પનીર બટર મસાલા / Paneer Butter Masala

પનીર બટર મસાલા / Paneer Butter Masala

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

આદુ નાનો ટુકડો ૧

લસણ ૧૦ કળી

ડુંગળી ૨

મીઠુ સ્વાદ મુજબ

ટમેટા ૩

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ચાટ મસાલા ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

કીચનકીંગ મસાલો ૧ ટી સ્પૂન

કાજુ પાઉડર ૧ ટેબલ સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

પનીર ૧૦૦ ગ્રામ

ક્રીમ ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે રોટલી અથવા નાન

 

રીત :

પનીર બટર મસાલા બનાવવાની આ ટુંકી રીત છે.

 

આદુ, લસણ અને ડુંગળી, અલગ અલગ ખમણી લો અને એક બાજુ અલગ અલગ રાખી દો.

 

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.

 

એમા જીરું ઉમેરો. તતડે એટલે ખમણેલો આદુ, લસણ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે ખમણેલી ડુંગળી અને મીઠુ ઉમેરો અને સાંતડો. તેલ છુટું પડીને પૅન માં આજુબાજુ દેખાવા લાગે ત્યા સુધી ધીમા તાપે સાંતડો.

 

એ દરમ્યાન, દરેક ટમેટા ૨ ટુકડામાં કાપી લો અને ટમેટાની છાલ અલગ પડી જાય ત્યા સુધી ટમેટાની અંદરનો ભાગ ખમણી લો.

 

પછી, પૅન માં ડુંગળી નરમ થઈ જાય એટલે ખમણેલા ટમેટા ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

પૅન ઢાંકી દો અને ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, પૅન પરથી ઢાંકણું હટાવી લો અને તેલ છુટું પડીને પૅન માં આજુબાજુ દેખાવા લાગે ત્યા સુધી ધીમા તાપે સાંતડો.

 

પછી, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ચાટ મસાલો, ગરમ મસાલો, કીચનકીંગ મસાલો ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

કાજુ પાઉડર ઉમેરો અને બરાબર સાંતડીને મીક્ષ કરો.

 

માખણ ઉમેરો અને સાંતડો.

 

પનીર ઉમેરો અને સાંતડો.

 

ક્રીમ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હવે, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર ધાણાભાજી ભભરાવી દો.

 

રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ પીરસો.

 

અચાનક જ પંજાબી વાનગીનો ચટાકેદાર સ્વાદ માણવાનું મન થયું..!!

 

તો લો, આ રીતે ફટાફટ પંજાબી શાક, પનીર બટર મસાલા, બનાવી લો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Oil 2 tbsp

Cumin Seeds ½ ts

Ginger 1 pc

Garlic 10 buds

Onion 2

Salt to taste

Tomato 3

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Coriander-Cumin Powder 1 ts

Chat Masala ½ ts

Garam Masala ½ ts

Kitchen King Masala 1 ts

Cashew Nuts Powder 1 tbsp

Butter 1 tbsp

Paneer (Cottage Cheese) 100g

Cream 1 tbsp

 

Roti or Naan or Paratha for serving

 

Method:

THIS IS A SHORT METHOD TO MAKE PANEER BUTTER MASALA.

 

Grate Ginger, Garlic and Onion. Keep a side.

 

Heat Oil in a pan on low flame. Add Cumin Seeds. When crackled, add grated Ginger and Garlic. When sautéed, add grated Onion and Salt. Sauté on low flame until Oil gets separated and seen around the stuff in the pan.

 

Meanwhile, cut each Tomato in 2 pieces and grate inner side of Tomato leaving tomato skin separated.

 

When Onion is cooked to soften, add grated Tomato, mix well, cover the pan with a lid and continue cooking for 2-3 minutes.

 

Remove the lid from the pan and sauté it well until Oil gets separated and seen around the stuff in the pan.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Chat Masala, Garam Masala, Kitchen King Masala and mix well.

 

Add Cashew Nuts Powder, mix well while sautéing.

 

Add Butter and continue sautéing.

 

Add Paneer and continue sautéing.

 

Add Cream and mix well.

 

Remove it in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve with Roti or Naan or Paratha.

 

Satisfy your spontaneous craving of Punjabi delicacy with this quick cooking PANEER BUTTER MASALA…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!