તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
અંદાજીત ૩૦૦ ગ્રામ
સર્વિંગ ૪
સામગ્રી:
મેંદો ૧/૪ કપ
તપકીર ૧ ટેબલ સ્પૂન
દુધ ૧/૨ કપ
ખાંડ ૩/૪ કપ
ઘી ૧/૪ કપ
એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન
એલચી ના દાણા ૧/૨ ટી સ્પૂન
કેસર ચપટી
સજાવટ માટે બદામ અને પીસ્તા ની કતરણ
રીત:
એક પૅનમાં મેંદો, તપકીર, દુધ અને ખાંડ લઈ, બરાબર મીક્ષ કરી દો.
એમાં, ઘી ઉમેરી, પૅનને ધીમા તાપે મુકી, મીશ્રણ ઘાટુ થઈ જાય ત્યાં સુધી, સતત હલાવતા રહી, પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.
એલચી પાઉડર ઉમેરી, મીશ્રણ ઠંડુ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.
મીશ્રણ ઠંડુ થઈ જાય એટલે એક બટર પેપર પર લઈ, બીજા એક બટર પેપર વડે ઢાંકી દો અને પાતળુ થર થઈ જાય એટલુ વણી લો.
પછી, ઉપરનું બટર પેપર હટાવી લો.
કેસર, બદામ અને પીસ્તાની કતરણ છાંટી, સજાવો.
ફરીથી બટર પેપર વડે ઢાંકી દો અને હળવેથી થોડું વણી લો જેથી કેસર, બદામ, પીસ્તાની કતરણ બરાબર ચોંટી જાય.
હવે, ઠંડુ થવા માટે અંદાજીત ૧ કલાક માટે રાખી મુકો.
પછી, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો અને ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.
હવે ખાવા માટે બોમ્બે આઇસ હલવો તૈયાર છે. તાજે તાજો જ પીરસો અથવા બરણીમાં ભરીને રાખી દો અને જરૂર મુજબ પીરસો.
Preparation time 5 minutes
Cooking time 10 minutes
Yield 300g approx.
Servings 4
Ingredients:
Refined White Wheat Flour (Maida) ¼ cup
Arrowroot Powder (Tapkir) 1 tbsp
Milk ½ cup
Sugar ¾ cup
Ghee ¼ cup
Cardamom Powder ½ ts
Cardamom Granules ½ ts
Saffron pinch
Almond chips and Pistachio chips for garnishing
Method:
Take in a pan, Refined White Wheat Flour, Arrowroot Powder, Milk and Sugar. Mix very well.
Add Ghee and put the pan on low flame. Cook while continuously stirring until mixture becomes thick. Then, remove the pan from flame.
Add Cardamom Powder and continue stirring until mixture cools off.
When mixture cools off somehow, take it on a butter paper. Cover it with another butter paper and roll it to make a thin layer.
Then, remove the butter paper from the upper side.
Sprinkle Saffron, Cardamom Granules, Almond chips and Pistachio chips to garnish.
Cover it again with butter paper and roll it little just to get sprinkled garnishing stick well on the layer.
Now, leave it for approx. 1 hour to cool off.
Then, cut in pieces of size and shape of choice and leave it for 5 to 6 hours.
Now, Bombay Ice Halvo is ready to eat. Serve fresh or store in an container to serve later anytime.