ધાબા સ્ટાઇલ પનીર ભુરજી / Dhaba Style Paneer Bhurji

ધાબા સ્ટાઇલ પનીર ભુરજી / Dhaba Style Paneer Bhurji

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

મસાલા પનીર માટે:

દુધ ૧ લીટર

તજ ૧ ટુકડો

લવિંગ ૫

આખા મરી ૫

એલચી ૧

તમાલપત્ર ૧

લીલા મરચાં સમારેલા ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

વિનેગર ૨ ટેબલ સ્પૂન

ધુંઘાર માટે કોલસો અને ઘી

શાક માટે:

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટેબલ સ્પૂન

આદું-લીલા મરચાં-લસણ બારીક સમારેલા ૨ ટેબલ સ્પૂન

ડુંગળી બારીક સમારેલી ૨

કેપ્સિકમ બારીક સમારેલું ૧

ટમેટાં બારીક સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલા ૧/૨ ટી સ્પૂન

કીચનકિંગ મસાલા ૧/૨ ટી સ્પૂન

ચાટ મસાલા ૧/૨ ટી સ્પૂન

સજાવટ માટે ધાણાભાજી

 

રીત:

મસાલા પનીર માટે:

કોલસા ને ગરમ કરવા માટે મુકી દો.

 

એક પૅનમાં દુધ લો. એમાં, સમારેલા લીલા મરચાં, ધાણાભાજી અને મીઠું મિક્સ કરી દો.

 

મસાલા પનીર માટેના બાકીના બધા જ મસાલા, એક સ્વચ્છ સફેદ કપડામાં મુકી, પોટલી બનાવી, દુધમાં મુકી દો.

 

હવે, દુધ ભરેલું પૅન તાપ પર મુકી દો. દુધ ગરમ થાય એટલે વીનેગરમાં થોડું પાણી ઉમેરી, ગરમ થતાં દુધમાં થોડું થોડું ઉમેરતા રહો. પનીર તૈયાર થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

પનીરમાંથી મસાલા ભરેલી પોટલી કાઢી લો અને ગરણી વડે પનીર ગાળી લો.

 

પનીરમાંથી બધુ જ પાણી નીતરી જાય એટલે પનીરને એક બાઉલમાં લઈ લો.

 

ગરમ કોલસાને એક નાની વાટકીમાં લઈ, પનીર ભરેલા બાઉલની અંદર મુકી, ગરમ કોલસા પર ઘી મુકી, તરત જ બાઉલને ઢાંકણ વડે ઢાંકી, એક બાજુ રાખી દો.

 

શાક માટે:

એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં, જીરું, બારીક સમારેલા આદું-લીલા મરચાં-લસણ, ડુંગળી અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. બરાબર પાકી જાય એટલે, બારીક સમારેલા કેપ્સિકમ ઉમેરી, સાંતડી લો. પછી એમાં, બારીક સમારેલા ટમેટાં ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. ટમેટાં નરમ થઈ જાય એટલે લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલા, કીચનકિંગ મસાલા અને ચાટ મસાલા ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. પછી, પનીર ઉમેરી, થોડી વાર બરાબર પકાવી લો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ, ધાણાભાજી ભભરાવી, સજાવી દો.

 

પસંદ મુજબ, રોટી, પરાઠા અથવા નાન સાથે પીરસો.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

For 2 persons

 

Ingredients:

For Masala Paneer:

Milk 1 Ltr.

Cinnamon 1 pc

Clove buds 5

Black Pepper whole 5

Cardamom 1

Cinnamon Leaf 1

Green Chiili chopped 1 tbsp

Fresh Coriander Leaves chopped 1 tbsp

Salt to taste

Vinegar 2 tbsp

Charcoal and Ghee for smoke

 

For Sabji:

Oil 2 tbsp

Cummin Seeds ½ ts

Ginger-Green Chilli-Garlic fine chopped 2 tbsp

Onion fine chopped 2

Capsicum fine chopped 1

Tomato fine chopped 2

Salt to taste

Red Chilli Powder 1 tbsp

Turmeric Powder ½ ts

Garam Masala ½ ts

Kitchen King Masala ½ ts

Chat Masala ¼ ts

Fresh Coriander Leaves for garnishing

 

Method:

For Masala Paneer:

Put Charcoal to make it hot.

 

Take Milk in a pan. Add chopped Green Chilli, Fresh Coriander Leaves and Salt. Mix well.

 

Take all remaining ingredients for Masala Paneer in a white and clean cloth. Fold and tie it to make it a bag. Add this bag in Milk.

 

Now, put pan with Milk on flame. When Milk is hot, add Vinegar mixed with little water gradually in heating Milk while on flame. When Paneer is ready, switch off flame.

 

Remove the bag out of paneer and filter Paneer using a strainer.

 

When water is drained completely out of Paneer, take Paneer in a bowl.

 

Take heated Charcoal in a small bowl and put it inside the bowl with Paneer. Pour Ghee on heated Charcoal to create smoke. Immediately cover the bowl with a lid and leave it a side.

 

For Sabji:

Heat Oil in a pan. Add Cumin Seeds, finely chopped Ginger-Green Chilli-Garlic, Onion and Salt. Mix well. When cooked well, add finely chopped Capsicum and sauté. Then, Add finely chopped Tomato and mix well. When Tomato softens, add Red Chilli Powder, Turmeric Powder, Garam Masala, Kitchen King Masala and Chat Masala. Mix well. Add Paneer and continue cooking for a while.

 

Then, remove in a serving bowl. Sprinkle Fresh Coriander Leaves to garnish.

 

Serve fresh with Roti, Paratha or Naan of choice.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!