તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૧૫ પુરી અંદાજીત
સામગ્રી :
મગ ની છડી દાળ ૧/૨ કપ
આદુ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
તલ ૧ ટી સ્પૂન
તેલ ૨ ટેબલ સ્પૂન
ઘઉ નો લોટ ૨ કપ
તળવા માટે તેલ
ચાટ મસાલો
રીત :
મગ ની છડી દાળ કમ સે કમ ૩ કલાક માટે પલાળો. પછી, એકદમ જીણી પીસી લો.
એક કથરોટમાં ઘઉ નો લોટ લો.
એમા ૨ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.
જીણી પીસેલી મગ ની છડી દાળમાં આદુ-મરચા ની પેસ્ટ, મીઠુ, તલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો. થોડો થોડો ઘઉ નો લોટ મીક્ષ કરતાં જઇ, કઠણ લોટ બાંધી લો. પાણી ઉમેરવાની જરૂર નથી.
બાંધેલા લોટમાંથી નાના નાના લુવા બનાવી લો. દરેક લુવાનો બોલ બનાવી લો. દરેક બોલ વણીને નાની પુરી બનાવી લો. ચોંટે નહી અને વણવામાં સરળતા રહે એ માટે જરૂર લાગે તો વણવાના પાટલા અને વેલણ પર થોડું તેલ લગાવવું. વણેલી પુરીઓ, સુકા અને સાફ કાગળ અથવા કપડા પર છુટી છુટી રાખો.
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો અને વણેલી બધી પુરીઓ વારાફરતી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલ ઉલટાવો. આછી ગુલાબી તળી લો. તળાય જાય એટલે બધી પુરીઓ છુટી છુટી રાખવી, ઢગલો ના કરવો.
તળેલી દરેક પુરી ઉપર થોડો ચાટ મસાલો છાંટો. સામાન્ય તાપમાન થવા માટે થોડી વાર માટે રાખી મુકો.
એર ટાઇટ બરણીમાં ભરી, સુકી અને ઠંડી જગ્યાએ રાખી દો.
પરીવાર ના સભ્યો અને મહેમાનોને ચા કે કોફી સાથે આપો.
Preparation time 15 minutes
Cooking time 10 minutes
Yield 15 Puri approx.
Ingredients:
Skinned and Split Green Gram ½ cup
Ginger-Chilli Paste 1 ts
Salt to taste
Sesame Seeds 1 ts
Oil 2 tbsp
Whole Wheat Flour 2 cup
Oil to deep fry
Chat Masala to sprinkle
Method:
Soak Skinned and Split Green Gram for approx 3 hours. Then, crush it finely.
Take Whole Wheat Flour in a kneading bowl. Add 2 tbsp of Oil and mix well. Keep it a side.
In crushed Green Gram Split, add Ginger-Chilli Paste, Salt and Sesame Seeds. Mix well. Adding prepared Whole Wheat Flour slowly, knead stiff dough. No need to add water.
Make number of small lumps of dough. Make small ball of each lump. Roll Puri (small round thin flat bread) of each ball. If needed, apply little Oil on rolling board and Rolling Stick to make rolling easier. Keep rolled Puri separately on dry and clean paper or cloth.
Heat Oil to deep fry. Deep fry all rolled Puri.
Sprinkle little Chat Masala on deep fried Puri. Leave them to cool down to normal temperature.
Store in a cool and dry place.
Serve Family Members and Guest…with Tea or Coffee…
Untimely snack…Green Gram Spiced Puri…
No Comments