સુરણ અને રતાળુ ની ચીપ્સ / યમ ફ્રાય / Yam Fries

સુરણ અને રતાળુ ની ચીપ્સ / યમ ફ્રાય / Yam Fries

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

રતાળુ ૨૫૦ ગ્રામ

સુરણ ૨૫૦ ગ્રામ

ઘી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

મરી પાઉડર ૧ ટી સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

 

સાથે પીરસવા માટે મેયોનેઝ અને કેચપ

 

રીત :

રતાળુ અને સુરણ બરાબર ધોઈ અને છાલ કાઢી નાખો.

 

બંનેને ચોરસ આકારમાં કાપી લો. નાના ટુકડા નહીં. આખા સુરણ ને જ એક મોટા ચોરસ આકારમાં કાપો.

 

એ બંનેને એક ભીના જાડા કપડામાં વીંટાળી દો.

 

હવે એને માઇક્રોવેવ માં ઊંચા પાવર પર ૫ મિનિટ માટે પકાવો.

 

પછી, એમાંથી લાંબી પાતળી, આંગળી જેવી, સ્લાઇસ કાપી લો. રતાળુ અને સુરણ, બંને ની સ્લાઇસ અલગ અલગ રાખો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમાં બધી સ્લાઇસ શેલૉ ફ્રાય કરી લો. રતાળુ અને સુરણ, બંને ની સ્લાઇસ અલગ અલગ રાખો.

 

રતાળુ અને સુરણ ની સ્લાઇસ અલગ અલગ પ્લેટ પર ગોઠવો.

 

રતાળુ ની સ્લાઇસ પર મીઠું અને મરી પાઉડર છાંટી દો.

 

સુરણ ની સ્લાઇસ પર ચાટ મસાલો છાંટી દો.

 

મેયોનેઝ અને કેચપ સાથે ગરમા ગરમ પીરસો.

 

ફ્રેંચ ફ્રાય થી કંટાળી ગયા..!!!

પોટેટો ચીપ્સ થી થકી ગયા..!!!

તો પણ ફ્રાય વગર નથી ચાલતુ..!!!

એટલે જ.. ફક્ત આપના માટે જ.. યમ ફ્રાય.. સુરણ અને રતાળુ ની ચીપ્સ ..

Preparation time 10 minutes

Cooking time 15 minutes

Servings 2

 

Ingredients:

Purple Yam 250g

Yam (Suran) 250g

Ghee 2 tbsp

Salt to taste

Black Pepper Powder 1 ts

Chat Masala 1 ts

Mayonnaise and Ketchup for serving.

 

Method:

Wash and peel Purple Yam and Yam.

 

Cut 1 square shape of each Yam.

 

Wrap them in a wet towel.

 

Cook in microwave at high power for 5 minutes.

 

Cut them in pieces of finger shape. Keep Purple Yam and Yam separate.

 

Heat Ghee in a pan and Shallow fry all finger chips. Keep Purple Yam and Yam separate.

 

Arrange Purple Yam Fries and Yam Fries in separate plates.

 

Sprinkle Salt and Black Pepper Powder on Purple Yam Fries.

 

Sprinkle Chat Masala on Yam Fries.

 

Serve Hot with Mayonnaise and Ketchup.

 

Tired of French Fries…!!!???

Tired of Potato Chips…!!!???

Still can’t resist Fries…!!!???

Than…This is for you only…Yam Fries…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!