પોડી વણી લો.
એક પછી એક, બધી પુરણ પોડી, ઘી નો ઉપયોગ કરી, સેલો ફ્રાય કરી લો.
એક સર્વિંગ બાઉલમાં થોડું કોકોનટ ક્રીમ લો. એમાં પુરણ પોડી લો.
એની પર થોડો સૂકો મેવો છાંટો અને ચાંદી નો વરખ મૂકી આકર્ષક બનાવો.
ગરમા ગરમ પીરસો.
મસ્ત મીઠી મુલાયમ પુરણ પોડી.
Prep.10 min.
Cooking time 30 min.
Yield 6 pcs.
Ingredients:
For Dough:
Wheat Flour 1 cup
Oil 2 tbspContinue Reading