ગ્લોબલ ઉત્તપમ પ્લેટર / Global Uttapam Platter

 

તૈયારી માટે ૪૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

ભાગ-૧ કાચી રસમ :

સામગ્રી :

લીલા મરચાં આખા ૨

ડુંગળી સમારેલી ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

રસમ પાઉડર

પાણી ૨ કપ

 

વઘાર માટે :

તેલ, રાય, જીરું, લીમડો, સૂકા લાલ મરચાં

 

રીત :

લીલા મરચાંમાં કાપા પડી સેકી લો.

 

સેકેલા લીલા મરચાં, ડુંગળી અને ધાણાભાજી એક ખાંડણીમાં ખાંડી કરકરી પેસ્ટ બનાવી લો. એક વાટકામાં લઈ લો.

 

એમાં આમલીનો પલ્પ, ખાંડ, તલ, રસમ પાઉડર, મીઠું અને પાણી ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

 

એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરો. તતડી જાય એટલે તૈયાર કરેલા રસમના મિશ્રણમાં આ વઘાર તરત જ ઉમેરી દો. બરાબર મીક્ષ કરી દો.

 

કાચી રસમ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ભાગ-૨ અળસીના બી ની પોડી :

સામગ્રી :

સૂકા લાલ મરચાં ૭-૮

ચણા દાળ ૧/૨ કપ

અળસીના બી ૧/૨ કપ

અડદ દાળ ૧/૪ કપ

સૂકા નારિયળ નો પાઉડર ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે ::

તેલ, રાય, હિંગ, લીમડો

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, હિંગ અને લીમડો ઉમેરો. તતડે એટલે એમાં સૂકા લાલ મરચાં, ચણા દાળ, અડદ દાળ, અળસીના બી, સૂકા નારિયળ નો પાઉડર અને મીઠું ઉમેરો.

 

ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે હલાવી ને પકાવો.

 

પછી, ઠંડુ થવા રાખી મુકો.

 

પછી, ગ્રાઈન્ડરમાં પીસી લો.

 

એક બાજુ રાખી દો.

 

ભાગ-૩ ઉત્તપમ :

ખીરા માટે :

સામગ્રી :

ચોખા ૩ કપ

અડદ દાળ ૧ કપ

દહી ૪ કપ

મીઠું

 

રીત :

ચોખા અને અડદ દાળ આશરે ૭ કલાક માટે અલગ અલગ પાણીમાં પલાળો. પછી ગરણીથી પાણી કાઢી નાખો.

 

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલા ચોખા લો. એમાં ૩ કપ દહી ઉમેરો. કરકરું પીસી લો. એક મોટા વાટકામાં લઈ લો.

 

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલી અડદ દાળ લો. એમાં ૧ કપ દહી ઉમેરો. કરકરી પીસી લો. પીસેલા ચોખા સાથે મીક્ષ કરી દો.

 

આથા માટે ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.

 

પછી એમાં મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

 

ખીરું તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ઉત્તપમ માટે :

ઓગાળેલું માખણ

 

ગ્લોબલ ટૉપિન્ગ માટે :

૧. મેક્સીકન ઉત્તપમ ટોપીંગ માટે :

સામગ્રી :

કેપ્સિકમ સમારેલા ૧

મકાઇ ના દાણા બાફેલા ૨ ટેબલ સ્પૂન

સાલસા સૉસ ૨ ટેબલ સ્પૂન

ચીઝ ખમણેલું ૨ ટેબલ સ્પૂન

 

રીત :

બધી સામગ્રી એક વાટકામાં લઈ બરાબર મીક્ષ કરી લો.

 

એક બાજુ રાખી દો.

 

૨. થાઈ ઉત્તપમ ટોપીંગ (સોમ ટોમ સલાડ) :

સામગ્રી :

લસણ ૪-૫ કળી

તાજા લાલ મરચાં ૨-૩

ટમેટાં જીણા સમારેલા ૧

સોયા સૉસ ૧ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૧ ટેબલ સ્પૂન

કાચું પપૈયું ખમણેલું ૧ ટેબલ સ્પૂન

ફણસી અથવા લીલા વટાણા બાફેલા ૨ ટેબલ સ્પૂન

સેકેલા સીંગદાણા ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

લસણ, તાજા લાલ મરચાં, સોયા સૉસ, ખાંડ, આમલી નો પલ્પ અને જીણા સમારેલા ટમેટાં અડધા. આ બધુ ખાંડણીમાં લઈ એકદમ ખાંડી પેસ્ટ બનાવી લો. એક વાટકામાં લઈ લો.

