ચોકો કૂકીસ કપ / Choco Cookies Cup

ચોકો કૂકીસ કપ / Choco Cookies Cup

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૬ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ચોકલેટ કૂકીસ ૨૦૦ ગ્રામ

માખણ ૨ ટેબલ સ્પૂન

દુધ જરૂર મુજબ

ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ ૨ ટેબલ સ્પૂન

અખરોટ ટુકડા ૨ ટેબલ સ્પૂન

 

રીત :

બધી ચોકલેટ કૂકીસ નો ભુકો કરી લો. જરૂર લાગે તો મીક્ષરની જારમાં પીસી લો.

 

એમા માખણ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું દુધ ઉમેરો અને કઠણ લોટ બાંધી લો.

 

સમથળ જગ્યા પર એક જાડુ અને સાફ પ્લાસ્ટીક પાથરો અને આ પ્લાસ્ટીક ની ઉપર બાંધેલો લોટ મુકી, એક મોટુ અને જાડુ થર વણી લો.

 

એમાંથી, એક સરખી સંખ્યામાં, ફ્લાવર આકાર અને ગોળ આકાર ટુકડા કાપી લો.

 

ગોળ આકારના બધા ટુકડાઓ કપ મોલ્ડમાં ગોઠવી લો.

 

એ બધામાં અખરોટના ટુકડા ભરી દો.

 

પછી એ બધા ઢંકાઈ જાય એ રીતે એ બધા પર ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ ફેલાવી દો.

 

હવે, એ બધા ઉપર ફ્લાવર આકારના ટુકડાઓ મુકી દો.

 

પછી, કમ સે કમ ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

પછી, મોલ્ડમાંથી કાઢી લઈ, ઠંડા ઠંડા પીરસો.

 

યમ્મી ઠંડા ચોકલેટ કૂકીસ કપ ખાઓ, થોડી વાર માટે ઉનાળાની ગરમી ભુલી જાઓ.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

For 6 Persons

 

Ingredients:

Chocolate Cookies 200g

Butter 2 tbsp

Milk as needed

Chocolate Hazelnut Spread 2 tbsp

Walnut broken 2 tbsp

 

Method:

Crush all Chocolate Cookies.

 

Add Butter and mix well.

 

Add Milk as needed and knead stiff dough.

 

Spread a piece of thick and clean plastic. Roll prepared dough on this plastic. Roll it little thick.

 

Cut it in pieces, the same numbers of flower shape and round shape.

 

Set all round shaped pieces in cup moulds.

 

Fill them with broken Walnuts.

 

Cover them with Chocolate Hazelnut Spread.

 

Cover them with flower shaped pieces.

 

Keep them in refrigerator to set for approx. 30 minutes.

 

Then, unmould and serve fridge cold.

 

Try to forget Hot Summer for a while with Cold and Yummy Chocolate Cookies Cup.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!