લીલા ચણા નો ઓરો / જીંજરા નો ઓરો / Lila Chana no Oro / Jinjra no Oro

લીલા ચણા નો ઓરો / જીંજરા નો ઓરો / Lila Chana no Oro / Jinjra no Oro

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

લીલા ચણા / જીંજરા ૫૦૦ ગ્રામ

ટમેટાં ૨

ડુંગળી ૨

લીલું લસણ સમારેલું ૧/૪ કપ

લીલી ડુંગળી સમારેલી ૧/૪ કપ

હીંગ ચપટી

તેલ ૩ ટેબલ સ્પૂન

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

 

રીત:

લીલા ચણા ફોતરાં સાથે એક ચારણીમાં લઈ, બરાબર સેકી લો.

 

પછી, એને ફોલી, ચોપરમાં અધકચરા પીસી લઈ, એક બાજુ રાખી દો.

 

ટમેટાં અને ડુંગળી સેકી લો અને પછી બારીક સમારી લો.

 

હવે, એક પૅનમાં તેલ ગરમ કરો. હીંગ અને આદું-મરચાં ની પેસ્ટ ઉમેરી, સાંતડી લો.

 

એમાં, સમારેલું લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરી, સાંતડી લો.

 

પછી, બારીક સમારેલા સેકેલા ટમેટાં અને ડુંગળી ઉમેરી, સાંતડી લો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી, અધકચરા પીસેલા લીલા ચણા ઉમેરી, થોડી થોડી વારે હલાવતા રહી, બરાબર પકાવી લો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ, ધાણાભાજી મીક્ષ કરી દો.

 

રોટી અથવા રોટલા સાથે તાજો અને ગરમા ગરમ લીલા ચણા નો ઓરો પીરસો.

Preparation time 30 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

Lila Chana / Jinjra (Fresh Gram with shell) 500g

Tomato 2

Onion 2

Spring Garlic chopped ¼ cup

Spring Onion chopped ¼ cup

Asafoetida Powder Pinch

Oil 3 tbsp

Ginger-Chilli Paste 1 ts

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Garam Masala ½ ts

Salt to taste

Fresh Coriander Leaves 2 tbsp

 

Method:

Take Fresh Gram with shell in a sieve and roast well.

 

Then, peel them and take in a chopper and crush partially. Keep a side.

 

Roast Tomato and Onion. Then, fine chop.

 

Now, take Oil in a pan. Add Asafoetida Powder and Ginger-Chilli Paste and sauté.

 

Add chopped Spring Garlic and Spring Onion and sauté.

 

Add fine chopped roasted Tomato and Onion and sauté.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Garam Masala and Salt. Mix well.

 

Add Fresh Gram and cook well while stirring occasionally. When cooked well, remove pan from flame.

 

Take in a serving bowl and mix Fresh Coriander Leaves.

 

Serve Fresh and Hot with Roti or Rotla.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!