મદદૂર વડા / મસાલા પુરી / Maddur Vada / Masala Puri

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ચોખા નો લોટ ૧/૨ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મેંદો ૧/૨ કપ

તેલ ૫ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

ચણા દાળ ૧ ટેબલ સ્પૂન

હિંગ ચપટી

લીમડો સમારેલો ૧ ટેબલ સ્પૂન

લસણ જીણું સમારેલું ૧ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧/૨ કપ

લીલા મરચાં જીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, હિંગ અને સમારેલો લીમડો ઉમેરો.

 

તતડે એટલે એમાં જીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને લસણ ઉમેરો.

 

અધકચરું સાંતડાઈ જાય એટલે એમાં અડદ દાળ અને ચણા દાળ ઉમેરો. મધ્યમ તાપે ધીરે ધીરે હલાવતા રહી સાંતડી લો. વઘાર તૈયાર છે. તાપ પરથી પૅન હટાવી લો.

 

એક બાઉલમાં ચોખા નો લોટ લો. એમાં રવો, મેંદો, મીઠું અને તૈયાર કરેલો વઘાર ઉમેરી દો. બરાબર મીક્ષ કરી, જરૂર મુજબ પાણી ઉમેરી, લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ નાનો બોલ બનાવો. એમાંથી નાની અને થોડી જાડી પુરી વણી લો. ચોંટે નહીં એ માટે જરૂર લાગે તો વણવાનાં પાટલા અને વેલણ પર મેંદો લગાવો.

 

આ રીતે બધી પુરી વણી લો.

 

તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

વણેલી બધી પુરી આકરી તળી લો.

 

નારિયળ ની ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

કરકરા મદદૂર વડા મમળાવો.

 

Prep.15 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

Rice Flour ½ cup

Semolina ¼ cup

Refined White Wheat Flour ½ cupContinue Reading

error: Content is protected !!