તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૫-૭ મિનિટ
૧ સર્વિંગ
સામગ્રી :
મૅકરોની બાફેલી ૧ બાઉલ
ખારી સીંગ ફોતરા વગરની ૧/૪ કપ
લાલ મરચું પાઉડર ૨ ટેબલ સ્પૂન
લીંબુ ૧
મીઠુ સ્વાદ મુજબ
ડુંગળી જીણી સમારેલી ૧
તેલ ૨ ટી સ્પૂન
સજાવટ માટે ડુંગળી ની રીંગ
રીત :
મીક્ષરની જારમાં ખારી સીંગ લો. એમા લાલ મરચું પાઉડર, લીંબુ નો રસ અને મીઠુ ઉમેરો. એકદમ જીણું પીસી લઈ, પેસ્ટ બનાવી લો.
એક બાઉલમાં બાફેલી મૅકરોની લો. એમા તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
પછી એમા, તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
જીણી સમારેલી ડુંગળી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
હવે એને એક સર્વિંગ પ્લેટ પર લઈ લો.
એની ઉપર ડુંગળીની રીંગ ગોઠવી, સજાવો.
તાજે તાજા જ પીરસો.
ખારી સીંગ નો મુલાયમ સ્વાદ માણો, પુરા પરીવારના પ્રીય પાસ્તા સાથે.
Preparation time 5 Minutes
Cooking time 5-7 minutes
Serving 1
Ingredients:
Macaroni boiled 1 bowl
Salted Roasted Peanuts skinned ¼ cup
Red Chilli Powder 2 tbsp
Lemon Juice of 1 lemon
Salt to taste
Onion finely chopped 1
Oil 2 ts
Onion rings for garnishing
Method:
Take Salted Roasted Peanuts in a wet grinding jar of your mixer. Add Red Chilli Powder, Lemon Juice and Salt. Grind it to fine paste.
Take boiled Macaroni in a mixing bowl. Add Oil and mix well.
Add prepared fine paste and mix well.
Add finely chopped Onion and mix well.
Take it on a serving plate.
Garnish with Onion rings.
Serve fresh.
Enjoy Creamy Taste of Peanuts with Family Favourite Pasta…
No Comments