એમાં ખમણેલું પપૈયું, જીણા સમારેલા ટમેટાં, બાફેલી ફણસી અથવા બાફેલા લીલા વટાણા, સેકેલા સીંગદાણા, ધાણાભાજી અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરી દો.

 

એક બાજુ રાખી દો.

 

૩. ચાઇનીઝ ઉત્તપમ ટોપીંગ (સેઝવાન પનીર) :

સામગ્રી :

આદુ ખમણેલો ૧ ટેબલ સ્પૂન

લસણ સમારેલું ૪-૫ કળી

લીલા મરચાં સમારેલા ૨-૩

ડુંગળી સમારેલી ૧

પનીર ક્યૂબ ૬-૭

સેઝવાન સૉસ ૧ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં ખમણેલો આદુ, સમારેલું લસણ અને લીલા મરચાં ઉમેરો. સાંતડાઇ જાય એટલે સમારેલી ડુંગળી, પનીર ક્યૂબ, સેઝવાન સૉસ અને મરી પાઉડર ઉમેરો. ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે સાંતડો. અધકચરું જ પકાવવાનું છે. એકદમ નરમ ના થવા દેવું,

 

એક બાજુ રાખી દો.

 

૪. ઇંડિયન ઉત્તપમ ટોપીંગ :

સામગ્રી :

પનીર ખમણેલું ૧/૪ કપ

હળદર ૧/૪ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં ખમણેલું પનીર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. સુકું કરકરું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાં સુધી મીક્ષ કરતાં રહી ધીમા તાપે પકાવો.

 

એક બાજુ રાખી દો.

 

ઉત્તપમ બનાવવા માટે :

૧. ઉત્તપમ મેક્સીકન ટોપીંગ સાથે :

મધ્યમ તાપે જાડો સપાટ તવો ગરમ કરો. નોન-સ્ટિક તવા પર ઉત્તપમ બનાવવા સરળ પડશે.

 

તવા ઉપર તૈયાર કરેલું ખીરું ૧ ટેબલ સ્પૂન જેટલું રેડો. તવેથા થી તવા પર ખીરાને ઝડપથી જાડા ગોળ આકારમાં ફેલાવી દો.

 

એના ઉપર મેક્સીકન ટોપીંગ છાંટી દો. તવેથા થી હળવેથી ટોપીંગ દબાવી ઉત્તપમ ઉપર બરાબર ગોઠવી દો.

 

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે ઉત્તપમની કિનારી ફરતે અને ઉત્તપમની ઉપર ૧/૨ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું માખણ રેડો.

 

પછી, ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ માટે જ પકાવો.

 

ટોપીંગમાનું ચીઝ ઓગળી ના જાય એ માટે ઉથલાવવાની જરૂર નથી.

 

૨. ઉત્તપમ અન્ય ટોપીંગ સાથે :

મધ્યમ તાપે જાડો સપાટ તવો ગરમ કરો. નોન-સ્ટિક તવા પર ઉત્તપમ બનાવવા સરળ પડશે.

 

તવા ઉપર તૈયાર કરેલું ખીરું ૧ ટેબલ સ્પૂન જેટલું રેડો. તવેથા થી તવા પર ખીરાને ઝડપથી જાડા ગોળ આકારમાં ફેલાવી દો.

 

એના ઉપર થાઈ ઉત્તપમ ટોપીંગ (સોમ ટોમ સલાડ) છાંટી દો. તવેથા થી હળવેથી ટોપીંગ દબાવી ઉત્તપમ ઉપર બરાબર ગોઠવી દો.

 

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે ઉત્તપમની કિનારી ફરતે અને ઉત્તપમની ઉપર ૧/૨ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું માખણ રેડો.

 

પછી, તરત જ તવેથા વડે ઉત્તપમને તવા પર ઉથલાવો.

 

પછી, ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ માટે જ પકાવો.

 

ફરી, તવેથા વડે ઉત્તપમને તવા પર ઉથલાવો.

