ઇન્સ્ટન્ટ પનિયરમ / પડ્ડુ / Instant Paniyaram / Paddu

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૩ પ્લેટ

 

સામગ્રી :

બ્રેડ સ્લાઇસ ૩

ભાત ૧/૨ કપ

રવો / સૂજી ૧/૪ કપ

ચણાનો લોટ ૧/૪ કપ

દહી ૧/૨ કપ

ચોખાનો લોટ ૧/૪ કપ

ડુંગળી સમારેલી ૧

લીલા મરચાં સમારેલા ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

આદુ ખમણેલો ૧ ટી સ્પૂન

લીમડો સમારેલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ શેલો ફ્રાય માટે

ચટણી અથવા સાંભાર

 

રીત :

બ્રેડ સ્લાઇસ ની કડક કિનારી કાપી નાખો.

 

બ્રેડ સ્લાઇસ, ભાત, રવો, ચણાનો લોટ, ચોખાનો લોટ અને દહી. આ બધુ ગ્રાઈન્ડિંગ જારમાં લઈ જીણું પીસી લો.

 

પછી એને એક પૅન માં લો.

 

એમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં, જીરું, ખમણેલો આદુ, લીમડો, ધાણાભાજી અને મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરી લો. ખીરું તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પનિયરમ પૅન ના બધા મોલ્ડ માં તેલ લગાવી દો. ધીમા તાપે પૅન ગરમ કરી લો.

 

ગરમ થયેલ પૅન ધીમા તાપ પર જ રાખી બધા મોલ્ડમાં તૈયાર કરેલું ખીરું ભરી દો. બધા મોલ્ડ ૩/૪ જેટલા જ ભરવા. બાકીની જગ્યા પનિયરમ ફૂલવા માટે જોશે.

 

નીચેની બાજુ આછી ગુલાબી સેકાઇ જાય (આશરે ૫ થી ૭ મિનિટ લાગશે) એટલે બધા પનિયરમ મોલ્ડમાં ઉલટાવી દો. તુટે નહીં એ કાળજી રાખવી.

 

ફરી, નીચેની બાજુ આછી ગુલાબી સેકાઇ જાય (આશરે ૫ થી ૭ મિનિટ લાગશે) ત્યા સુધી ધીમા તાપે રાખો.

 

આ રીતે બંને બાજુ સેકાય જાય એટલે બધા પનિયરમ મોલ્ડમાંથી કાઢી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

નારિયળની ચટણી અથવા સાંભાર સાથે ગરમા ગરમ પીરસો.

 

પૌષ્ટિક અને સંતોષકારક સાઉથ ઇંડિયન નાસ્તા.. પનિયરમ.. સાથે વ્યસ્ત દિવસની શુભ શરૂઆત કરો..

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 3 Plates

Ingredients:

Bread Slices 3

Steamed or Boiled Rice ½ cup

Semolina ¼ cupContinue Reading

error: Content is protected !!