 

પછી, તરત જ સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

આ જ રીતે ચાઇનીઝ ઉત્તપમ ટોપીંગ (સેઝવાન પનીર) અને ઇંડિયન ઉત્તપમ ટોપીંગ સાથે પણ ઉત્તપમ બનાવી લો.

 

કાચી રસમ અને અળસીના બી ની પોડી સાથે ગરમા ગરમ ઉત્તપમ પીરસો.

 

અસલી દક્ષિણ ભારતીય સ્વાદ માટે ઉત્તપમ સાથે નારિયળ ની ચટણી પણ પીરસી શકાય.

 

મેયોનેઝ અને કેચપ સાથે તો વળી અવનવો જ સ્વાદ માણવા મળશે.

 

મલ્ટિનેશનલ સ્વાદ સાથે જમાવેલી.. પરંપરાગત દક્ષિણ ભારતીય વાનગી ની જોડી..

 

કેવી લાગી..!!!???

 

Prep.45 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Part-1: Raw Rasam:

Ingredients:

Fresh Green Chilli whole 2

Onion chopped 1

Fresh Coriander Leaves 1 tbsp

Tamarind Pulp 2 tbsp

Sugar 2 ts

Sesame Seeds 1 tbsp

Salt to taste

Rasam Powder

Water 2 cup

For Tempering:

Oil, Mustard Seeds, Cumin Seeds, Curry Leaves, Dry Red Chilli

Method:

Roast Fresh Green Chilli. Pound roasted Green Chilli, Onion, Fresh Coriander Leaves. (Beat to coarse paste). Remove in a bowl. Add Tamarind Pulp, Sugar, Sesame Seeds, Rasam Powder. Salt and Water. Keep this mixture a side.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Curry Leaves and Dry Red Chilli. When spluttered, pour this tempering in prepared Rasam mixture.

 

Leave it to cool down to be ready to serve.

 

Part-2: Flax Seeds Podi:

Ingredients:

Dry Red Chilli 7-8

Skinned and Split Bengal Gram ½ cup

Flax Seeds ½ cup

Skinned and Split Black Gram ¼ cup

Dry Coconut Powder ½ cup

Salt to taste

For Tempering:

Oil, Mustard Seeds, Asafoetida Powder, Curry Leaves

Method:

Heat oil In a pan. Add Mustard Seeds, Asafoetida Powder and Curry Leaves. When spluttered, Add Dry Red Chilli, Skinned and Split Bengal Gram, Skinned and Split Black Gram, Flax Seeds, Dry Coconut Powder and Salt. Stir and cook for 3-4 minutes on low flame. Leave it to cool down. Then crush it in the grinder.

 

Keep it a side to serve later.

 

Part-3: Uttapam:

Ingredients:

For Batter:

Rice 3 cup

Skinned and Split black Gram 1 cup

Curd 1 cup

Salt

Method For Batter:

For Batter: Soak Rice and Skinned-Split Black Gram separately for 7 hours. Then drain the water from both. Add  some Curd with Rice and grind it. Add some Curd with Skinned-Split Black Gram and grind it. Then mix both of them. Adjust batter consistency with adding curd and than . Leave batter for 5 to 6 hours for fermentation.

For Uttapam:

Butter melted ½ cup

 

For Global Toppings:

  1. Mexican Uttapam Topping:

Ingredients:

Capsicum chopped 1

Corn boiled 2 tbsp

Salsa Sauce 2 tbsp

Cheese grated 2 tbsp

Method:

Take all these ingredients in a bowl and mix well.

 

Keep a side for later use.

 

  1. Thai Uttapam Topping (Som Tom Salad):

Ingredients:

Garlic 4-5 buds

Fresh Red Chilli 2-3

Tomato chopped small 1

Soy Sauce 1 tbsp

Sugar 1 tbsp

Tamarind Pulp 1 tbsp

Raw Papaya grated 1 tbsp

French Beans or Cowpeas boiled 2 tbsp

Roasted Peanuts 2 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

Salt to taste

Method:

Take Garlic, Fresh Red Chilli, Soy Sauce, Sugar, Tamarind Pulp and half chopped Tomato in a pounding pot and pound it to paste. Remove in a bowl after pounding. Add grated Papaya, chopped Tomato, boiled French Beans or Cowpeas, Roasted Peanuts, Fresh Coriander Leaves and Salt. Mix well.

 

Keep a side for later use.

 

  1. Chinese Uttapam Topping (Schezwan Cottage Cheese):

Ingredients:

Ginger grated 1 tbsp

Garlic chopped 4-5 buds

Green Chilli chopped 2-3

Onion chopped 1

Cottage Cheese cubes 6-7 cubes

Schezwan Sauce 1 tbsp

Black Pepper Powder 1 ts

Oil 1 tbsp

Method:

Heat oil in a pan. Add grated Ginger, chopped Garlic, chopped Green Chilli. When fried, add chopped Onion, Cottage Cheese cubes, Schezwan Sauce and Black Pepper Powder. Fry it for 2-3 minutes only on low flame. Should be partially cooked, don’t let it be soft.

 

Keep a side for later use.

 

  1. Indian Uttapam Topping:

Ingredients:

Cottage Cheese grated ¼ cup

Turmeric Powder  ¼ ts

Red Chilli Powder  ½ ts

Coriander-Cumin Powder ½ ts

Salt to taste

Oil 1 tbsp

Method:

Heat oil in a pan. Add grated Cottage Cheese, Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder and Salt. Mix well until it looks like dry coarse mixture.

 

Keep a side for later use.

Method:

For Uttapam with Mexican Uttapam Topping:

Heat thick flat pan on medium flame. Use of non-stick will make cooking easy.

 

Pour 1 tbsp of Uttapam Batter on the pan. Use flat cooking spoon to spread the Batter quickly in a thick and round shape. Sprinkle ingredients of Maxican Uttapam Topping. Press Toppings lightly with flat cooking spoon to settle it properly on Uttapam. When bottom side is partially cooked, pour ½ tbsp of butter around and on top of the Uttapam then let it be cooked for 30-40 seconds. Please don’t turn it over to avoid melting the cheese on the top.

 

For Uttapam with other toppings:

Heat thick flat pan on medium flame. Use of non-stick will make cooking easy.

 

Pour 1 tbsp of Uttapam Batter on the pan. Use flat cooking spoon to spread the Batter quickly in a thick and round shape. Sprinkle ingredients of one type of Topping. Press Toppings lightly with flat cooking spoon to settle it properly on Uttapam. When bottom side is partially cooked, pour ½ tbsp of butter around and on top of the Uttapam then turn over the Uttapam. Let it be cooked for 30-40 seconds. Turn over again and immediately remove it from the pan.

 

Repeat to prepare number of Uttapam with different Toppings.

 

Serve Uttapam with Raw Rasam and Flax Seeds Podi. To give authentic South Indian touch to taste, Coconut Chutney also can be served along with. Accompaniment of Mayonnaise and Ketch up will give additional flavour.

 

Enjoy Fusion of Multi-National Flavour with Traditional South Indian Uttapam Dish.

મિનિ મસાલા ઉત્તપમ પ્લૅટર / Mini Masala Uttapam Platter / Mini Spiced Uttapam Platter

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૫ પ્લેટ

 

ભાગ-૧ કાચી રસમ :

સામગ્રી :

લીલા મરચાં આખા ૨

ડુંગળી સમારેલી ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

રસમ પાઉડર

પાણી ૨ કપ

 

વઘાર માટે :

તેલ, રાય, જીરું, લીમડો, સૂકા લાલ મરચાં

 

રીત :

લીલા મરચાંમાં કાપા પડી સેકી લો.

 

સેકેલા લીલા મરચાં, ડુંગળી અને ધાણાભાજી એક ખાંડણીમાં ખાંડી કરકરી પેસ્ટ બનાવી લો. એક વાટકામાં લઈ લો.

 

એમાં આમલીનો પલ્પ, ખાંડ, તલ, રસમ પાઉડર, મીઠું અને પાણી ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

 

એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરો. તતડી જાય એટલે તૈયાર કરેલા રસમના મિશ્રણમાં આ વઘાર તરત જ ઉમેરી દો. બરાબર મીક્ષ કરી દો.

 

કાચી રસમ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ભાગ-૨ અળસીના બી ની પોડી :

સામગ્રી :

સૂકા લાલ મરચાં ૭-૮

ચણા દાળ ૧/૨ કપ

અળસીના બી ૧/૨ કપ

અડદ દાળ ૧/૪ કપ

સૂકા નારિયળ નો પાઉડર ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે ::

તેલ, રાય, હિંગ, લીમડો

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, હિંગ અને લીમડો ઉમેરો. તતડે એટલે એમાં સૂકા લાલ મરચાં, ચણા દાળ, અડદ દાળ, અળસીના બી, સૂકા નારિયળ નો પાઉડર અને મીઠું ઉમેરો.

 

ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે હલાવી ને પકાવો.

 

પછી, ઠંડુ થવા રાખી મુકો.

 

પછી, ગ્રાઈન્ડરમાં પીસી લો.

 

એક બાજુ રાખી દો.

 

ભાગ-૩ ઉત્તપમ :

ખીરા માટે :

સામગ્રી :

ચોખા ૩ કપ

અડદ દાળ ૧ કપ

દહી ૪ કપ

મીઠું

 

રીત :

ચોખા અને અડદ દાળ આશરે ૭ કલાક માટે અલગ અલગ પાણીમાં પલાળો. પછી ગરણીથી પાણી કાઢી નાખો.

 

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલા ચોખા લો. એમાં ૩ કપ દહી ઉમેરો. કરકરું પીસી લો. એક મોટા વાટકામાં લઈ લો.

 

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલી અડદ દાળ લો. એમાં ૧ કપ દહી ઉમેરો. કરકરી પીસી લો. પીસેલા ચોખા સાથે મીક્ષ કરી દો.

 

આથા માટે ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.

 

પછી એમાં મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

 

ખીરું તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ઉત્તપમ માટે :

ઓગાળેલું માખણ

 

અલગ અલગ ટોપીંગ માટે :

૧.

મેથી ની ભાજી ૨ ટેબલ સ્પૂન

લીલું લસણ સમારેલું ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

૨.

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

પોડી પાઉડર ૧ ટેબલ સ્પૂન

અળસી ના બી ૧ ટેબલ સ્પૂન

 

૩.

લસણ જીણું સમારેલું ૪-૫ કળી

ચીઝ ખમણેલું ૨ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટેબલ સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

 

રીત :

મધ્યમ તાપે જાડો સપાટ તવો ગરમ કરો. નોન-સ્ટિક તવા પર ઉત્તપમ બનાવવા સરળ પડશે.

 

તવા ઉપર તૈયાર કરેલું ખીરું ૧ ટેબલ સ્પૂન જેટલું રેડો. તવેથા થી તવા પર ખીરાને ઝડપથી જાડા ગોળ આકારમાં ફેલાવી દો.

 

એની ઉપર, સામગ્રીમાં જણાવેલા અલગ અલગ ટોપીંગમાંથી ૧ ટોપીંગ ની સામગ્રી છાંટી દો. તવેથા થી હળવેથી ટોપીંગ દબાવી ઉત્તપમ ઉપર બરાબર ગોઠવી દો.

 

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે ઉત્તપમની કિનારી ફરતે અને ઉત્તપમની ઉપર ૧/૨ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું માખણ રેડો.

 

પછી, તરત જ તવેથા વડે ઉત્તપમને તવા પર ઉથલાવો.

 

પછી, ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ માટે જ પકાવો.

 

ફરી, તવેથા વડે ઉત્તપમને તવા પર ઉથલાવો.

 

પછી, તરત જ સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

આ જ રીતે બીજા ટોપીંગ સાથે પણ ઉત્તપમ બનાવી લો.

 

કાચી રસમ અને અળસીના બી ની પોડી સાથે ગરમા ગરમ ઉત્તપમ પીરસો.

 

અસલી દક્ષિણ ભારતીય સ્વાદ માટે ઉત્તપમ સાથે નારિયળ ની ચટણી પણ પીરસી શકાય.

 

પરંપરાગત સાઉથ ઇંડિયન વાનગી નો સોડમ આપના રસોડા સુધી લઈ આવો. મિનિ મસાલા ઉત્તપમ બનાવો.

 

Prep.30 min.

Cooking time 10 min.

Qty. 5 Plates

Part-1: Raw Rasam:

Ingredients:

Fresh Green Chilli whole 2

Onion chopped 1

Fresh Coriander Leaves 1 tbspContinue Reading

error: Content is protected !!